શું છે સંતાન દોષ, જાણો તેનું જ્યોતિષીય કારણ અને નિવારણ

માં અને બાળક નો સંબંધ સંસારમાં સ્વાર્થ રહિત હોય છે. માં બાળકને જન્મ આપે છે અને પોતાની મમતા અને પ્રેમ બાળક પર ન્યોછાવર કરી દે છે. માં બની ને એક સ્ત્રી સાર્થક થઈ જાય છે. અને પિતા બની ને પુરુષ ગૌરવ અનુભવે છે. તેનાથી વિપરીત જે દાંપત્ય જીવન જીવે છે પરંતુ મા-બાપ બની શકતા નથી. તેનું જીવન અધૂરું રહે છે. આ પીડાદાયક સ્થિતિથી બચવા માટે ગ્રહો નું અવલોકન કરવું જરૂરી છે. ક્યારેક ક્યારેક કુંડળી અને ગ્રહોની સ્થિતિ નાં કારણે લોકોને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી.
જ્યોતિષ અનુસાર અનુસાર કુંડળીમાં જ્યારે પાંચમાં ભાવનો સ્વામી સાતમા ભાવમાં હોય અને ગ્રહ કુર પ્રભાવથી ગ્રસ્ત હોય તો એવી સ્ત્રી માં બની શકતી નથી. બીજી સ્થીતી માં પાંચમા ભાવમાં બુધ હોય અને તે પીડિત હોય તો અથવા સાતમાં ભાવમાં શત્રુ રાશિ નીચ કે બુધ હોય ત્યારે સ્ત્રી સંતાન ઉત્પન્ન કરી શકતી નથી. અન્ય ગણના અનુસાર કુંડળી નાં પાંચમા ભાવમાં રાહુ હોય અને તેનાં પર શનિની દૃષ્ટિ હોય એ જ પ્રકારે સાતમા ભાવમાં મંગળ અને કેતુ ની નજર હોય શુક્ર આઠમા ભાવમાં હોય એવી સ્થિતિમાં સંતાન થવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે.
સંતાન દોષ નિવારણ નાં ઉપાયો
- સંતાન ન હોવા પર દંપતી મંદિર દરગાહે જઈને શ્રદ્ધાની સાથે માનતા રાખે છે. એવામાં સાથે જ જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો જલ્દીથી ફળ પ્રાપ્ત થાય છે.
- જે કન્યા નાં ગ્રહો આ પ્રકારે હોય તો તેણે સંતાન ગોપાલ મંત્ર નાં સવા લાખ જાપ શુભ મુહૂર્તમાં આરંભ કરવા. તેની સાથે જ ગોપાલ મુકુંદ અને લડ્ડુ ગોપાલ ની પૂજા કરવી. અને માખણ મિસરીનો ભોગ ધરાવવો. ગણપતિજીનું પૂજન શુદ્ધ ઘીનો દીવો કરીને કરવું.
- સંતાન પ્રાપ્તિ ની પૂજા માં સહાયક આ મંત્ર “ॐ हिं क्ली देवकीसुत, गोविन्द वासुदेव जगत्पते देहि मे, तनयं कृष्णा त्वाहम शरणागत क्ली ॐ। કરવો.
- સરળ ઉપાય માટે કેળા નાં વૃક્ષ પાસે જઇને બાલમુકુંદ ભગવાનની પૂજા કરવી.
- ૧૧ પ્રદોષ નું વ્રત કરવું દરેક પ્રદોષ પર ભગવાન શંકર નો રુદ્રાભિષેક કરવો. આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.
- ગરીબ બાળકને પુસ્તક, ખાવા-પીવાની વસ્તુઓ વગેરે નું દાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. આંબો, આમળા, લીમડો, બીલી અને પીપળો આ પાંચ વૃક્ષ લગાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.