શાસ્ત્રો મુજબ આ જગ્યાઓ પર બિલકુલ પણ હસવું ન જોઈએ, પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે

ડોક્ટર અને શોધ મુજબ હસવું એ સ્વાસ્થ્ય માટે ખૂબજ સારું ગણાવવામાં આવે છે. હસવાથી આપણને ઘણા લાભ થાય છે. વિજ્ઞાન અને શાસ્ત્રો મુજબ હસવાથી વ્યક્તિને ઘણી બિમારીમાંથી છૂટકારો મળી શકે છે. હસવાથી લોહીની વૃદ્ધિ પણ થાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા સ્થાન પણ છે જ્યાં વ્યક્તિએ ભુલથી પણ હસવું જોઈએ નહીં. આ જગ્યાઓ પર ભૂલથી પણ હસવાથી પાપના ભાગીદાર બનીએ છીએ.તમને જણાવી દઈએ કે, ક્યાં એવા ૫ સ્થાન છે જ્યાં વ્યક્તિએ ભુલથી પણ હસવું જોઈએ નહીં.
સ્મશાન માં હસવાથી લાગે છે પાપ
જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જઈને હસે છે, તો તે ૧૦૦ પાપ બરાબર માનવામાં આવે છે .આ ઉપરાંત સ્મશાનમાં હસવાથી એ વ્યક્તિનાં પરિવાર નું પણ અપમાન ગણવામાં થાય છે જે વ્યક્તિ નું મૃત્યુ થયું હોય છે.
અર્થી પાછળ ક્યારેય ન હસવું
કોઈ મૃતક વ્યક્તિની શોક યાત્રા દરમ્યાન ભૂલથી પણ હસવું જોઈએ નહિ. એવું કરવાથી મૃતક વ્યક્તિનું અપમાન થાય છે. અને જેનું મૃત્યુ થયું હોય તેનાં પરિવારનું પણ અપમાન થાય છે.
કોઈ શોક સભામાં
કોઈ શોક સભામાં બેસવા જવાનું હોય ત્યાં મસ્તી મજાક કે હસવું જોઈએ નહીં. તેની સાથેજ શોક સભામાં જઈને કોઈ નકામી વાતો પણ કરવી જોઈએ નહીં.
મંદિરમાં આ વાતનું ધ્યાન રાખવું
પૂજા કરતી વખતે મંદિરમાં હસવું જોઈએ નહીં. મંદિરમાં આપણે ભગવાનની આરાધના કરવા માટે છે. માટે ત્યાં શાંત રહેવું જોઇએ. ઉપરાંત જ્યાં ભગવાનની કથા કે ગીતાજીનાં પાઠ થઈ રહ્યા હોય ત્યાં પણ હસવું જોઈએ નહી. એવી જગ્યા પર હસવાથી અને નકામી વાતો કરવાથી આપણે જ્ઞાનથી દૂર રહીએ છીએ. તેમજ બીજા લોકોને પણ પરેશાની થઇ શકે છે.