શું તમે જાણો છો કેબીસી વિશેની આ સચ્ચાઈ વિશે ૫૦ લાખ જીત્યા પછી કન્ટેસ્ટેટ ને મળેછે ફક્ત આટલી રકમ

કોન બનેગા કરોડપતિ શો જેમ જેમ આગળ વધી રહયો છે. તેમ-તેમ તેને એક થી એક કરોડપતિ મળી રહ્યા છે. કેબીસી ની આ ૧૨મી સિઝન ને અત્યાર સુધીમાં ત્રણ કરોડપતિ મળી ચૂક્યા છે. અને ખાસ વાત એ છે કે, તે ત્રણેય કરોડપતિ સ્ત્રીઓ છે. અને આ ત્રણેય સ્ત્રીઓ પાછલા ત્રણ અઠવાડિયામાં જ કરોડપતિ બની ચુકી છે.ટીવીના પોપ્યુલર શોમાં એક બિગ બીનો શો કોન બનેગા કરોડપતિ પણ શામિલ છે. વિતેલા ૨૦ વર્ષોથી આ શો દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. શોમાં ભાગ લેનાર સ્પર્ધક હંમેશા મોટી રકમ જીતીને જાય છે.તમે જોયું હશે કે અત્યાર સુધી શોમાં પોતાના જ્ઞાન અને આવડતને લીધે અનેક સ્પર્ધકો લાખો, કરોડો રૂપિયા જીતી ચૂક્યા છે. સ્પર્ધક જે રકમ જીતે છે અમિતાભ બચ્ચન તેને તે રકમ ચૂકવી દે છે.
જોકે તે ફક્ત આપણને બતાવવામાં આવેછે. સ્પર્ધક ને તેની પૂરી રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે હકીકતમાં એવું થતું નથી.માની લો કે, અમિતાભ બચ્ચન નાં શોમાં કોઈ સ્પર્ધક ૫૦ લાખની રકમ જીતી ચૂક્યો છે. પરંતુ તેને ૫૦ લાખ ની પૂરી રકમ આપવામાં આવતી નથી. તેને થોડી રકમ જ આપવામાં આવે છે. તમને થશે આવું કેમ તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ
શા માટે મળે છે સ્પર્ધક ને ઓછી રકમ
“કોન બનેગા કરોડપતિ” શો માં જોવામાં આવે છે કે, અમિતાભ બચ્ચન સ્પર્ધક ને જીતેલી રકમ તેનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની વાત કહે છે. જોકે, આ રકમ માંથી થોડી રકમ બાદ કરીને તેનાં એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. કારણકે આ રકમ પર ટેક્સ પણ લાગે છે. અને તે લાગ્યા બાદ રકમ ઓછી થઈ જાય છે. જો કોઈ સ્પર્ધક ની આવક ઝીરો હોય તો ૨.૫ લાખ પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. જ્યારે ૨.૫ થી ૫ લાખ સુધીની રકમ ૫ ટકા સુધી નો ટેક્સ લાગે છે. અને આગળ જતાં પ થી ૧૦ લાખની રકમ પર ૨૦ ટકા ટેક્સ ચૂકવવો પડે છે.જ્યારે ૧૦ લાખથી ૫૦ લાખ સુધીની રકમ પર ૩૦ ટકા જેટલો ભારે ટેક્સ ચૂકવવો પડે છે. ત્યાં જ ટેક્સ પર સરચાર્જ પણ ૧૦ ટકા લગાવવામાં આવે છે. અને બીજા ૪ ટકા પણ એડ કરવામાં આવે છે. હવે જ્યારે કોઈ સ્પર્ધક કેબીસી માંથી ૫૦ લાખ રૂપિયાની રકમ જીતે છે, એવામાં ૧૩ લાખ ૩૦ હજાર રૂપિયા ટેક્સ નાં ચુકવવા પડે છે.કેબીસીમાં સ્પર્ધક ને આમ લગભગ ૩૬ લાખ રૂપિયા થી વધારે રકમ મળે છે. તમને આ પરથી ખ્યાલ આવી જશે કે જે રકમ જીતે છે તેમાંથી સ્પર્ધક ને રકમ ઓછી કેમ મળે છે.