શુક્ર ગ્રહ નો તુલા રાશિ માં પ્રવેશ કરવાથી આ રાશિ નાં જાતકો નો ભાગ્ય ઉદય થશે, દરેક કાર્યમાં સફળતા મળશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ખૂબ જ ફાયદાકારક માનવા માં આવે છે કારણ કે, સાંસારિક સુખ સુવિધાઓ, પ્રેમ, શૌર્ય, આર્થિક બાબત નો કારક શુક્ર છે. તમને જણાવી દઈએ કે તે વૃષભ અને તુલા રાશિ નો સ્વામિ પણ છે. હાલમાં શુક્ર ગ્રહ આવવાનો છે ૧૭ નવેમ્બર ની મધ્યરાત્રિ થી તે ગોચર કરશે અત્યારે શુક્ર ગ્રહ કન્યા રાશિ માં છે અને ૧૭ નવેમ્બર થી રાતના ૧:00 ને ૧ મિનિટ પર કન્યા રાશિ માંથી તુલા રાશિમાં ગોચર કરશે અને તે ૧૧ ડિસેમ્બર સુધી તુલા રાશિ માં રહેશે.નોંધપાત્ર છેકે, શુક્ર ગ્રહ નાં ગોચર નો પ્રભાવ દરેક રાશિઓ પર પડેછે. શુક્ર ગ્રહ નાં ગોચર કરવાથી સુખ-સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ થાય છે. આજે અમે તમને શુક્ર નાં ગોચર કરવાથી રાશીઓ પર પડતા પ્રભાવ વિશે જણાવી રહ્યા છે.
મેષ રાશિ
શુક્ર ગ્રહ નું ગોચર થી મેષ રાશિ નાં જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિ નાં જાતક ને વેપાર ક્ષેત્રે ખૂબ લાભ થશે. અને દરેક કાર્યો માં સફળતા મળશે. જો નવો વેપાર ધંધો શરૂ કરવા ઈચ્છતા હોવ તે માટે આ સમય ઉત્તમ છે. જીવનસાથી સાથે ચાલતા ઝઘડા નો અંત આવશે.
વૃષભ રાશી
વૃષભ રાશિ નાં જાતક માટે શુક્ર ગ્રહ નું ગોચર ખાસ નહી રહે. નોકરિયાત વર્ગ એ તેનાં કાર્યક્ષેત્ર માં સંભાળીને રહેવું કોઈ ની સાથે વાદ-વિવાદ માં પડવું નહીં. પોતાનાં ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ બનાવી રાખવા. પારિવારિક સંબંધો માં સુધારો આવશે. આ દિવસો માં પરિવાર નાં સભ્યો સાથે સારો સમય વ્યતીત કરી શકશો. માતા-પિતા નાં સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થ એ પોતાનાં અભ્યાસ માં સખત મહેનત કરવી પડશે.
મિથુન રાશિ
મિથુન રાશિ નાં જાતકો માટે થોડી પરેશાની નો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તમારા ખાવા-પીવા માં ધ્યાન રાખવું તમારા સ્વાસ્થ્ય ઉપરાંત તમારા પરિવાર નાં સદસ્યો નાં સ્વાસ્થ્યનું પણ ખ્યાલ રાખવું. ભાઈઓ સાથે સ્થાવર સંપત્તિ અંગે વિવાદ ન થાય તેનો ખ્યાલ રાખવો, સંયમ રાખવો. નોકરિયાત વર્ગ ને આવક માં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે વાદ વિવાદ થવાની સંભાવના. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો.
કર્ક રાશિ
કર્ક રાશિ નાં જાતકો માટે ચોથા સ્થાન પર શુક્ર ગ્રહ ગોચર કરશે. એવામાં કર્ક રાશિ માટે તે ખૂબ શ્રેષ્ઠ ફળ આપશે. નોકરિયાત વર્ગ માટે તેનાં પ્રમોશન માટે નાં યોગ બને છે. જૂની બિમારી નો અંત આવશે. વ્યાપાર-ધંધા માં ધનલાભ થશે વિદ્યાર્થીઓ ને પોતાની ઇચ્છા મુજબ નું ફળ મળશે. વાહન સુખ ની પ્રાપ્તિ થશે.
સિંહ રાશિ
આ રાશિ નાં જાતકો માટે શુક્ર ગ્રહ નાં ગોચર થી તેના ભાગ્ય નો ઉદય થશે. કાર્યક્ષેત્ર માં તેનાં ઉપરી અધિકારીઓ સાથે સંબંધ મધુર રહેશે. અને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. તમારા ઉપરી અધિકારી તમારા થી ખુશ રહેશે. તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જો તમારા લગ્ન ની વાત ચાલી રહી હશે તો તે આગળ વધશે. શુક્રદેવ નાં આશીર્વાદ થી વ્યાપાર ક્ષેત્રે શ્રેષ્ઠ ખૂબ જ ઉન્નતિ થશે. રચનાત્મક કાર્યો માં તમારું મન લાગશે અને તેનાથી લાભ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિ નાં જાતકો માટે શુક્ર ગ્રહ નું ગોચર ફાયદાકારક રહેશે. તમારા પારિવારિક જીવન માં મીઠાશ રહેશે અને ઘર નાં સભ્યો સાથે તમે સારો એવો સમય વ્યતીત કરશો. આર્થિક પરેશાની માંથી મુક્ત થશો. આવનારા દિવસો માં તમને ધનલાભ થશે. તમારા આવક નાં નવા સ્રોતો ખુલશે. સાથે જ તમે તમારા બોલ-ચાલ ની રીત થી અન્ય લોકો ને તમારી તરફ આકર્ષિત કરવામાં સક્ષમ રહેશો. વ્યાપાર માં તમારા પિતા તરફ થી માર્ગદર્શન મળવા થી તમને યોગ્ય ફળ મળશે.
તુલા રાશિ
આ સમય તમને ખૂબ લાભકારક રહેશે. કાર્યક્ષેત્ર માં ઉન્નતિ થશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાથી તમને ભવિષ્ય માં ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. તમારા ઉપરી અધિકારીઓ ની મદદથી તમારું કામ પૂર્ણ થશે. જૂની સંપત્તિમાં થી લાભ થશે. કાયદાકીય કાર્ય માં સફળતા મળશે. આ રાશિ નાં જાતકો ને ટ્રાન્સફર નાં યોગ પણ છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ નાં જાતકો ને શુક્ર નાં ગોચર થી કંઈ ફાયદો નહીં થાય. આ રાશિ નાં જાતકો માટે આવનાર દિવસ સ્વાસ્થ્ય અંગે પરેશાની રહેશે. આર્થિક પરેશાની નો પણ સામનો કરવો પડશે. કાર્યક્ષેત્ર માં દુશ્મનો થી સાવધાન રહેવું. પોતાનાં ઉપરી અધિકારી ઓ સાથે સંબંધો માં મધુરતા રાખવી. કશુંક અણધાર્યું થવાના પણ સંકેતો છે. આવામાં શુક્ર નાં ગોચર સમયે ખૂબ સંભાળી ને રહેવું. કોઈ સાથે વાદ-વિવાદ માં પડવું નહીં. કાનૂની કાર્યો ને લીધે પરેશાની થવાના યોગ પણ છે.
ધનુ રાશિ
ધનુ રાશિ નાં જાતકો ને શુભ-અશુભ પરિણામ આપશે. કાર્યક્ષેત્ર માં તમારા કાર્યો માટે તમારી પ્રશંસા થશે. અને તમને નવો પ્રોજેક્ટ આપવામાં આવશે. જો તમે વિદેશ જવાની યોજના કરી રહ્યા છો તો, તમારું સપનું જલ્દી જ સાકાર થશે. એટલું જ નહિ પરંતુ જો તમે વિદેશ માં વ્યાપાર કરવા ઇચ્છતા હોવ તો સમય તમારા માટે યોગ્ય છે. જીવનસાથી સાથે તમારો સંબંધ મજબૂત થશે. પરિવાર નાં બીજા સભ્યો સાથે પણ સંબંધ માં મીઠાશ રહેશે.
મકર રાશિ
મકર રાશિ નાં જાતકો માટે શુક્ર નું ગોચર મિક્સ પરિણામ લઇને આવશે. નોકરિયાત વર્ગ ને તેના કામમાં પ્રમોશન મળી શકે છે. ત્યાં જ પરિવાર નાં સંબંધો માં તણાવ રહેશે. એવામાં તમારા ગુસ્સા પર કાબૂ રાખવો નહીં તો પરિવાર નાં સદસ્યો સાથે તમારા સંબંધ બગડવા ના અસાર છે. વ્યાપાર ક્ષેત્ર માં સક્રિય લોકો ને ફાયદો થશે. સમાજ માં તમારા માન સન્માનમાં વધારો થશે. ઘર કે વાહન ખરીદવા ની યોજના બનાવી રહ્યા છો તો, આ સમયે આ યોજના ને મોકૂફ રાખવી.
કુંભ રાશિ
કુંભ રાશિ નાં જાતકો માટે આવક નાં નવા સ્રોતો ખુલશે અને ધનલાભ થશે. ત્યાં જ કાર્ય ક્ષેત્ર માં પોતાના ઉપરી અધિકારીઓ તેનાં કામ ની પ્રશંસા કરશે. તેમ જ તમને પ્રમોશન નાં યોગ પણ બને છે. એટલું જ નહીં તમારા પગાર દરમાં પણ વૃદ્ધિ થશે. તમે જો વાહન ખરીદવા ઈચ્છતા હોય તો ગોચર કાળ માં તમારી આ ઈચ્છા પણ પૂર્ણ થશે. વ્યાપાર ક્ષેત્રે તમારા પિતા ની સલાહ લઈ ને કામ કરશો તો લાભ અવશ્ય મળશે.
મીન રાશિ
આ રાશિ નાં જાતકો ને કોઈ ફાયદો નહીં થાય. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અંગે પરેશાનીઓ નો સામનો કરવો પડશે. એવામાં મહામારી નાં સમય માં તમારે તમારું ધ્યાન રાખવું જરૂરી છે. બહાર નું ખાવા-પીવા માં ધ્યાન રાખવું. કોશિશ કરવી કે ઘર નું ખાવાનું જ ખાવું. વ્યાપારી લોકો એ સમજી-વિચારી ને નવો નિર્ણય લેવો મોટું નુકસાન થવાના સંકેત છે. પૈસા ની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. પરિવાર નાં સભ્યો સાથે મીઠાશ રાખવી. જીવનસાથી સાથે મુસાફરી પર જવાનો પ્લાન હોય તો થોડા દિવસ માટે તેને સ્થગિત રાખવો.