શુક્ર નાં રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો નું ખુલશે ભાગ્ય,ધનની થશે રેલમછેલ

શુક્ર નાં રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો નું ખુલશે ભાગ્ય,ધનની થશે રેલમછેલ

શુક્ર ગ્રહ ને સુખદ વૈવાહિક જીવન અને પ્રેમનો કારક માનવામાં આવે છે. એવામાં શુક્ર નાં ગોચર થી દરેક જીવન પર અસર થાય છે.વર્ષ ૨૦૨૧ ની શરૂઆતમાં શુક્ર ગ્રહ તેની સ્થિતી બદલી રહ્યો છે. શુક્ર વૃશ્ચિક રાશિ માંથી નીકળી અને ધનુ રાશિમાં ગોચર કરવાનો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચરથી આ ૫ રાશિઓ ને ખૂબ જ લાભ મળવાનો છે. આવો જાણીએ આ ૫ રાશિ વિશે

મેષ રાશિ

શુક્રનું ગોચર મેષ રાશિ થી ૯ માં ભાવમાં થવા જઈ રહ્યું છે. આ ગોચર આપના માટે ખૂબ જ શુભ છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાના સંકેત છે. ધંધા કે નોકરીનાં સંબંધમાં મુસાફરી થવાના યોગ છે. તમારી યાત્રા સફળ થશે. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો તમારા માટે આ સમય સારો છે. આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં થોડો વધારો થઇ શકે છે. તમારે આવક અને ખર્ચ માં સંતુલન રાખવાની જરૂર છે. સામાજિક માન સન્માનમાં વધારો થશે.

મિથુન રાશિ

મિથુન રાશિમાં શુક્ર નું ગોચર ૭ માં ભાવમાં થવા જઈ રહ્યું છે. આ ગોચરથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે. જો તમે સિંગલ છો અને લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો, આ સમય દરમિયાન તમારા લગ્ન થવાની પૂરી સંભાવના છે. તમારી મીઠી વાતોથી લોકો તમારા તરફ આકર્ષિત થશે અને નવા લોકો સાથે તમારી ઓળખાણ વધશે. જો તમે પરણિત હો તો, દાંપત્યજીવનમાં મતભેદ અને તકરાર થઇ શકે છે. જો કે, જલ્દીથી આ ઝઘડો ખતમ પણ થઈ જશે.

સિંહ રાશિ

શુક્રનું ગોચર સિંહ રાશી થી ૫ માં ભાવે થઈ રહ્યું છે. સિંહ રાશિનાં લોકોને આ ગોચરથી શુભ પરિણામ મળવાની શક્યતા છે. સરકારી નોકરી કરતા લોકોને ઘણા ફાયદા મળશે. તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે તેનાથી તમને લાભ થશે. તમારા સારા વિચારો અને સૂચનો તમારા ઉપરી અધિકારીઓનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરશે. તેના કારણે ભવિષ્યમાં તમારા પ્રમોશન નાં યોગ છે. જો તમે  પ્રોપર્ટી અથવા સોના ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

તુલા રાશિ

ગોચરનાં સમયે શુક્ર ગ્રહ તુલા રાશી થી ૩જા ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિનાં જાતકો માટે આ ગોચર ખૂબ જ શુભ ફળદાયી છે. ભાઈ-બહેનો સાથેનાં સંબંધોમાં અંતર હશે તો, તે સમાપ્ત થશે અને સંબધમાં સુધારો થશે. ગોચર સમય દરમ્યાન તમને સારા પરિણામો મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન નસીબનો તમને પૂરો સાથ મળશે. આ સમય દરમિયાન પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે. અને આ પ્રવાસ થી તમને ખૂબ ફાયદો થશે.

મકર રાશિ

શુક્ર મકર રાશિથી ૬ ભાવમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તમારા અટકેલા કામ પૂરાં થશે. વિદ્યાર્થીઓને ઇચ્છિત સફળતા મળશે. વિદેશમાં કામ કરતા લોકો માટે આ ગોચર ખૂબ જ શુભ ફળદાયી છે. ગોચરનાં પ્રભાવ થી કોર્ટ-કચેરીનાં કામમાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત જે લોકો વિદેશ જઈને ભણવા અથવા નોકરી કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા પણ આ સમય દરમ્યાન પૂર્ણ થી શકે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *