શું તમે જાણો છો મહામૃત્યુંજય મંત્રની રચના કઈ રીતે થઈ હતી, જાણો તેનાં રહસ્ય વિશે

શું તમે જાણો છો મહામૃત્યુંજય મંત્રની રચના કઈ રીતે થઈ હતી, જાણો તેનાં રહસ્ય વિશે

મહામૃત્યુંજય મંત્ર ને દુનિયામાં સૌથી શક્તિશાળી મંત્ર ગણવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર હિન્દુ ધર્મ  નો  એક પ્રમુખ મંત્ર છે. જેનો સંબંધ ભગવાન શિવજી સાથે છે. આ દિવ્ય મંત્ર ને  સિદ્ધ કરીને મૃત્યુ પર પણ વિજય મેળવી શકાય છે. પ્રાચીનકાળમાં જે રીતે દેવતાઓ પાસે અમૃત હતું અને દાનવ પાસે મંત્રની શક્તિ હતી. દાનવ ઋષિ શંકરાચાર્યજી દ્વારા જ્યારે આ મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવામાં આવતો ત્યારે દાનવો ફરી જીવિત થઇ જતા હતા. આ મંત્રને મૃત સંજીવની મંત્ર પણ કહેવામાં આવે છે.હિન્દુ ધર્મમાં સૌથી સિદ્ધ અને વ્યાપક રૂપથી ઓળખવામાં આવતો આ મંત્ર છે. ચાલો જાણીએ આ દિવ્ય મંત્રની રચના કઈ રીતે થઈ હતી અને આ મંત્રનું રહસ્ય શું છે.

 

પોરાણિક કાળ માં શિવજી નાં અનન્ય ભક્ત મૃકન્ડ ઋષિ ખૂબ જ દુઃખી રહેતા હતા. તેનાં ભાગ્યમાં સંતાનયોગ નહતો. તેથી તેમણે વિચાર્યું કે ભગવાન શિવ સંસાર નાં દરેક વિધાન બદલી શકે છે. તેમણે ભોળાનાથ ને પ્રસન્ન કરવાનું વિચાર્યું. ઋષિએ ભોળાનાથની ઘોર તપસ્યા કરી. ભોળાનાથ ઋષિનાં તપ નું કારણ જાણતા હતા. તેથી તેઓએ તેને જલ્દીથી દર્શન દીધા નહીં. પરંતુ ઋષિ મૃકન્ડ એ હાર માની નહિ અને તપસ્યા કરી. અંતમાં ભોળાનાથ પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા. ભોળાનાથે તેમને કહ્યું કે વિધાતા નાં  વિધાનને બદલી અને તને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું. પરંતુ આ વરદાન ની સાથે એક વિષાદ પણ રહેશે. ભોળાનાથ નાં વરદાન થી તેને પુત્ર થયો. તેનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું. જ્યોતિષો એ જણાવ્યું કે પુત્ર થશે પણ તેની ઉંમર ફક્ત ૧૨ વર્ષની રહેશે.

ઋષિ એ તેનાં પત્ની આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી થયા. તેમનાં પત્નીએ વિચાર્યું કે જે ઈશ્વરની કૃપાથી તેને સંતાન પ્રાપ્તિ થઈ છે. તે જ ભોળાનાથ તેની રક્ષા કરશે. માર્કંડેય મોટો થવા લાગ્યો અને પિતાએ તેને શિવ મંત્રની દીક્ષા આપી. માર્કંડેય ની માતાને બાળકની ઉંમર વધવાની સાથે  ચિંતા થતી હતી. તેઓએ માર્કંડેય ને અલ્પ આયુ વિશેની વાત જણાવી. માર્કંડેય એ નિશ્ચય કર્યો કે માતા પિતાના સુખ માટે તે એ જ સદાશિવ ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરશે જેણે તેમને જીવન આપ્યું છે. ૧૨ વર્ષ પૂર્ણ થવા આવ્યા હતા. શિવજીની આરાધના કરી અને મૃત્યુંજય મંત્ર ની રચના કરી અને શિવમંદિરમાં જઈ ને તેના અખંડ જાપ શરુ કર્યા.

સમય પૂર્ણ થતા યમદૂત માર્કંડેય ને લેવા આવ્યા તેમણે  જોયું કે બાળક માર્કંડેય મહાકાળ ની આરાધના કરી રહ્યો છે. તેઓએ થોડીવાર પ્રતિક્ષા કરી માર્કંડેય એ અખંડ જાપનો  સંકલ્પ કર્યો હતો. યમદૂત માર્કંડેય  નો સ્પર્શ કરી શક્યા નહિ અને પરત ફર્યા. તેઓએ યમરાજને જણાવ્યું કે બાળક સુધી પહોંચવાનું અમારી હિમત થઈ નહીં. આ વાત પર યમરાજે કહ્યું કે હું તેને લેવા જઈશ. યમરાજ માર્કંડેય પાસે તેણે લેવા ગયા. બાળક માર્કંડેય  યમરાજને જોઈને જોશથી મહામૃત્યુંજય નાં જાપ કરવા લાગ્યું. યમરાજ બાળક માર્કંડેય ને ખેંચીને લઈ જવા લાગ્યા. ત્યારે જ મંદિરમાં પ્રચંડ પ્રકાશ થયો જેને યમરાજ ની આંખો ને આંજી દીધી.  શિવલિંગ માંથી સ્વયં ભગવાન મહાકાળ પ્રગટ થયા અને તેણે પોતાના હાથમાં ત્રિશુલ લઈને માર્કંડેય ને સાવધાન કર્યા અને પૂછ્યું તમે મારી સાધનામાં લીન ભક્ત ને ખેચીને લઈ જવાની હિમત કઈ રીતે કરી.

યમરાજ મહાકાળ નું પ્રચંડ રૂપ જોઈને કાપવા લાગ્યા. તેઓએ કહ્યું પ્રભુ હું તમારો સેવક છું તમે જ જીવો નાં પ્રાણ હરવાનું દ્દુષ્ય કાર્ય મને શું આપ્યું છે. ભગવાન શિવ નો ક્રોધ શાંત થયો અને તે બોલ્યા હું મારા ભક્તની સ્તુતિથી પ્રસન્ન થયો છું અને હું તેને દીર્ઘાયુ નું વરદાન આપું છું. તમે તેને નહીં લઈ જઈ શકો. યમરાજે કહ્યું પ્રભુ તમારી આજ્ઞા સર્વોપરી છે. હું તમારા ભક્ત માર્કંડેય દ્વારા રચિત મહામૃત્યુંજય નાં પાઠ કરનાર જીવને ત્રાસ આપીશ નહીં.મહાકાળી ની કૃપાથી માર્કંડેય ઋષિ ને દીર્ઘાયુ પ્રાપ્ત થયુ. તેનાં દ્વારા રચવામાં આવેલ મહામૃત્યુંજય નો જાપ કાળ ને પણ પરાજિત કરી શકે છે. સોમવાર નાં દિવસે મહામૃત્યુંજય નાં જાપ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. અને અસાધ્ય રોગો તેમજ માનસિક વેદનામાં રાહત થાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *