શિયાળા ની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે હળદરનું સેવન કરવું, મળે છે આ પરેશાનીઓથી મુક્તિ

હળદર દરેક ભારતીય કિચનમાંથી મળી રહે તો મસાલો છે. હળદર વિના કોઈ પણ રસોઈ અધૂરી ગણવામાં આવે છે. એ જ કારણે હળદર ભારતીય મસાલાની રાણી પણ કહેવામાં આવે છે. હળદર પીળા રંગની હોય છે તેની સુગંધ દૂર સુધી આવે છે. હળદર સ્વાદ માં થોડી તુરી અને કાળા મરચા નો ટેસ્ટ હોય છે. તેનો ભોજનમાં ઉપયોગ કરવાથી ભોજન નો રંગ બદલાઈ જાય છે સાથે જ સ્વાદમાં પણ વધારો થાય છે.
હળદર ઘણાં ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. એવામાં લોકો તેનો પ્રયોગ દવાના રૂપમાં પણ કરે છે. ખાસ કરીને ઠંડીની સિઝન માટે ખૂબ લાભદાયી ગણવામાં આવે છે. હળદર એન્ટીવાયરલ, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે. કેટલાક લોકો પોતાની સુંદરતા નિખારવા માટે હળદરનો પ્રયોગ કરે છે, આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને ઠંડીમાં હળદર થી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રોગ પ્રતિકારક શક્તિ ને બનાવે છે મજબૂત
ઠંડીની સીઝનમાં મોટેભાગે લોકોની ઇમ્યુનિટી કમજોર થઈ જાય છે. જેના કારણે તેમને શરદી, ઉધરસ જેવી બીમારી જલ્દીથી થઈ જાય છે. એવામાં ઇમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે હળદર ખૂબ જ મદદગાર બને છે. ઠંડીની સીઝન માં હળદરવાળું ગરમ દૂધ પીવાથી ઇમ્યૂનિટી સ્ટ્રોંગ રહે છે અને બીમારીઓ તમારાથી દૂર રહે છે.
સાંધાના દુખાવામાં આરામ
અસ્થમાની સમસ્યા ઠંડીની સીઝનમાં વધી જાય છે. એવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હળદર નો ઉપયોગ કરવાથી રાહત થાય છે. એટલું જ નહીં ઠંડીની સીઝનમાં લોકોને સાંધાનાં દુખાવાની સમસ્યા પરેશાન કરે છે. જે લોકોને આ સાંધા નો દુખાવો પહેલાથી જ હોય તેમને ઠંડીની સીઝનમાં તેમાં વધારો થાય છે. એવામાં હળદરમાં આ પરેશાની દૂર કરી શકે છે હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવાથી રાહત આપે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
ઠંડીની સીઝનમાં લોકો તૈલીય ભોજન અને મીઠાઈ નું વધારે સેવન કરે છે જેના કારણે તેનું વજન વધવા લાગે છે. પરંતુ વધેલા વજનને થી તમને હળદર છુટકારો અપાવી શકે છે. હળદર થી વધેલા કોલેસ્ટ્રોલથી થી છુટકારો મેળવી શકાય છે. તમે હળદરનું સેવન મધ સાથે કરો કે તેને શાકમાં નાખીને ખાઈ શકો છો અથવા તો હળદરવાળા દૂધનું સેવન પણ કરી શકો છો.
ત્વચાની સમસ્યા માં મદદ
ઠંડી ની સીઝનમાં ત્વચા સંબંધી સમસ્યામાં વધારો થઈ જાયછે જેના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપણે કેટલાય બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક તો બ્યુટી પ્રોડક્ટ ની ઉલટી અસર પણ ત્વચા પર જોવા મળે છે. જે તમારી ત્વચાને વધારે ખરાબ કરી દે છે. એવામાં ત્વચા સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમારે મધ અને દૂધમાં હળદર ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરવી અને તેને તમારા શરીર પર લગાવી આ પેસ્ટએક્સ લિએટીંગ એજટ નું કામ કરે છે.