શુક્ર ગ્રહ અસ્ત થવાથી આ રાશિના લોકોની ખુલી જશે કિસ્મત, તો આ રાશિના લોકો પર આવશે મુસીબત જાણો તમારી રાશિ વિશે

શુક્ર ગ્રહ ભૌતિક સુખ અને સંપન્નતા નો કારક ગ્રહ છે. ૧૪ ફેબ્રુઆરી એટલે કે રવિવાર નાં દિસે તે અસ્ત થઈ ચૂક્યા છે. અને ૬૧ દિવસ બાદ તે ઉધ્ય થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ અસ્ત થવાના કારણે સારા અને ખરાબ પરિણામો દરેક રાશિ ઉપર જોવા મળશે. કેટલીક રાશિના જાતકો ને શુક્ર ગ્રહ અસ્ત થવાના કારણે ખૂબ જ સંભાળીને રહેવાની જરૂર છે. ચાલો જાણીએ શુક્ર ગ્રહના અસ્ત થવાથી દરેક રાશિ પર તેની કેવી અસર જોવા મળશે.
મેષ રાશિ
શુક્ર ગ્રહ અસ્ત થવાથી આ રાશિના જાતકોને સંભાળી રહેવાની જરૂર છે. કારણ કે, તેનાથી તમારા કામકાજ પર ખરાબ અસર પડી શકે છે સાથે જ તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે તેથી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવો અને સ્વાસ્થ્ય નું ખાસ ખ્યાલ રાખવું.
વૃષભ રાશિ
શુક્ર ગ્ર્હ્હ નાં અસ્ત થવાથી વૃષભ રાશીના જાતકો ને નુકસાન થશે. આવનાર દિવસોમાં તમારા માન સન્માન ને હાનિ પહોંચી શકે છે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તે કાર્ય થોડા દિવસો માટે ટાળવું.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા જાતકોને શુક્ર ગ્રહ અસ્ત થવાથી લાભ પ્રાપ્ત થશે. નોકરીમાં નવા અવસરો મળશે. દાંપત્યજીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે અને પરિવાર નાં સભ્યોને તબિયત ખરાબ થઈ શકે છે.
કર્ક રાશિ
જો તમે કોઈ સારા કાર્યની શરૂઆત કરવાનું વિચારતા હોવ તો સમય યોગ્ય રહેશે નહીં. કોશિશ કરવી કે, શુક્ર ગ્રહ ઉદય થયા બાદ કોઇ શુભ કાર્ય કરવું. વાદ-વિવાદથી બચવું. સમજી ને નિર્ણય લેશો તો કારકિર્દીમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. ધન સંપત્તિની બાબતમાં સ્થિતિ સારી રહેશે.
સિંહ રાશિ
લાંબા સમયથી રોકાયેલ કાર્ય પૂર્ણ થવાથી સિંહ રાશિના જાતકોને ફાયદો થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. અને કારણ વગર કોઈ સાથે વિવાદમાં પડવું નહીં.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોનાં જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળશે. કેટલાક ખોટા લોકોની સંગત ને કારણે તમારા જીવનમાં પરેશાનીઓ વધી શકે છે સાથે જ બીનજરૂરી ધન ખર્ચ થી બચવું.
તુલા રાશિ
શુક્ર ગ્રહ અસ્ત થવાથી તુલા રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. તેની તમારા કામકાજ પર સીધી અસર પડશે. લગ્ન માટે જો તમારી વાત ચાલી રહી હોય તો તેમાં કોઈ વિઘ્ન આવી શકે છે. વેવાહિક લોકોના દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ ધ્યાન આપવાની આવશ્યકતા છે. નોકરી બદલવા નું વિચારતા હોવ તો તમારા માટે સમય શુભ છે. કર્જ માંથી મુક્તિ મળશે અને ખર્ચા ઉપર કંટ્રોલ થશે. સાથેજ શુક્ર અસ્ત થવાથી તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ જોવા મળશે. પરિવાર નાં સભ્યો સાથે વાદવિવાદ થી બચવું.
ધન રાશિ
શુક્ર અસ્ત થવાથી ધન રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમારા ભાઇ-બહેનનો સહયોગ મળી રહેશે. તમારા ખર્ચાઓમાં અચાનકથી વૃદ્ધિ થઇ શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. તેવામાં તમારા પાર્ટનર સાથે કારણ વગર વાદ-વિવાદથી બચવું. ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને કોઈ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને આગળ વધવું.
કુંભ રાશિ
શુક્ર અસ્ત થવાથી કુંભ રાશિના જાતકોને વિશેષ પરિણામ પ્રાપ્ત થશે. એક તરફ જ્યાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ત્યાંજ પરિવાર માં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમ્યાન ધર્મ-કર્મ માં તમારી રૂચી માં વધારો થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને શુભ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. આ સમય દરમિયાન મકાન વગેરે ખરીદવાની યોજના મોકૂફ રાખવી. ધન સંપત્તિની બાબતમાં તમારી સ્થિતિ પહેલાથી ખરાબ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોની પ્રશંસા થશે અને પ્રમોશન નાં અવસર પ્રાપ્ત થશે.