શું તમે પણ ચા પીવાના શોખીન છો, તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ સમસ્યાઓ

શું તમે પણ ચા પીવાના શોખીન છો, તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ સમસ્યાઓ

મોટે ભાગે લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફીની સાથે કરે છે તેમજ કેટલાક લોકોને ચા અને કોફી ની એટલી બધી આદત હોય છે કે, તે દિવસમાં ઘણીવાર ચા અને કોફી પીવે છે. શિયાળાની સિઝનમાં લોકો શરદી દુર કરવા માટે ઘણી વાર ચા પીવે છે પરંતુ તમને જણાવી દઈએ કે, વારંવાર ચા પીવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન છે મતલબ સાફ છે કે, વધારે ચા પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. વધારે ચા પીવાથી નુકસાન તો થાય જ છે પરંતુ એક સીમિત માત્રામાં ચા નું સેવન શરીરને તરોતાજા રાખે છે. તેનાથી વિપરીત વધારે ચા પીવાથી નુકસાન થાય છે તમને જણાવી દઈએ કે એક કપ ચા માં ૨૦ થી ૬૦ મિલીગ્રામ કેફિન હોય છે એવામાં દિવસમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે ચાલો જાણીએ વધારે ચા પીવા થી થતા નુકસાનો વિશે

 

ગેસની સમસ્યા

કેટલાક લોકોને સવારે ઉઠતા જ ચા પીવાની આદત હોય છે પરંતુ એવું કરવાથી તેને છાતીમાં બળતરા, પેટમાં ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે એવામાં જો તમને સવારે ચા પીવાની આદત હોય તો તેની પહેલાં કંઈક ખાઈ લેવું જોઈએ.

ચક્કર આવવા

કેફીનની માત્રા વધારે હોવાને કારણે જો તમે ચા નુ  વધારે સેવન કરો છો તો તમને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. જોકે આ સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે તમે ૪૦૦ થી ૫૦૦ મિલીગ્રામ થી વધારે કેફીન નું સેવન કરો છો. જો તમે વધારે તણાવમાં રહો છો તો ચાનું સેવન ઓછું કરવું જોઈએ.

ઊંઘ ના આવવી

જો તમે દિવસમાં ૨ થી ૩ કપ કરતા વધારે ચા પીવો છો તો તેનાથી ઇન્સોમેનીયા નાં શિકાર થઈ શકો છો એટલે કે, તમારી રાતની ઊંઘ ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને રાતના ભોજન બાદ ચા પીવાની આદત હોય છે તે ખરાબ આદત છે જે લોકો એવું કરે છે તેનું  માનસિક સંતુલન બગડી શકે છે.

કિડની પર અસર

વધારે ચા પીવાથી કિડની ને નુકસાન થઈ શકે છે. જેનાથી તમને મોટી સમસ્યા થઈ શકે છે ખાસ કરીને એ લોકોએ વધારે ચા પીવાથી બચવું જોઈએ જેને ડાયાબિટીસ છે એટલું જ નહીં ડાયાબિટીસ નાં દર્દીઓ એ વધારે ગરમ ચા પીવી જોઈએ નહીં કારણ કે તેની સીધી અસર કિડની પર થાય છે.

ગર્ભાવસ્થા માં સમસ્યા

ગર્ભાવસ્થામાં વધારે ચા નું સેવન કરવું જોઈએ નહિ કારણ કે તેનાથી ઘણા પ્રકાર નાં  નુકસાન થઈ શકે છે. જ્યારે ગર્ભાવસ્થામાં કોઈ મહિલા વધારે ચા પીવે છે તો ત્યારે બાળક નાં જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવાનું જોખમ રહે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *