શિયાળામાં રામબાણ ઔષધી છે વરિયાળી ની ચા, આ બીમારીઓ ને રાખે છે દૂર

ઘર હોટલ કે પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવતી વરિયાળી નાં ઘણા ફાયદાઓ છે. વરિયાળી શરીર ને ઠંડું રાખે છે. અને તેનાથી યાદશક્તિ માં પણ વધારો થાય છે. એટલું જ નહીં. શિયાળાની સિઝનમાં વરિયાળી ખાવાના ઘણા ફાયદા થાય છે. ઘણીવાર ડોક્ટર ભોજન બાદ વરિયાળી ખાવાની સલાહ આપે છે.વરીયાળી ની અંદર કેલ્શિયમ સોડિયમ અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી હોય છે. સાથે જ તેની સુગંધ ખુબ જ સારી હોય છે જેનાથી માઉથ ફ્રેશનર નું કામ કરે છે. જો તમે ભોજન બાદ થોડી વરિયાળી ખાઓ છો તો તાજગીનો અનુભવ થશે.કેટલાક લોકો વરિયાળી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વરિયાળી ખાવાથી સ્વાસ્થ્યને પણ ઘણા પ્રકારનાં લાભ થાય છે અને તે સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક છે.
આજની ભાગદોડવાળા જીવનમાં લોકો ખાનપાન પ્રત્યે બેદરકાર થતા જાય છે જેનાં કારણે લોકો ને બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમાં વરિયાળી એક રામબાણ ઔષધ સાબિત થઈ શકે છે.વરિયાળીને ચાવીને ખાવાથી તો ફાયદો થાય જ છે પરંતુ તેની ચા બનાવીને પીવાથી પણ સ્વાસ્થ્ય સંબંધી લાભ મળે છે. વરીયાળી ચા ઘણા પ્રકારની બીમારીઓ માં રાહત આપે છે. ચાલો જાણીએ તેનાં ફાયદાઓ
શરદી ઉધરસમાં રાહત
શિયાળાની સિઝનમાં ઘણા લોકોને શરદી ની ખૂબ જ તકલીફ રહે છે. ખાસ કરીને તે લોકોને જેની ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર હોય છે. અને તેઓને જલ્દીથી શરદી થઈ જાય છે. એ લોકો માટે વરિયાળી ની ચા રામબાણ ઔષધ સાબિત થશે.વરિયાળી ની ચાનું સેવન કરવાથી શરદીમાં લાંબા સમય સુધી રહેતી ઉધરસથી પણ રાહત મળે છે. એટલું જ નહીં પરંતુ શરદી નાં લીધે શરીરમાં જે નબળાઈ લાગે છે તેમાં પણ રાહત મળે છે. જો તમને બ્લેક ચા પસંદ ના હોય તો દૂધવાળી ચા માં પણ વરિયાળી નાખીને પીઈ શકો છો
દૂર થાય છે ફેટી લીવર
વરિયાળીમાં એવા ઔષધીય ગુણો હોય છે જેનાથી ફેટી લીવર દૂર થાય છે. તેમાં રહેલ તત્વો લીવર ની આસપાસ જમા થતી ફેટની માત્રા ને વધવાથી રોકે છે. તેનાથી લીવર વધારે સમય સુધી હેલ્થી બની રહે છે. વરિયાળીમાં રહેલ ડિટોકસી ફાઈન્સ શરીરમાં રહેલ ટોકિસ્ક ઇલીમેંટ ને બહાર કાઢવામાં મદદ કરે છે. વરિયાળી નાં દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે જેનાથી લીવર પર સોજો ઓછો આવે છે.
બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે
જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમારે વરીયાળી નીચા જરૂર પીવી જોઈએ. હરિયાળી ની ચા હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વરિયાળીમાં પોટેશિયમ મોજુદ હોય છે જેનાં કારણે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.
પાચન ની સમસ્યાઓ દૂર થાય છે
વધારે પડતા તળેલા પદાર્થો ખાવાથી પાચન ક્રિયા પ્રભાવિત થાય છે. તેનાં કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. માટે પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે ભોજન બાદ વરિયાળી ખાવાથી ગેસ, કબજીયાત અને પેટમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. જો તમને વરીયાળી ચાવીને ખાવાની પસંદ ના હોય તો વરીયાળી ની ચા પણ પીઈ શકો છો.
વરીયાળી ની ચા બનાવવાની રીત
વરીયાળી ની ચા બનાવવા માટે ૧ નાની ચમચી વરિયાળી અને પાણીની જરૂર પડે છે. સૌ પ્રથમ એક વાસણમાં પાણી નાખીને થોડી વાર ઉકાળીને પછી તેમાં વરીયાળી ઉમેરવી. ધ્યાન રાખવું કે વરિયાળી નાખ્યા બાદ પાણીને બિલકુલ જ ઉકળવા દેવાનું નથી. એવું કરવાથી વરિયાળીમાં રહેલા ગુણો નાશ થાય છે. ધ્યાન રાખવું રાખવું કે વરિયાળી ની ચા માં સાકર નાખવી નહીં. સાકર નાખવાથી વરિયાળી નાં ઓષધિય ગુણો નો ફાયદો થશે નહીં. પરંતુ દૂધ નાખી શકાય છે. બને ત્યાં સુધી વરીયાળી ની ચા પાણી સાથે જ પીવી.