શું રેખાનાં પહેલા પતિ છે આ વ્યક્તિ, જાણો બંનેના લગ્ન પાછળ ની સચ્ચાઈ

હિન્દી સિનેમાની સૌથી સુંદર, સદાબહાર અને દિગ્ગજ અભિનેત્રીઓમાં એક રેખાની લાઈફ રહસ્યોથી ભરેલી છે. રેખા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. તે ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. રેખાનું અમિતાભ સાથેનું અફેર હોય કે પછી દિવંગત અભિનેતા વિનોદ મહેરા સાથેનો પ્રેમ કે મુકેશ અગ્રવાલ સાથેના લગ્ન. દરેક વાતને લઈને રેખા ચર્ચામાં રહે છે. દરેક સંબંધમાં તેમને દુઃખ જ મળ્યું છે. ફિલ્મોમાં શરૂઆતનાં દિવસો દરમિયાન તેમને શારીરિક રંગ રૂપ નાં લીધે આલોચના સહન કરવી પડી હતી. ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં તો આવે બોલિવૂડમાં ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં આવેલ રેખાએ આ દરેક પરીસ્થિતિ વચ્ચે પોતાને એક સફળ અભિનેત્રી નાં રૂપમાં સાબિત કર્યા.
રેખાનું અફેર પોતાની ઉંમરના અભિનેતાઓ સાથે તો રહ્યું. સાથેજ પોતાની ઉંમરથી નાના કલાકારો સાથે પણ તેમના અફેરની ચર્ચા સાંભળવા મળી હતી. એમાંથી એક સંજય દત્ત અને અક્ષય કુમાર નામનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૬ માં આવેલ ફિલ્મ ‘ખેલાડીઓ કે ખેલાડી’ માં રેખા અને અક્ષય કુમારે સાથે કામ કર્યું હતું. આ દરમ્યાન તેઓ એકબીજાથી નજીક આવ્યા હતા. જયારે અગાઉ રેખાના સંજય દત્ત સાથેના અફેરને લઈને ચર્ચાઓ પણ હેડલાઇન્સ માં હતી. આજે અમે તમને આર્ટીકલ નાં માધ્યમથી રેખા અને સંજય દત્તના અફેર વિશે જણાવીશું.
રેખાનું જીવન એક રહસ્યમય કહાની જેવું રહ્યું છે. ફિલ્મોમાં કાર્યરત રહેવા દરમિયાન રેખાના જીવન નાં કિસ્સાઓમાં પ્રેમ, નફરત, દુઃખ, એકલતા દરેક વસ્તુ નો સમાવેશ છે. આજેપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રેખા નું અફેર ચર્ચામાં રહે છે. પરંતુ એક સમયે રેખાને સંજય દત્ત સાથે પણ પ્રેમ થયો હતો.
જાણવા મળ્યું છે કે, સંજય દત્તને રેખા એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. મીડિયામાં તો તે સમયે એવા રિપોર્ટ હતા કે, બંનેએ બધાની જાણ બહાર ચોરી છુપી થી લગ્ન પણ કરી લીધા હતા. તમને જણાવી દઈએ કે, ૧૯૮૪ આવેલ ફિલ્મ ‘જમીન આસમાન’ માં બંનેની જોડી જામી હતી. ફિલ્મમાં સાથે કામ કરવા દરમ્યાન રેખા અને સંજય દત્તના અફેરની ચર્ચા મીડિયામાં સાંભળવા મળતી હતી. જોકે અભિનેત્રી રેખાએ ક્યારેય પણ આ અફેર વિશે કઈ જણાવ્યું નથી. જ્યારે સંજય દત્તને આ વિષય પર પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે પણ આ સવાલ નાં જવાબમાં કશું જણાવ્યું નહતું. રેખાના વર્ક ફન્ટ ની વાત કરીએ તો તેમણે બોલિવૂડ માં એકથી એક સુપર હિટ ફિલ્મ આપી છે. પોતાની શાનદાર એક્ટિંગની સાથે જ રેખાની સુંદરતા નાં પણ લાખો લોકો ચાહક છે.
તેમજ અભિનેતા સંજય દત્તની વાત કરીએ તો સંજય દત્તે પણ બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ઇન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સ નાં લિસ્ટ માં પણ તેમના નામનો સમાવેશ છે. સંજય દત્ત પોતાની આગામી ફિલ્મ ‘કે જી એફ ચેપ્ટર ૨’ ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કન્નડ ફિલ્મો નાં સ્ટાર યશ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે રવિના ટંડન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થઈ શકે છે.