શરૂ થઈ ગયું છે આ વર્ષનું પંચક ૧૬ ફેબ્રુઆરી સુધી ન કરવા આ કામો, અન્યથા થઈ શકે છે ભારે નુકસાન

શરૂ થઈ ગયું છે આ વર્ષનું પંચક ૧૬ ફેબ્રુઆરી સુધી ન કરવા આ કામો, અન્યથા થઈ શકે છે ભારે નુકસાન

૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ શુક્રવાર નાં સવાર નાં ૨ :૧૧ મિનીટ થી પંચક શરુ થી ગયું છે. જે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ મંગળવાર રાતના ૮ ને ૫૭ મિનિટ સુધી રહેશે. પંચક શુભ અને અશુભ બંન્ને હોય છે આ વખત નું પંચક અશુભ છે. જે શુક્રવાર થી શરૂ થયેલ છે અને તેને ચોર પંચક પણ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પંચક દરમિયાન ભૂલથી પણ કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. જો તમે એવું કરો છો તો તમને ભારે નુકશાન થઇ શકે છે.જે લોકોને ખબર નથી કે પંચક શું છે તેને જણાવી દઈએ કે, જ્યારે પાંચ નક્ષત્ર ધનિષ્ઠા આરંભ થઇ શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર ની તરફ જાય છે ત્યારે આ ક્રમ નાં સમય ને પંચક કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારે પંચકમાં કેટલીક વિશેષ સાવધાની રાખવી જોઈએ. જ્યાં સુધી પંચક ચાલે તે સમય દરમ્યાન વિશેષ શુભ કાર્યો કરવાથી બચવું જોઈએ. જે કાર્યો આ પ્રકારે છે.

Advertisement

  • પંચક સમય દરમિયાન ધન સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારની લેવડ દેવડ કરવી જોઈએ નહિ. આ સમય દરમ્યાન કોઈ બિઝનેસ શરૂ કરવા કે પૈસા ઈન્વેસ્ટ કરવા ઈચ્છતા હોવ તો તેનાથી બચવું. આ સમય દરમિયાન જો કોઈને ઉધાર આપો છો તો તમને આર્થિક નુકસાન અવશ્ય થઇ શકે છે. તેથી પંચક દરમિયાન ધનખર્ચ કરવાથી બચવું.
  • પંચક દરમિયાન લાકડી સંબંધિત કોઈ કાર્ય કરવું નહિ. ત્યાં સુધી કે કોઈ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય ત્યાં લાકડી ની ખરીદી કરવાથી બચવું. લાકડી થી બનેલી વસ્તુઓની  પંચક દરમિયાન ખરીદી કરવી નહીં.

  • પંચક દરમિયાન કોઈ પ્રકારની યાત્રા કરવાથી બચવું કહેવામાં આવે છે કે પંચક દરમિયાન કરવામાં આવેલ યાત્રા કષ્ટદાયક થઇ શકે છે.
  • પાંચ દરમિયાન ઘર ની છત બનાવી નહીં. જો ઘર નાં નિર્માણ નું કાર્ય ચાલતું હોય તો  પંચક પૂર્ણ થવાની રાહ જોવી.
  • પંચક સમય દરમિયાન કોઇ વ્યક્તિ નું અવસાન થાય છે તો પંચક નિવારણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરવામાં આવે
  • છે તો એવું કરવાથી પંચક દોષ લાગે છે.

  • આ દોષ નાં કારણે વ્યક્તિને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વાતનું વર્ણન ગરૂડ પુરાણમાં પણ કરવામાં આવે છે એવી પરિસ્થિતિમાં યોગ્ય રહેશે કે કોઈ પંડિતો ની સલાહ લઇ ને ઉચિત નિવારણ કરવું. ત્યાર પછી જ મૃતક વ્યક્તિ નાં અંતિમ સંસ્કાર કરવા.
Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *