સિંગલ રહેવું મુશ્કેલ લાગે છે તો બદલી દો આ ૫ આદતો, બની શકે છે જલ્દી બની જાય જોડી

સિંગલ રહેવું મુશ્કેલ લાગે છે તો બદલી દો આ ૫ આદતો, બની શકે છે જલ્દી બની જાય જોડી

પ્રેમ આ દુનિયાનો ખૂબસૂરત એહસાસ છે. જેને મેળવવાની દરેકને આશા હોય છે. પરંતુ કોશિશ ખૂબ ઓછા લોકો કરે છે. કોઈને પ્રેમ કરવો અને તેમનો પ્રેમ મેળવી પ્રેમ મેળવવો તે કિસ્મતની વાત લાગે છે. પરંતુ કહે છે ને કે ભગવાને પણ દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ વ્યક્તિ બનાવી છે. ઘણા લોકોને તેમનો પ્રેમ જલ્દીથી મળી જાય છે. તો ઘણા લોકોને ખૂબ રાહ જોવી પડે છે. ઘણા લોકો એવા હોય છે કે, તેની સામે જ તેમનો પ્રેમ હોય છે પરંતુ તે પોતાની કારકિર્દીમાં આગળ વધવાનાં લીધે પ્રેમને નજર અંદાજ કરે છે. જો તમે પણ આ રીતે સિંગલ છો અને રિલેશનશિપમાં જવા માંગતા હો તો જીવનમાં ઘણા પરિવર્તન કરવા જરૂરી છે.

પહેલ કરવામાં સંકોચ ના કરવો

ઘણીવાર એવું જોવામાં આવે છે કે, તમે કોઈને પસંદ કરતા હોવ પરંતુ તમે વિચારો છો કે સામેવાળી વ્યક્તિ પહેલા કહેશે. જ્યારે પ્રેમ તમને પણ છે તો પહેલા તમે પણ કહી શકો છો. જો આવામાં તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો તો વ્યક્ત કરવામાં શરમાવું ના જોઈએ. શું ખબર કે તેમને તમારો આ અંદાજ પસંદ આવી જાય અને તે તમને હા કહી દે.

અંદર જ ખુશી ને શોધવી

ઘણીવાર લોકો સિંગલ રહે છે અને પોતાનાં મિત્રોને રિલેશનશિપમાં જોઈને ઈર્ષ્યા કરે છે. જો તમે પણ આ કારણથી જ રિલેશનશિપમાં આવવા ઈચ્છતા હો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ક્યારેય પણ કોઈ બીજા લોકોને જોઈને સંબંધમાં ના આવવું. જ્યાં સુધી તમે ખુદ કોઈને પસંદ ના કરો. તમારે સમય જ વિતાવો છે તો એ વસ્તુ માં ખુશી શોધો કે જે તમારી અંદર જ છે. તેનાથી તમે ખોટા સંબંધમાં પડવાથી બચી જશો. અને ખુશ રહેશો. જ્યારે તમે પોતાને જ પ્રેમ કરવાનું શીખી લેશો ત્યારેજ બીજા લોકો તમને પ્રેમ કરી શકશે.

દિલની વાતો ને નકારવી

જ્યારે તમે લાંબા સમયથી સિંગલ છો. કોઈને જોઈને અચાનકથી તેને પોતાનાં બનાવવાની ઈચ્છા થવા લાગે ઉતાવળ ન કરવી. ત્યારે તમને ખબર પણ નથી પડતી કે તમે તેને પસંદ કરો છો કે નહીં. એવામાં દિલની વાતને થોડા દિવસો માટે નજરઅંદાજ કરવી અને એ વસ્તુ કરવી જેનાથી તમને ખુશી મળી છે. તમે તમારો કોઈ શોખ પૂરો કરી શકો છો અથવા કઇક નવું શીખી શકો છો.

વધારે પડતી આશા ના રાખવી

ઘણા લોકો સિંગલ રહે છે અને સંબંધમાં આવવા ઈચ્છે છે. પરંતુ એવું થતું નથી તેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ પોતાનાં થનાર પાર્ટનર થી વધારે પડતી આશા કરી રહી છે. એ વાતનું ધ્યાન રાખવું કે કોઇ પરફેક્ટ નથી હોતું. એવામાં કોઇ પરફેક્ટ ની તલાશ માં તમે એવા લોકોને પોતાનાથી દુર કરી દેશો કે જે તમારા માટે ખૂબ સારા હોય છે. તેથી વધારે પડતી આશા ન રાખવી. પરફેકશન નાં સપનાં જોવા છોડી દેવા પછી જુઓ કે કોઈની સાથે મળવું કેટલું સરળ રહેશે.

આદતો બદલવી

 

 

ઘણીવાર સિંગલ રહેતા લોકો એ વાત પર ધ્યાન નથી આપતા કે તે સિંગલ શા માટે છે? હોઈ શકે છે કે બધું સારું હોય. પરંતુ તેમનો સ્વભાવ અને તેમની આદતો કંઈક એવી હોય છે. જેનાથી લોકો તેની સાથે સંબંધ બાંધતા અચકાતા હોય. એવામાં તમારી આદતો ને  બદલવાની કોશિશ કરવી. થોડું હરવું-ફરવું જેનાથી તમારા વ્યવહારમાં પરિવર્તન આવશે. અને તમે પોતે પણ સારું મહેસૂસ કરશો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *