શુક્રવારની રાતે આ ઉપાય કરવાથી થઈ જશો માલામાલ, ધનની કૃપા વરસાવશે માં લક્ષ્મી

શુક્રવાર નો દિવસ દેવી લક્ષ્મીજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે જો વ્યક્તિ લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ રહે છે તો તેનાં જીવનમાંથી ધન સંબંધી દરેક પરેશાની દૂર થાય . વર્તમાન સમયમાં જોવામાં આવે તો લોકો દિવસ અને રાત સખત મહેનત કરે છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનાં ઘરમાં ધન સંપત્તિની ક્યારેય કમી ના રહે. પરંતુ ઘણી કોશિશ કરવા છતાં પણ આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો માં એ વાતનો ઉલ્લેખ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે તેનું જીવન ધન-ધાન્ય થી પરિપૂર્ણ રહે છે. માટે દરેક વ્યક્તિ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રયાસો કરે છે. આજે અમે તમને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શુક્રવાર નાં દિવસ માટેનાં કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. શુક્રવાર નાં દિવસે વિધિ-વિધાનપૂર્વક માતા લક્ષ્મીજીની પૂજા અને કેટલાક ઉપાયો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોમાં દેવ લક્ષ્મીજી નાં ૮ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમકે શ્રી આદિ લક્ષ્મી, શ્રી ધાન્ય લક્ષ્મી, શ્રી ધૈર્ય લક્ષ્મી, શ્રી ગજ લક્ષ્મી, શ્રી સંતાન લક્ષ્મી, શ્રી વિજય લક્ષ્મી શ્રી વીર લક્ષ્મી, શ્રી વિદ્યા લક્ષ્મી અને શ્રી ઐશ્વર્ય લક્ષ્મી નું વર્ણન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, માતાજીન નાં આ ૮ સ્વરૂપોની પૂજા કરવાથી જીવન માંથી ધનની કમી દૂર થાય છે. એટલું જ નહીં કર્જમાંથી પણ મુક્તિ મળે છે. માતાજી નાં આ સ્વરૂપો ની પૂજા થી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
- ધનની દેવી માતા લક્ષ્મીજી ના ૮ સ્વરૂપોની પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે શુક્રવાર નાં રાતનાં ૯ થી ૧૦ ની વચ્ચે પૂજા કરવી. પૂજા દરમિયાન આવશ્યક નિયમોનું પાલન જરૂરથી કરવું.
- શુક્રવાર નાં રાતનાં માતા લક્ષ્મીજીની પૂજા દરમ્યાન ગુલાબી રંગનાં કપડાં ધારણ કરવા અને પૂજા માટે ગુલાબી રંગ નાં આસનનો ઉપયોગ કરવો. આ ઉપરાંત માતા લક્ષ્મીજીની ફોટો અને શ્રીયંત્ર ને પણ ગુલાબી રંગનાં કપડાં પર સ્થાપિત કરવા.
- માતા લક્ષ્મીજીની પૂજા દરમ્યાન થાળીમાં ૮ ઘી નાં દીવા કરવા. અને લાલ રંગનાં ફૂલ અને લાલ રંગનાં ફૂલ ની માળા માતા લક્ષ્મીને અર્પણ કરવી અને પ્રસાદનાં રૂપમાં માતાજીને બરફી ધરાવવી.
- શુક્રવાર નાં રાતનાં માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે આ મંત્ર “ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा” નો જાપ ૧૦૮ વાર કરવા આ મંત્ર નાં જાપ કરવા માટે કમળ ગટ્ટાની માળા નો પ્રયોગ કરવો.
- પૂજા પૂર્ણ થઈ જાય ત્યારબાદ પૂજાની થાળીમાં રાખેલ ૮ દીવા લઈને ઘરની ૮ દિશામાં રાખવા. અને ધનની દેવી લક્ષ્મીજી ને હાથ જોડીને ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે ની પ્રાર્થના કરવી. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કૃપા તમારા પર બની રહેશે અને જીવનમાંથી ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે.