શિયાળાની ઋતુમાં અમૃત સમાન હોય છે ગોળ, તેને ખાવાથી નથી થતાં કોઈ રોગ

શિયાળાની ઋતુમાં અમૃત સમાન હોય છે ગોળ, તેને ખાવાથી નથી થતાં કોઈ રોગ

શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુ નું સેવન કરવુ લાભકારી રહે છે. અને ગરમ વસ્તુને ખાવાથી શરીરમાં સરળતાથી બીમારી લાગુ પડી શકતી નથી. ગરમ વસ્તુ ઉપરાંત ગોળ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો પહોંચે છે. તેથી શિયાળાની શરૂઆત થતાં ગોળનું સેવન જરૂર કરો ચાલો જાણીએ શિયાળામાં ગોળ ખાવાથી શરીરને કયા લાભ મળે છે અને કઈ બીમારી ગોળ ખાવાથી દૂર થઈ જાય છે.

ગોળ ખાવાના ફાયદા

ગોળ વાળું દૂધ પીવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને શરદી ઉધરસમાં આરામ મળે છે. જે લોકોને સરળતાથી શરદી લાગુ પડી છે જાય છે તેવા લોકોએ રોજ રાતે સૂતાં પહેલાં ગોળ વાળું દૂધ પીવું જોઈએ. ગોળ વાળું દૂધ પીવાથી શરદી ઉધરસ થવાની સંભાવના ઓછી રહે છે. ડોક્ટરો અનુસાર કાળા મરી, આદુ અને ગોળને એક સાથે ખાવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે. સાથે જ દરેક સમસ્યાથી પણ મુક્તિ મળે છે. જે લોકોને ગળામાં ખરાશ ની ફરિયાદ હોય તેવા લોકોએ ગોળ અને આદુને એક સાથે ગરમ કરીને ખાવા જોઈએ તેને એક સાથે ખાવાથી ગળાની ખરાશ દૂર થાય છે. શરદી ઉધરસ અને ગળાની ખરાશ માં આરામ મળે છે.

કબજીયાતની સમસ્યા કરે છે દૂર

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેને દૂર કરવામાં ગોળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગોળ ખાવાથી પાચન શક્તિ સારી થાય છે. ગોળ ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે. કબજિયાત હોય તો દરરોજ ભોજન બાદ થોડો ગોળ ખાવો જોઈએ તેનાથી કબજિયાત રહેતી નથી અને પેટ સરળતાથી સાફ થાય છે. આ ઉપરાંત જે લોકોને ગેસ એસીડીટી થતી હોય તેઓએ પણ ગોળ ખાવો જોઈએ ગોળ ખાવાથી ખાટા ઓડકાર અને ગેસમાં આરામ મળે છે. ખોટા ઓડકાર આવે ત્યારે ગોળમાં સિંઘવ નમક અને સંચળ મેળવી ને ખાવું જોઈએ તેનાથી તમને રાહત મળશે.

બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે દૂર

 

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન લોકોએ ગોળનું સેવન જરૂર કરવું જોઈએ નિયમિત રૂપથી ગોળ ખાવાથી બ્લડ પ્રેશરમાં પણ આરામ મળે છે અને તે કંટ્રોલ માં રહે છે.

હાડકા રહે છે મજબૂત

શિયાળાની ઋતુમાં હાડકાંમાં દુખાવાની સમસ્યા રહે છે. હાડકાંમાં દુખાવાની સમસ્યા થાય ત્યારે ગોળ વાળું દૂધ પીવું ફાયદાકારક સાબિત થાય છે. ગોળમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે તેનાથી હાડકાઓ મજબુત થાય છે જે લોકો રોજ ગોળ ખાઈ છે તેને હાડકા માં દુખાવાની ફરિયાદ રહેતી નથી.

આંખો માટે ફાયદાકારક

 

જે લોકોની દ્રષ્ટિ કમજોર હોય જેઓને આંખ માં દુખાવાની ફરિયાદ રહેતી હોય તેવા લોકો એ ગોળ જરૂર ખાવો જોઈએ ગોળ ખાવાથી આંખોની કમજોરી દૂર થાય છે અને તેમાં દ્રષ્ટિ માં વધારો થાય છે.

મગજ માટે ફાયદાકારક

ગોળ ખાવાથી તમારા મગજ પર સારી અસર પડે છે અને મગજ ઝડપથી કામ કરી શકે છે સાથે જ યાદ શક્તિ પણ મજબૂત બને છે. આ ઉપરાંત જે લોકોને માઇગ્રેનની ફરિયાદ હોય છે તેને રોજ ગોળ ખાવો જોઈએ તેને ખાવાથી આરામ મળે છે અને દુખાવો દૂર થાય છે.

આ રીતે બનાવો ગોળ વાળું દૂધ

ગોળ વાળું દૂધ બનાવું ખૂબ જ સરળ છે. એક ગ્લાસ દૂધ ને ગરમ કરીને તેની અંદર ગોળ નાખવો. તમે ઈચ્છો તો દૂધ ગરમ કરતી વખતે પણ તેની અંદર ગોળ નાખી શકો છો. આ દૂધ રોજ રાતે સૂતા પહેલા પીવાથી શરદી માં ખૂબ જ લાભ થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *