શ્રીકૃષ્ણની આ વાતથી નારાજ થઈ ગયા હતા માં લક્ષ્મી, નારાજ થઈને ચાલ્યા ગયા હતા જાણો તેની સાથે જોડાયેલી કથા

શ્રીકૃષ્ણની આ વાતથી નારાજ થઈ ગયા હતા માં લક્ષ્મી, નારાજ થઈને ચાલ્યા ગયા હતા  જાણો તેની સાથે જોડાયેલી કથા

વૃંદાવન નાં બેલ વન માં સ્થિત એક મંદિર વર્ષોથી  માં લક્ષ્મી ભગવાન શ્રીકૃષ્ણની રાહ જોઈ રહ્યા છે. આ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર એકવાર ભગવાન શ્રીકૃષ્ણ થી માં લક્ષ્મી નારાજ થઈ ગયા હતા અને નારાજ થઈ જંગલમાં ચાલ્યા ગયા હતા માં લક્ષ્મી જે જંગલ માં નારાજ થઈ ગયા હતા ત્યાં જ તેમનું એક મંદિર બની ગયું છે આ જગ્યા પર દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. તે સમયે ખીચડી બનાવવામાં આવે છે ને બધા ને તે પ્રસાદ નાં રૂપમાં આપવામાં આવે છે. બેલ વન વૃંદાવન થી યમુનાજી નાં માટ પર જવાના રસ્તા પર છે. આ મંદિર ખુબજ જુનું અને પ્રાચીન છે. પ્રાચીન કાળમાં ત્યાં બેલ નાં  વૃક્ષો હતા જેના કારણે તેને બેલ વન થી ઓળખવામાં આવે છે.

કહેવામાં આવે છે કે, પ્રાચીન કાળમાં આ જગ્યા પર શ્રી કૃષ્ણ અને બલરામ પોતાની ગાયો ચરાવવા આવતા હતા. આજ જંગલની વચ્ચે માં લક્ષ્મીજી નું મંદિર છે જ્યાં માં લક્ષ્મીજી કનૈયા થી નારાજ થઈને આવ્યા હતા. પૌરાણિક કથા અનુસાર એકવાર માં લક્ષ્મીજી ને શ્રીકૃષ્ણની રાસલીલા જોવાનું મન થયું અને તે વૃંદાવન માં આવ્યા માં લક્ષ્મીજી ને ખબર હતી કે, શ્રીકૃષ્ણ વ્રજમાં પોતાની ગોપીઓની સાથે હશે માટે તેઓ ત્યાં પહોંચ્યા પરંતુ શ્રી કૃષ્ણની રાસલીલા માં જવાની અનુમતિ ફક્ત ગોપીઓને જતી તેથી માં લક્ષ્મીજી ને બહાર રોકવામાં આવ્યા આ વાત પર મહાલક્ષ્મીજી ને ગુસ્સો આવ્યો અને તે નારાજ થઈ ગયા માં લક્ષ્મીજી નારાજ થઈને વૃંદાવન તરફ મોઢું કરીને બેસી ગયા અને તપસ્યા કરવા લાગ્યા.

 

૧૬૧૦૮ ગોપીઓ સાથે રાસલીલા કર્યા બાદ શ્રી કૃષ્ણ બહાર આવ્યા રાસલીલા નાં કારણે થોડા થાકી ગયા હતા તેને ખુબ જ ભુખ લાગી હતી તપસ્યામાં બેઠેલા લક્ષ્મીજી ને ખબર પડી કે શ્રી કૃષ્ણજી ને ભૂખ લાગી છે ત્યારે તેણે પોતાની સાડી નો એક ટુકડો કાપીને અગ્નિ પ્રગટાવી અને તે અગ્નિ પર તેઓએ ખીચડી બનાવી. ખીચડી ખાઈને ભગવાન તૃપ્ત થયા તેઓ પ્રસન્ન થયા અને ત્યારે માં લક્ષ્મીજી એ કૃષ્ણ ની સામે વ્રજમાં રહેવાની ઈચ્છા જણાવી.

કૃષ્ણજી એ તેને ત્યાં રહેવાની અનુમતિ આપી કહેવામાં આવે છે કે, આ કથા પોષ મહિના દરમિયાન ની છે. આમ આ મહિનામાં વ્રજ માં ખુબ જ મોટા મેળા નું આયોજન થાય છે અને મેળા દરમ્યાન ગુરુવાર નાં દિવસે ખીચડી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મેળા જે ભક્તો આવે છે તે ત્યાં ખીચડી જરૂર બનાવે છે એક ચૂલો બનાવે છે અને તેની સામે બેસી ખીચડી બનાવે છે અને ખીચડી ને પ્રસાદ નાં રૂપમાં આપવામાં આવે છે. માન્યતા છે કે, આજે પણ માં લક્ષ્મી ત્યાં કનૈયાની પૂજા કરી રહ્યા છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *