શરીરમાં આ ચાર વસ્તુ ની ઉણપ થી થાય છે ડાર્ક સર્કલ, જાણો કેવી રીતે કરી શકો છો આ કમી પૂરી

આજકાલ નાં સમયમાં દરેક લોકોને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એવામાં આ દરેક પરેશાનીમાં આંખ નીચેના કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમકે આપણે બધા જાણીએ છીએ કે, આપણી આંખો ચહેરાનું ખૂબ જ સુંદર અંગ છે. અને આંખો ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ કેટલીક મહિલાઓ ની આંખની નીચેની આસપાસની ત્વચા કાળી પડી જાય છે. જેને ડાર્ક સર્કલ કહેવામાં આવે છે. ડાર્ક સર્કલની સમસ્યા મહિલાઓમાં જ નહીં પરંતુ પુરૂષોમાં પણ જોવા મળે છે.
હંમેશા મહિલાઓ અને પુરુષો ડાર્ક સર્કલ ને લઈને ખૂબ જ પરેશાન રહે છે. આંખો નીચે ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. શરીરમાં જો કોઈ વસ્તુની કમી હોય તો તેનાથી પણ ડાર્ક સર્કલ્સ થાય છે. હંમેશા ઉંધ પૂરી ન થવાના કારણે પણ આંખ નીચે કાળા કુંડાળા થઈ જાય છે પરંતુ તે એક જ માત્ર કારણ નથી હોતું. જો કે તમારા શરીરમાં કેટલાક ખાસ પોષક તત્વોની કમીને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને આ લેખ નાં માધ્યમ થી એવી વસ્તુઓની કમી વિશે જણાવવા જઈ રહ્યા છે જેના કારણે ડાર્ક સર્કલ્સ થઈ શકે છે. અને આ વસ્તુઓ ની કમી ને કઈ રીતે પૂરી કરવી ચાલો જાણીએ તેના વિશે કહે છે.
શરીરમાં આયર્નની કમી ના કારણે થઈ શકે છે ડાર્ક સર્કલ
જો શરીરમાં આયર્નની કમી હોય તો તેના કારણે ઘણી બીમારીઓ આપણા શરીરને ઘેરી લે છે. એના કારણે આંખ નીચે કાળા કુંડાળા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, શરીરમાં આયર્નની કમી ના કારણે ત્વચાની કોશિકાઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતું નથી તેના કારણે આ સમસ્યા થાય છે.આયર્નની કમી પૂરી કરવા માટે લીલા શાકભાજી જેવા કે પાલક, બીટ, કોબી મેથી વગેરે નો તમારા ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ.
વિટામીન-સીની ખામીને કારણે થાય છે ડાર્ક સર્કલ
જો કોઈ વ્યક્તિ નાં શરીરમાં વિટામિન સીની ઊણપ હોય તો તેના કારણે શરદી, ઉધરસની સમસ્યા ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, પરંતુ વિટામીન-સીની ખામીને કારણે ડાર્ક સર્કલ્સ પણ થાય છે. વિટામીન સી તમારી ત્વચા ને લચીલી બનાવે છે. એટલું જ નહીં તેનાથી તમારી રક્ત કોશિકાઓ મજબૂત બને છે અને તમારી ત્વચા સ્વસ્થ રહે છે. વિટામીન સી ની કમી દૂર કરવા માટે લીંબુ, ટામેટા, કોબી વગેરેનું સેવન કરવું જોઈએ.
વિટામીન એ ની ઉણપ ના કારણે ડાર્ક સર્કલ થઈ શકે છે
જો તમારા શરીરમાં વિટામીન એ ની ઉણપ હોય તો તેના કારણે પણ ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે તમને જણાવી દઈએ કે, વિટામિન એ એન્ટી ઇન્જીગ નાં રૂપમાં કાર્ય કરે છે. વિટામિન એ માં એવું એન્ટીઓક્સીડેટ હોય છે જેનાથી કરચલીઓ માં છુટકારો મેળવવામાં સહાયતા મળે છે. એટલું જ નહીં વિટામિન એ ડાર્ક સર્કલ પણ ઓછા કરવામાં મદદ રૂપ થાય છે.વિટામિન એ ની કમી પૂરી કરવા માટે માખણ, પપૈયુ, તરબૂચ, એપ્રિકોટ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
વિટામીન કે ની ઉણપ ના કારણે ડાર્ક સર્કલ થઈ શકે છે
વિટામિન કે આપણી ત્વચાની દેખભાળ કરવામાં સહાયતા કરે છે. વિટામિન કે થી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. જો શરીરમાં વિટામીન કે કમી હોય તો તેના કારણે તમારી ત્વચા ખરાબ થવા લાગે છે. અને તેના કારણે તમારી આંખ નીચે ડાર્ક સર્કલ થાય છે. વિટામીન કે ની કમી પૂરી કરવા માટે આ વસ્તુઓનું સેવન કરવું. વિટામીન કે ની ઉણપ હોય ત્યારે લીલા શાકભાજી પાલક, માછલી અને ઈંડા જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.