શિયાળા ની ઋતુમાં રામબાણ ઔષધ સાબિત થાય છે ખજૂર, દૂર કરે છે આ પરેશાનીઓ

શિયાળામાં ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. તેનું કારણ એ છે કે, ખજુરી ની તાસીર ગરમ હોય છે જે શરીરમાં ગરમી પેદા કરે છે આયુર્વેદિક અનુસાર ખજૂર ના ઘણા ફાયદાઓ છે ડાયાબિટીસ અને કબજિયાત જેવી બીમારીઓ દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે. ખજૂરમાં આયન, કેલ્શિયમ અને વિટામીન ની ભરપૂર માત્રામાં હોય છે જે શરીર ને જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે.
ખજૂર ને પોષણથી ભરપૂર માનવામાં આવે છે .જો કે જેના શરીરમાં પોષક તત્વોની કમી હોય છે તેને દૂધ સાથે ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ. ખજૂર તમારા હૃદયને હેલ્ધી રાખે છે જેના કારણે હૃદયની બીમારીનું જોખમ ઓછું રહે છે. એટલું જ નહીં ત્વચાને પણ ચમકદાર બનાવે છે. આજે અમે તમને શિયાળામાં ખજૂર ખાવા થી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવવાના છીએ. ચાલો જાણીએ ખજૂર ખાવાથી કયા-કયા લાભ થાય છે.
દાંત માટે
જો તમને દાંત સંબંધી સમસ્યા હોય તો તમારે તમારી ડાયટમાં ખજૂર નો સમાવેશ અવશ્ય કરવો જોઇએ. કારણ કે ખજૂરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે અને દાંત ની સમસ્યા કેલ્શિયમની કમી ના કારણે થાય છે. ગરમ દૂધ સાથે ખજુર નું સેવ કરવાથી ખુબજ ફાયદો થાય છે. અને તેનાથી દાંત પણ મજબૂત બને છે.
કબજિયાત
જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમારે સવાર અને સાંજે ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ. ખજૂર ખાધા પછી ગરમ પાણી પીવું તેનાથી ભોજન ઝડપથી પચે છે આયુર્વેદિક અનુસાર ખજૂરનું સેવન કરવાથી ગેસ અને અપચાની સમસ્યા દૂર થાય છે.
એનર્જી સ્ત્રોત
ખજૂરમાં ગ્લુકોઝ ફકટોજ અને સુક્રોજ ની ભરપૂર માત્રા હોય છે એવામાં ખજૂરનું સેવન કરવાથી તુરંતજ એનર્જી મળે છે. જો તમને એનર્જીની કમી મહેસૂસ થાય તો તરત જ ખજૂરનું સેવન કરી શકો છો.
હાડકા માટે
ખજૂરમાં એવા પોષક તત્વો મોજુદ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ, સેલેનિયમ મેગ્નેશિયમ અને કોપર ની સૌથી વધારે માત્રા ખજૂર માં હોયછે. તેથી ખજુર નું સેવન કરવાથી હાડકા મજબુત બને છે.
આયર્ન નો સ્તોત્ર
આયર્ન ની ઉણપ થી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. શરીરમાં આયર્નની ઉચિત માત્રા રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જણાવી દઈએ ,કે આયર્ન ની કમી ના કારણે થાક અને કમજોરી મહેસૂસ થાય છે. એવામાં ખજૂરનું સેવન કરવાથી થાક દૂર થાય છે. આ ઉપરાંત ખજૂર લોહીનું શુદ્ધિકરણ કરવામાં પણ મદદરૂપ થાય છે.