શિયાળાની ઋતુમાં ડૈંડ્ફ થી છો પરેશાન, તો આ ૫ વસ્તુઓ ની મદદ થી ડૈંડ્ફ માં તુરંત જ રાહત થશે

એ વાત સાચી છે કે, શિયાળાની ઋતુમાં વાળની વધારે દેખભાળ કરવી પડે છે. શિયાળામાં વાળ ઉતારવાની સાથે સાથે વાળમાં ડૈંડ્ફ થવાનો પ્રોબ્લેમ પણ ખૂબ જ રહે છે. આ કારણે માથાની ચામડીમાં ખંજવાળ પણ આવે છે. આ સ્થિતિમાં ડૈંડ્ફ માટે ઘરેલુ ઉપાય અપનાવવાથી ફાયદો થાય છે.
ડૈંડ્ફ થી છુટકારો મેળવવા માટે અહીંયા છે અસરકારક ઉપાયો.
ચા નાં ઝાડ નાં તેલનો ઉપયોગ કરો
તેમાં શક્તિશાળી એન્ટી માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ડૈંડ્ફ નાં લક્ષણો ને ઘટાડવામાં મદદ કરે છે. ચા નાં ઝાડ નાં તેલ થી માથામાં માલીશ કરવાથી ડૈંડ્ફ માં રાહત મળે છે.
નાળિયેરનું તેલ
નાળિયેરનું તેલ તેનાં સ્વાસ્થ્ય ને લગતા લાભો નાં લીધે પ્રખ્યાત છે. નાળીયેર નાં તેલ નો ઉપયોગ ઘણી વખત ડૈંડ્ફ નાં કુદરતી ઉપચાર તરીકે કરવામાં આવી છે. નારિયેળનું તેલ ત્વચાની શુષ્કતા ને રોકવામાં પણ મદદ કરે છે. શિયાળાની ઋતુમાં નાળીયેર નાં તેલ ને ગરમ કરી માથા માં લગાડવાથી ડૈંડ્ફ થી રાહત મળે છે.
એલોવેરા
એલોવેરા નો ઉપયોગ ઘણી વખત ત્વચા માટે નાં કોસ્મેટિક અને લોશન માં કરવામાં આવે છે. એ જ રીતે ડૈંડ્ફ ની સારવારમાં પણ ફાયદાકારક છે. માથામાં એલોવેરા જેલ ડૈંડ્ફ થી છુટકારો મળે છે. શિયાળાની ઋતુમાં માથા માં એલોવેરા જેલ નો ઉપયોગ અઠવાડિયા માં એક વખત અચૂક કરવો.
ચિંતા ઓછી કરવી
માનવામાં આવે છે કે, ચિંતા આરોગ્ય અને સુખાકારી નાં ઘણા પાસાઓને અસર કરે છે. ચિંતા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ચિંતા ખંજવાળનું કારણ નથી, પરંતુ તે ડૈંડ્ફ ને લીધે માથામાં થતી ખંજવાળ ને વધારી શકે છે. તેથી હંમેશા ખુશ રહો. ખુશ રહેવાથી ઘણી બધી સ્વાસ્થ્ય ને લગતી બીમારીઓ દુર થાય છે.
એપલ સાઇડર વિનેગર નો ઉપયોગ
એપલ સાઇડર વિનેગર થી આરોગ્યને લગતા ધણા લાભ થાય છે. ડૈંડ્ફ થી છુટકારો મેળવવા માટે પણ એપલ સાઈડર વિનેગર એક કુદરતી ઉપાય માનવામાં આવે છે. તે માથાની ચામડી નાં મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.