શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ ભુલથી પણ ન કરવા જોઇએ આ પ કામ, ભગવાન થઈ જાય છે નારાજ, થઈ શકે છે નુકશાન

આજના મોર્ડન જમાનાની સ્ત્રીઓ અને પુરુષો બંને એક બરાબર છે. મહિલાઓ ઘણી એવી વસ્તુઓ કરી રહી છે જે પહેલા પુરુષો કરતા હતા ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષો થી પણ સારું પ્રદર્શન કરી રહી છે. હવે આ વાત તો થઈ પ્રોફેશનલ સાથે જોડાયેલા કામો ની પરંતુ ધાર્મિક કાર્યોમાં મહિલાઓ દરેક વસ્તુ કરી શકતી નથી. શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો નું વર્ણન કરવામાં આવ્યું છે, જે મહિલાઓએ કરવું જોઈએ નહીં. તે કર્યો મહિલાઓ દ્વારા કરવામાં આવે તો તે અશુભ ગણવામાં આવે છે. તેનું ખરાબ પરિણામ મળી શકે છે. આ કાર્ય ફક્ત પુરુષો માટે જ છે. તો ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર કયા કામ મહિલાઓએ કરવા જોઇએ નહીં.
નારિયેળ ફોડવું
નાળિયેર ને માં લક્ષ્મી અને ઉર્વરા નું પ્રતીક માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં મહિલાઓ ને નાળિયેર ફોડવાની મનાઇ કરવામાં આવી છે. તમે મંદિરમાં જોયું હશે કે મોટેભાગે પુરુષો જ નાળિયેર ફોડતા જોવા મળશે. તેમજ જો કોઈ શુભ કાર્ય હોય તો ત્યારે પણ મહિલાઓ નાળિયેર ફોડતી નથી.
જનોઈ ધારણ કરવી
તમે જોયું હશે કે પુરુષો જનોઈ ધારણ કરે છે. મહિલાઓ જનોઈ ધારણ કરી શકતી નથી તે જનોઈ બનાવી જરૂર શકે છે પરંતુ મહિલાઓ ને તેને પહેરવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે.
બલિ આપવી
જ્યારે દેવી-દેવતાને બલિ આપવામાં આવે છે તે કાર્ય ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં મહિલાઓને બલી આપવાની મનાઇ કરવામાં આવી છે. આ કાર્ય મહિલાઓને શોભા આપતું નથી.
બજરંગ બલી નાં ચરણ સ્પર્શ
આ વાત બધા લોકો જાણતા હોય છે કે, હનુમાનજી બ્રહ્મચારી હતા એવામાં મહિલાઓએ તેનો સ્પર્શ કરવો જોઈએ નહીં. મહિલાઓ દૂરથી બજરંગ બલી ની પૂજા અવશ્ય કરી શકે છે. શાસ્ત્રોમાં મહિલાઓ દ્વારા હનુમાનજી નાં ચરણ સ્પર્શ ન કરવાનું કહેવામાં આવ્યું છે.
એકલા યજ્ઞ કરવો
મહિલાઓ એ એકલા મુખ્ય યજમાન ના રૂપમાં યજ્ઞ કરવો જોઈએ નહીં. શાસ્ત્ર તેની રજા આપતું નથી. મહિલાઓ જ્યારે યજ્ઞ કરે તો સાથે તેમના પતિ નું હોવું આવશ્યક છે આ વાત અન્ય ધાર્મિક કાર્યોમાં પણ લાગુ પડે છે. તેને કરતી વખતે તેની સાથે કોઈ પુરુષ હોવું અતિ આવશ્યક છે.