શિયાળામાં ઇમ્યુનિટી બનાવે છે મજબૂત હદય ની બીમારીઓથી રાખે છે દૂર, જાણો બીટ નાં અન્ય ફાયદાઓ વિશે

શિયાળામાં ઇમ્યુનિટી બનાવે છે મજબૂત હદય ની બીમારીઓથી રાખે છે દૂર, જાણો   બીટ નાં અન્ય ફાયદાઓ વિશે

બીટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે તેમાં ફાઇબર, વિટામિન બી, વિટામિન-સી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આર્યન ની ભરપૂર માત્રા હોય છે તેને કાચું ખાવાથી અથવા તો તેનું જ્યૂસ પીવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. ભોજનમાં નિયમિત રૂપથી બીટ નો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય ને ઘણા લાભ થાય છે.

શિયાળામાં ઇમ્યુનિટી બનાવે છે મજબૂત

શિયાળામાં બીટ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. કારણકે આ સિઝનમાં આપણી ઇમ્યુનિટી મજબૂત રાખવી જરૂરી છે કારણ કે જેથી શરદી, ઉધરસ, વાઈરલ ફીવર વગેરેથી બચી શકાય બીટ આપણી ઇમ્યુનિટી ને વધારે છે તે આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા ની સંખ્યાને વધારે છે જેનાં કારણે પાચન શક્તિ મજબૂત થાય છે અને ઇમ્યૂનિટીને સુધરે છે. તેમાં મોજુદ વિટામીન સી આપણી ઇમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.

હૃદયની બીમારીઓને થી રાખે છે દૂર

બીટ અને તેનું જ્યૂસ આપણને હૃદયની બીમારીથી દુર રાખે છે. તે હૃદયની માંસ પેશીઓને મજબૂત બનાવે છે તેમાં રહેલ નાઈટ્રેટ હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક નાં જોખમને ઓછું કરે છે બીટ આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને લોહીનું સંચાર નિયમિત કરે છે.

બ્લડપ્રેશર કરે છે ઓછું

બીટ નાં સેવનથી બ્લડ પ્રેશર ઓછું થાય છે તેમાં રહેલ ઓર્ગેનિક નાઈટ્રેટ થોડા સમયમાં જ આપણા બ્લડ પ્રેશરને ઓછું કરી દે છે આ વાત એક અધ્યયન દરમ્યાન સાબિત થઇ ચૂકી છે. નાઇટ્રિક ઓક્સાઇડ જ્યારે આપણા લોહીમાં વધે છે ત્યારે આપણી રક્તવાહિનીઓ ને આરામ મળે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

હિમોગ્લોબિન વધારી એનિમિયા ને રોકે છે

મહિલાઓએ બીટનું સેવન જરૂર કરવું જોઈએ તે તેનાં માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. આપણા લોહી ને લાલ રંગ હિમોગ્લોબીન નાં કારણે જ મળે છે. અને જ્યારે તેની માત્રા લોહીમાં ઓછી થાય છે ત્યારે આપણને લોહીની કમી થઈ જાય છે. મહિલાઓને લોહીની કમી થવાની સંભાવના વધારે રહે છે. તેથી તેણે બીટનું સેવન જરૂર કરવું જોઈએ.

હાડકા અને દાંત માટે જરૂરી

બીટ નાં સેવન થી આપણા હાડકાઓ અને દાંત સ્વસ્થ રહે છે બીટ માં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે તેથી તે આપણા હાડકાઓને મજબૂત બનાવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *