સિંધીયા સ્ટેટ માં ગણપતિજી નું મંદિર, જ્યાં મનપસંદ પાટનર મેળવા માટે ચડાવવું પડે છે એક ખાસ ફળ

ઈચ્છા મુજબ નાં પાટનર મેળવવામ માટે આમ તો ઘણા દેવી દેવતાઓની પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગણેશજી બુદ્ધિ નાં દાતા છે અને રિદ્ધિસિદ્ધિ નાં સ્વામી છે. ગણેશજી ની પણ ઈચ્છિત પાટનર મેળવવા માટે ઉપાસના કરવામાં આવે છે તેમજ સૌથી મહત્વની વાત એ છે કે, તેમની ઉપાસના ની વિધિ ખૂબ જ સરળ હોય છે. એવા અમે તમને આજે એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છે કે, જેના સંબંધમાં માન્યતા છે કે, અહીં કુંવારી કન્યાઓને ઈચ્છા અનુસાર વર ની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે કે, આ ગણેશજી જલ્દીથી તમારી ઈચ્છા પૂરી કરી દે છે પરંતુ તેને એક ખાસ વસ્તુ અર્પણ કરવી પડે છે. ચાલો જાણીએ આ અદભુત મંદિર વિશેની કથા અને કોઇ વિશેષ વસ્તુ અર્પણ કરવાથી મનપસંદ જીવનસાથી સાથે લગ્ન થાય છે.
આ મધ્યપ્રદેશ નાં શિવપુરી જિલ્લામાં પોહરી તહસીલ માં સ્થાપિત છે. શિવપુરી જિલ્લા નાં પોહરી તહસીલ નાં કિલ્લા માં પ્રાચીન ગણેશ મંદિર છે. જે ૨૦૦ વર્ષ પ્રાચીન છે. પહોરી દુર્ગ સિંધિયા સ્ટેટ માં આવે છે જે તે સમય નાં જાગીરદાર બાલાભાઈ સીતોલે હતા તેઓએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે મુખ્યાલય થી ૩૦ કિલોમીટર દૂર છે. મંદિર નું નામ ઈચ્છા પૂર્ણ ગણેશ છે. અહીં પોતાના નામ અનુરૂપ જ મંદિર માં આવનાર દરેક વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અહીં બાપા શ્રીજી નાં નામથી ઓળખાય છે. આ મંદિરમાં દરેક ઈચ્છાઓ પૂર્ણ તો થાય જ છે પરંતુ અહી કુંવારી કન્યાઓ મનપસંદ વર ની કામના ની પૂર્તિ માટે આવે છે.
કહેવામાં આવે છે કે, બાપા આ મંદિર માં આવનાર દરેક કન્યાને તેના મનપસંદ વર આપે છે. પરંતુ એક પરંપરા મુજબ યુવતીએ બાપા ની સામે ઊભા રહીને પોતાના મનપસંદ વર નાં ગુણો નાં વખાણ કરવાના હોય છે. ત્યારબાદ મનપસંદ વ્યક્તિ ને પતિ નાં રૂપમાં મેળવવા માટે પ્રાર્થના કરવાની હોય છે. કહેવાય છે કે, ગણપતિ દાદા યુવતીઓ ની પ્રાર્થના સાંભળે છે અને તેની ઈચ્છા જલ્દીથી પૂર્ણ કરે છે. જણાવી દઈએ કે, આ મંદિરમાં જે પ્રતિમા સ્થાપિત છે તે પુના થી સ્વયં બાલા ભાઈ સાહેબ લઈને આવ્યા હતા. મંદિરમાં પ્રતિમાને એવી રીતે સ્થાપિત કરવામાં આવી છે કે, બાલાભાઈ સાહેબ ને પોતાની બારી પરથી બાપા નાં દર્શન થઈ શકે. અહીની વિશેષતા છે કે, અહીં કુવારી છોકરીઓ લગ્ન માટે નાળિયેર ચડાવે છે તો તેમ નાં લગ્ન જલદીથી થઈ જાય છે.