શિયાળામાં આ ૫ ફ્રૂટ અને શાકભાજી નાં સેવનથી, બીમારી થઈ જશે છૂમંતર

શિયાળાની ઋતુમાં લોકો હંમેશા બીમાર પડી જાય છે. એવામાં આ ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઋતુમાં શાકભાજી અને ફળો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સીઝન માં ઘણા એવા ફળ અને શાકભાજી આવે છે કે, જેનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. શિયાળાની સિઝનમાં કોઈ નાની-મોટી બીમારીઓ તો માત્ર ફળ અને શાકભાજી નાં સેવનથી જ દૂર કરી શકો છો.આયુર્વેદ અનુસાર શિયાળામાં ખાવામાં આવતા શક્તિવર્ધક અને રોગનાશક ફળ અને શાકભાજી વિશે જણાવવાના છીએ જો તમે શિયાળાની સિઝનમાં નિયમિત રૂપથી તેનું સેવન કરશો તો આ સિઝનમાં બીમાર પડવાના ચાન્સ ઓછા રહેશે.
પાલક
પાલકમાં ઘણા પ્રકારના લાભકારી એંટીઓક્સીડેંટ અને વિટામિન હોય છે. તેમાં વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે. શિયાળામાં પાલક ખાવાથી ઇન્ફેક્શનથી બચી શકાય છે.
બીટ
શિયાળામાં શરીર ની મેટાબોલિઝ્મ સિસ્ટમ ધીમી પડી જાય છે એવામાં બીટનું સેવન કરવું ખૂબ ફાયદાકારક રહે છે. બીટમાં કેલરી ઓછી અને ન્યુટ્રીશન વેલ્યુ વધારે હોય છે. જોકે આખું વર્ષ બીટ મળે છે પરંતુ શિયાળામાં તેનું સેવન કરવું વધારે ફાયદાકારક રહે છે.
મૂળા
શિયાળામાં મૂળાનું સેવન અવશ્ય કરવું જોઇએ. મુળાની અંદર મેગ્નેશિયમ, આયર્ન, કોપર કેલ્શિયમ જેવા તત્વો વધારે પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં મૂળા ને ખૂબ જ ગુણકારી ગણાય છે. તે અનુસાર મૂળાનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
ગાજર
ગાજર ની અંદર વિટામીન બી, સી, ડી અને વિટામીન ઈ ની ભરપૂર માત્રા હોય છે. ગાજરને સલાડમાં ખાવું ખૂબ જ લાભદાયી રહે છે. ગાજર ની અંદર બીજા શાકભાજીની તુલનામાં કેરોટીન નું પ્રમાણ વધારે હોય છે. શિયાળામાં તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
સંતરા
આયુર્વેદ મુજબ ઠંડીમાં સંતરા અવશ્ય ખાવા જોઈએ. ઘણા લોકો ઠંડીમાં સંતરા ખાતા નથી પરંતુ તેની અંદર પુષ્કળ માત્રામાં વિટામિન સી હોય છે જે શિયાળાની સિઝનમાં બેક્ટેરિયા સામે લડવા માટે સહાયક બને છે. સાથે જ તેમાં લો કેલરી હોવાને કારણે વજન પણ વધતું નથી તેથી શિયાળામાં સંતરા અવશ્ય ખાવા જોઈએ.