શાસ્ત્રોમાં આ ૨ રત્નોને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, ધારણ કરતી વખતે ન કરો આ ભૂલ

શાસ્ત્રોમાં આ ૨ રત્નોને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, ધારણ કરતી વખતે ન કરો આ ભૂલ

ગ્રહો નાં અશુભ પ્રભાવથી બચવા માટે ઘણા પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. જેનાથી ગ્રહ શાંત થાય અને તેનાં અશુભ પ્રભાવથી રક્ષા થઈ શકે. શાસ્ત્રોમાં નવ ગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ ગ્રહોને શાંત રાખવા માટે ઘણા એવા ઉપાયો નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં રત્નો ને ધારણ કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે ,ગ્રહ સાથે જોડાયેલ રત્ન ધારણ કરવાથી તેનાથી રક્ષણ મળે છે. પરંતુ જો ખોટું રત્ન ધારણ કરવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે અને જીવનમાં દુઃખો આવી શકે છે. તેથી સમજી-વિચારીને રત્ન ધારણ કરવું અને ધારણ કરતા પહેલા પંડીત ની સલાહ જરૂર લેવી. જ્યોતિષશાસ્ત્રનાં જાણકાર ના કહેવા અનુસાર તમારી રાશિ મુજબ રત્ન ધારણ કરવું.

જ્યોતિષશાસ્ત્રમાં આ ૨ સૌથી શક્તિશાળી રત્નો ગણવામાં આવ્યા છે. આ રત્નો જેટલાજ શુભ છે તેટલાં જ નુકસાનદાયક પણ સાબિત થઇ શકે છે. એવું કહેવામાં આવે છે કે આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ખૂલી જાય છે. પરંતુ ખોટી વ્યક્તિ આ રત્નને ધારણ કરી લે તો તેનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. અને આ ૨ શક્તિશાળી અને ખતરનાક રત્ન  નું નામ હીરો અને નીલમ છે.

હીરો રત્ન

હીરો રત્ન દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને તેની ચમક ખૂબ તેજ હોય છે. આ શુક્ર ગ્રહનું રત્ન માનવામાં આવે છે. જે લોકો આ રત્નને ધારણ કરે છે તેને સુખ સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર આ રત્ન પહેરવાથી વૈવાહિક જીવન પર તેની સારી અસર પડે છે. આ રત્ન ધારણ કરવાથી દરેક સુખની પ્રાપ્તિ થાય છે. જોકે આ રત્ન ખૂબ જ સાવધાની પૂર્વક ધારણ કરવો જોઈએ.

હીરા રત્ન ધારણ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખવું

  • હીરો ધારણ કરતા પહેલા કુંડળી બતાવી અને પંડિત નાં કહેવાથી જ આ રત્ન ધારણ કરવો.
  • જે લોકોને ડાયાબિટીસ અથવા તો લોહી સાથે સંબંધિત કોઇ બીમારી છે. તે લોકોએ હીરો રત્ન ધારણ કરવાથી બચવું.
  • ૨૧ વર્ષ પછી અને ૫૦ વર્ષ પહેલા હીરો રત્ન ધારણ કરવો શુભ સાબિત થાય છે.
  •  જીવનમાં સમસ્યાઓ આવી રહી હોય તો આ રત્ન ધારણ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
  • હીરો જેટલો વધારે સફેદ તેટલુંજ વધારે ફળ આપે છે. ક્યારેય પણ દાગ વાળો કે તૂટેલો હીરો પહેરવો જોઈએ નહીં. એવો હીરો ધારણ કરવાથી અપયશ કે દુર્ઘટના થઈ શકે છે હીરા રત્ન ની સાથે મૂંગા રત્ન અને ગોમેદ રત્ન ધારણ કરવો નહી. આવું કરવાથી ચારિત્ર્ય નું પતન થઇ શકે છે.

 નીલમ

ભૂરો રંગ શનિદેવને ખૂબ જ પ્રિય છે આ રત્ન શનિ દેવ નો મુખ્ય રત્ન છે. આરત્ન નો  રંગ ભૂરો હોય છે જેનાં કારણે તેને નીલમ કહેવામાં આવે છે. નીલમ રત્નને શનિદેવ નાં નામથી પણ ઓળખવામાં આવે છે. તે કુરનંદમ સમૂહ નો રત્ન છે અને માણિક્ય સાથે જોવા મળે છે. શનિ ગ્રહના પ્રકોપથી બચવા માટે આ રત્ન ધારણ કરવો જોઈએ. આ રત્ન ધારણ કરવાથી શનિ લાભ અને સુરક્ષા પણ મળે છે. જોકે આ રત્નને ધારણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ અને પંડિત ના કહેવા બાદ જ રત્ન ધારણ કરવો જોઈએ.

નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું

  • કુંડળીમાં ગ્રહોની ચાલ ના આધારે રત્ન ધારણ કરવો જોઈએ.
  •  આ રતનને કેવળ લોઢા અથવા ચાંદીની ધાતુમાં જ ધારણ કરવાથી ફળ મળે છે. નીલમ રત્ન ને ક્યારેય સોનામાં ધારણ કરવો નહી.
  • આ રત્ન શનિવાર નાં દિવસે ધારણ કરવો જોઈએ. શનિવાર નાં દિવસે મધ્યરાત્રિના ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
  •  નીલમ નો રંગ જમણા હાથમાં પહેરવો અને તેની સાથે જલ તત્વ નું રત્ન જરૂર ધારણ કરવું.
  •  ચોરસ આકાર નો નીલમ પહેરવો ખૂબ જ શુભ રહે છે. આ રત્ન ધારણ કરતા પહેલા ભગવાન શિવજી અને શનિદેવ નું નામ લેવું ત્યારબાદ તેને ધરણ કરવો.
  • નીલમનો રત્ન એકદમ સાફ હોઈ અને તૂટેલો ના હોય તેવો રત્ન જ  કરવો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *