શિયાળામાં શક્કરિયા ખાવાથી થાય છે લાભ, ગરમી આપવાની સાથે પહોંચાડે છે ઘણા ફાયદા

શિયાળામાં શક્કરિયા ખાવાથી થાય છે લાભ, ગરમી આપવાની સાથે પહોંચાડે છે ઘણા ફાયદા

શિયાળાની ઋતુ એક એવી ઋતુ છે જેમાં વ્યક્તિને ઘણાં પ્રકારની બીમારીઓ થઈ શકે છે બદલતા વાતાવરણ નાં કારણે ઉધરસ, વાઇરલ ફીવર, શરદી જેવી અન્ય બીમારીઓ થઈ શકે છે. ખૂબ જ જરૂરી છે કે, આ સિઝનમાં વ્યક્તિએ પોતાની ઈમ્યુનીટી સિસ્ટમ સ્ટ્રોંગ રાખે સાથે જ આ સિઝનમાં શરીરમાં ગરમી ની ખૂબ જ જરૂર હોય છે માટે ગરમી મેળવવા માટે ગરમ કપડાં તો આપણે બધા પહેરીએ છીએ સાથે જ આ સિઝનમાં ગરમાગરમ ચીજોનું સેવન કરવાની મજા અલગ છે. આ સિઝનમાં લાલ ગાજર, ટમેટાં, કોબી, વગેર લોકો ખૂબ જ મન ભરીને ખાઈ છે. પરંતુ શું તમને ખબર છે કે, શિયાળાની સિઝનમાં શક્કરિયાં ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે તેનાથી ઘણી ગંભીર બિમારીઓથી રાહત પણ મળે છે. શિયાળાની સિઝનમાં શક્કરીયા ખાવાથી કયા ફાયદા થાય છે ચાલો જાણીએ

હદય માટે લાભકારી

આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવતા ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન મેગ્નેશિયમ. પોટેશિયમ, વિટામિન સી ની પ્રચુર માત્રા શક્કરિયા માં હોય છે. તેમાં પોટેશિયમ પણ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં આપણી મદદ કરે છે સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને હૃદય સંબંધી બીમારીઓ જોખમ ઓછું રહે છે. એવામાં જો તમે હૃદય સંબંધી બીમારીઓથી બચવા ઈચ્છતા હોવ તો શક્કરીયા નું સેવન શરૂ કરી દેવું.

ડાયાબિટીસ માં રાહત

ડાયાબિટીસના દર્દીઓ માટે આમ તો દરેક સમય જોખમ બની રહે છે પરંતુ શિયાળાની સિઝનમાં તેને વધારે જોખમ રહે છે એવામાં જો ડાયાબીટિસમાં રાહત મેળવવા માંગતા હોવ તો શક્કરિયાને તમારી ડાયટમાં સામેલ કરી દેવ વર્ષ ૨૦૦૮ નાં એક રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે જે લોકોને ટાઈપ ૨ ડાયાબિટીસ હતું તેને શક્કરિયા  નાં સેવન થી ઇન્સ્યુલિનની સંવેદનામાં સુધારો કર્યો હતો આજ કારણે ડાયાબિટીસ નાં દર્દીઓ માટે શક્કરિયા ખાવા ફાયદાકારક ગણાય છે.

કેન્સરન નાં જોખમ ને ઓછુ કરે છે

જો કેન્સરનું જોખમ ઓછું કરવા માંગતા હોવ તો શક્કરીયા નું સેવન શરૂ કરવું. શક્કરિયાં માં રહેલ બીટા કેરોટીન નામનો એક સ્રોત્ર હોય છે જે પ્લાન્ટ પિગમેટ છે અને જે શરીરમાં એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ ની જેમ કામ કરે છે. બીટાકેરોટિન પણ એક પ્રકારનું પ્રો વિટામિન છે જે પાછળથી વિટામિન ઈ નાં રૂપમાં પરિવર્તિત થાય છે. તે એન્ટી ઓક્સિડેન્ટ પોસ્ટેટ અને ફેફસા નું કેન્સર તેમજ અન્ય ધણા પ્રકાર નાં કેન્સરથી પણ બચવામાં વ્યક્તિની મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

શિયાળાની સિઝનમાં જે લોકોને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા હોય છે, કે અસ્થમા હોય છે તેઓને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે એવામાં શક્કરીયા નું સેવન કરવામાં આવે તો આસ્થમા નાં રોગ સામે લડવા માટે મદદ મળી શકે છે. એટલું જ નહીં પરંતુ શિયાળામાં શરદી, ઉધરસ વાયરલ ફીવર અને કમજોરી જેવી સમસ્યા સામાન્ય છે. પરંતુ શક્કરીયા માં વિટામિન સીની માત્રા હોય છે જે ઇમ્યૂનિટીને મજબૂત બનાવે છે સાથે જ તે આયર્ન  ને અવશોષિત કરીને લોહીની કમીને પૂર્ણ કરે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *