શું તમારા હોઠ કાળા પડી ગયા છે તો જરાક પણ ચિંતા ના કરતા આ ઘરેલુ ઉપાય થી થઇ જશે ગુલાબી અને મુલાયમ…

શુગર સ્ક્રબ : 1 ચમચી ખાંડ લઈ તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ નાખીને તેને હોઠ પર લગાવી 3-4 મિનિટ સ્ક્રબ કરો. પછી ધોઈ લો. સારાં પરિણામ માટે સપ્તાહમાં 2-3 વાર આ ઉપાય કરો. સ્ક્રબિંગથી હોઠ એક્સફોલિએટ થાય છે. જેનાથી ડેડ સ્કિન અને કાળા ડાઘ દૂર થઈ જાય છે.
કાકડીનો રસ : કાકડીનો રસ હોઠ પર લગાવી મસાજ કરી 15 મિનિટ રહેવા દો. દિવસમાં 2વાર આ ઉપાય કરો. કાકડીમાં રહેલી મોઈશ્ચરાઈઝિંગ અને બ્લિચિંગ ઈફેક્ટથી હોઠના કાળા ડાઘ દૂર થવા લાગશે અને હોઠની ડ્રાયનેસ પણ દૂર થશે.
બદામનું તેલ : બદામનું તેલ આંગળીઓ પર લઈને તેને હોઠ પર રાતે લગાવો અને હળવા હાથે મસાજ કરો. પછી આખી રાત તેને રહેવા દો. સવારે વોશ કરી લો. રોજ આ રીતે કરો. બદામના તેલમાં બ્લિચિંગ એજન્ટ હોય છે. જે હોઠને હાઈડ્રેટ રાખે છે અને કાળા ડાઘ દૂર કરે છે.
લીંબુ અને મધ : પા ચમચી મધમાં પા ચમચી લીંબુનો પસ મિક્સ કરીને હોઠ પર લગાવી મસાજ કરો. પછી 10 મિનિટ રાખીને પાણીથી ધોઈ લો. આવું દિવસમાં બેવાર કરો. લીંબુ અને મધમાં રહેલાં એન્ટીસેપ્ટિક ગુણ અને બ્લીચિંગ એજન્ટ હોઠને મુલાયમ અને ગુલાબી બનાવે છે. ડાઘ દૂર કરે છે.