શું તમને પણ ભોજન કર્યા બાદ તુરંત જ પાણી પીવાની આદત છે, તો થઈ જાવ સાવધાન

શું તમને પણ ભોજન કર્યા બાદ તુરંત જ પાણી પીવાની આદત છે, તો થઈ જાવ સાવધાન

ભોજન ને લઈને આપણામાંથી ઘણા લોકોની એવી આદત હોય છે જે ખરાબ જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. ઘણા લોકો ગમે ત્યારે ભોજન કરે છે જેમ કે રાતના કે સવારે ૩ થી ૪ ની વચ્ચે કેટલાક લોકો દિવસમાં જેટલું કામ નથી કરતા તેનાથી વધારે ભોજન કરે છે આપણા શાસ્ત્રોમાં રાત નાં ભોજન કરનારને પિશાચ નું ભોજન કરનાર કહેવામાં આવે છે. ક્યારેક ભોજન કરવાની આદત આપણને બીમાર કરી શકે છે. શું તમને ખબર છે કે પાણી સાથે પણ કંઈક એવી જ વાત જોડાયેલી છે.

 

જો તમને ભોજન બાદ તુરંત જ પાણી પીવાની આદત હોય તો તેને આજથી જ બંધ કરી દેવી. આપણા શાસ્ત્રો અનુસાર આયુર્વેદિક મુજબ એવું કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે. ભોજન કર્યા બાદ તુરંત જ પાણી પીવાથી તે ઝેર બની જાય છે. ખૂબ જ વધારે જરૂરિયાત હોય ત્યારે એક થી બે ઘૂંટડા પાણી પીઈ શકો છો. તેનાથી વધારે પાણી ભૂલથી પણ ના પીવું જોઈએ. જોકે એ હંમેશા કહેવામાં આવે છે કે, પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે પરંતુ તેને ખોટી રીતે પીવાથી હાનીકારક પરિણામ આપી શકે છે.

ઘણા લોકોને ભોજન કર્યા બાદ વધારે પાણી પીવાની આદત હોય છે એવામાં આપણે એ લોકોને જણાવી રહ્યા છે કે ભોજન બાદ પાણી પીવાથી કેટલું નુકસાન થઈ શકે છે. જ્યારે પણ આપણે કંઈક ખાઈએ છીએ ત્યારે તેને પચવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે એ ભોજન તમારી ગ્રાસ નળીમાં થઈને પેટ સુધી પહોંચે છે ત્યારબાદ આંતરડામાં પહોંચે છે તે સમયે પેટમાં બનેલ નેચરલ તરલ પાચનમાં મદદ કરવાનું કાર્ય કરે છે. આ સમયે વચ્ચે પાણી પીઈ લેવામાં આવે તો આ પ્રક્રિયા પ્રભાવિત થાય છે તેનાથી તમારું ખાધેલું ભોજન આંતરડામાંથી થઈને મળ દ્વારા બહાર નીકળી જાય છે.

જ્યારે આપણે ભોજન દરમિયાન પાણી પીઈએ છીએ ત્યારે જમવાનું પેટમાંથી આંતરડા માં જવું જોઈએ તેનાથી પહેલાં જાય છે એવામાં શરીર ને ભોજન માંથી પુરા પોષક તત્વો મળતા નથી ભરપૂર ખાવા છતાં પણ તમારું શરીર કમજોર રહે છે. ભોજન બાદ પાણી પીવાથી વજન પણ વધે છે જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હોવ તો યાદ રાખો કે, ભોજન બાદ પાણી પીવું નહીં જો કે ભોજન બાદ તરતજ પાણી પીવાથી જમવાનું પચતું નથી અને ભોજનમાં મોજુદ ગ્લુકોઝ ફેટ માં રૂપાંતર થાય છે. ભોજન બાદ પાણી પીવાથી ભોજન ખરાબ થઈ જાય છે અને પેટમાં એસિડિટીની સમસ્યા શરૂ થાય છે જો તમે વધારે મસાલેદાર ભોજન કરો છો તો આ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે પાણીથી શરીર નું ઈન્સ્યુલિન લેવલ વધે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *