શાહરૂખ ખાને પૈસાની બાબતે અનંત અંબાણી ને પૂછયો સવાલ, જવાબ સાંભળીને બોલવાનું થઈ ગયું બંધ

દુનિયાનાં સૌથી અમીર લોકોમાં મુકેશ અંબાણીનું નામ પણ શામિલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની ચર્ચા આખા વિશ્વમાં થાય છે. એ બંનેની જોડીને આદર્શ જોડી માનવામાં આવે છે. ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી તેનાં ત્રણ બાળકો છે. જેમાંથી આકાશ અંબાણી અને અનંત અંબાણી બંને ટ્વીન્સ છે.જેવી રીતે મુકેશ અંબાણી સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે. એવી જ સાદગી અનંત અંબાણ ને પણ પસંદ છે. પોતાના હાજર જવાબી સ્વભાવ નાં લીધે તેઓ ખૂબ જ જાણીતા છે. તેથી જ એક વાર બોલીવુડ નાં કિંગ ખાન શાહરૂખ ખાન નું બોલવાનું સ્ટેજ પર બધાની સામે તેમણે બંધ કરી દીધું હતું.
રિલાયન્સ ને વર્ષ ૨૦૧૭ માં ૪૦ વર્ષ પુરા થયા. એવામાં ગુજરાતન નાં જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું હોસ્ટિંગ શાહરુખ ખાન કરી રહ્યા હતા. આ સમય દરમિયાન શાહરૂખ ખાને સાથે અંબાણી પરિવાર પણ હાજર હતું. કાર્યક્રમ હોસ્ટ કરતી વખતે શાહરૂખ ખાને મુકેશ અંબાણી અને તેમ નાં ત્રણેય બાળકો સાથે વાત કરી હતી. શાહરુખ ખાને આકાશ અંબાણી અને નીતા અંબાણી સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. સ્ટેજ પર જ્યારે મુકેશ અંબાણીનાં દિકરા અનંત અંબાણી સાથે શાહરુખ ખાન વાતચીત કરી રહ્યા હતા.
ત્યારે તે સમય દરમિયાન શાહરૂખ ખાને તેઓને પોતાની પહેલી સેલરી વિશે જણાવ્યું. તેઓએ કહ્યું કે તેમને પહેલી સેલરી ફક્ત ૫૦ રૂપિયા જ મળી હતી. શાહરુખ ખાન તે વખતે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. તે સમય દરમ્યાન ત્યાં પંકજ ઉધાસનો એક મ્યુઝિકલ પ્રોગ્રામ હતો. શાહરૂખ ખાન મ્યુઝિકલ પ્રોગ્રામ માં એ વિચારીને વોલેન્ટિયર બન્યા હતા. કે કંઈ કમાણી થઈ જશે. તે કામ કરવા માટે શાહરૂખ ખાનને ત્યારે ૫૦ રૂપિયા મળ્યા હતા. શાહરૂખ ખાને વિચાર્યું હતું કે તેને કેવી રીતે ખર્ચ કરે તે પૈસાથી તેઓ તાજમહેલ ફરવા ચાલ્યા ગયા. સ્ટેજ પર કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાન ને અનંત અંબાણી ને પોતાની પહેલી સેલરી વિશે વાત કરી હતી. ત્યારબાદ તેઓએ અનંત અંબાણી ને તેમની પહેલી સેલરી વિશે સવાલ કર્યો હતો.
અનંત અંબાણી એ આ સવાલનો ખૂબ જ સારો જવાબ આપ્યો હતો. તેઓએ જે કહયું હતું તે સાંભળ્યા બાદ કાર્યક્રમ માં જેટલા લોકો હાજર હતા તે બધા હસવા લાગ્યા હતા. પોતાની પહેલી સેલરી વિશેના સવાલ પર શાહરૂખ ખાનને જવાબ દેતા આનંદ અંબાણી એ તેઓને કહ્યું હતું કે તમે રહેવા જ દો. મેં જો તમને મારી પહેલી સેલરી જણાવી દીધી. તો તમને શરમ આવશે. શાહરૂખ ખાને પોતાનાં સવાલ વિશે જ્યારે આવો જવાબ અનંત અંબાણી પાસેથી સાંભળ્યો ત્યારે તે હસવા લાગ્યા. નોધનીય છે કે, અનંત અંબાણી નાં પિતા મુકેશ અંબાણી ભારતનાં સૌથી અમીર વ્યક્તિ છે સાથે જ એશિયા માં અત્યાર નાં સૌથી ધનવાન વ્યક્તિ છે.