શિયાળાની ઋતુમાં ભૂલથી પણ ચહેરા પર ન લગાવી જોઈએ આ વસ્તુઓ, થઈ શકે છે નુકસાન

શિયાળા ની ઋતુ માં દરેક વ્યક્તિ ને ત્વચા સુકી થઇ જવાની સમસ્યા હોય છે. તેથી આ ઋતુમાં તમારે તમારી ત્વચાની દેખભાળ કરવી અત્યંત આવશ્યક છે. શિયાળાની સિઝનમાં છોકરીઓ કેટલીક વસ્તુઓનાં પોતાના ચહેરાની દેખભાળ કરવા માટે ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વાર એવી વસ્તુઓનો ઉપયોગ થઈ જાય છે કે જેનું ત્વચા પર નકારાત્મક પરિણામ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે એ વસ્તુઓ કઈ છે જેનો શિયાળાની ઋતુમાં ત્વચા ની દેખભાળ માટે ઉપયોગ કરવો જોઈએ નહીં.
સંતરા
શિયાળાની સિઝન માં છોકરીઓ પોતાની ત્વચા લઈને ખૂબ જ સીરિયસ રહે છે. એવામાં કેટલીક છોકરીઓ સંતરાની છાલનો પાઉડર બનાવીને ચહેરા પર લગાવે છે. પરંતુ એવું કરવું યોગ્ય નથી. કારણ કે સંતરા માં સાઈટ્રિક એસિડ હોય છે જેના કારણે શિયાળામાં તેનો ઉપયોગ કરવાથી ચહેરાનો રંગ કાળો પડી જાય છે.
બીયર
કેટલીક છોકરીઓ ચહેરા પર નિખાર લાવવા માટે બિયરનો ઉપયોગ કરીને ફેસપેક બનાવે છે. પરંતુ શિયાળા માં એવું કરવાથી ચહેરાની સ્કિન પોતાની નમી ખોઈ શકે છે અને સ્કિન ડ્રાય થઈ જાયછે.
લીંબુ
જે છોકરીઓની સ્કિન ઓઈલી હોય છે તે હંમેશા પોતાની સ્કિન પર થી વધારાનું ઓઇલ સાફ કરવા માટે લીંબુનો ઉપયોગ કરે છે. એવું કરવું ચહેરા માટે બિલકુલ લાભદાયક રહેશે નહીં. લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ થી ચહેરાની ત્વચા સૂકી થઈ શકે છે અને ચહેરો કાળો પડી શકે છે. કેટલીક વખત સ્કિનમાં જલન થવાની સમસ્યા પણ થઈ શકે છે.
બેકિંગ સોડા
શિયાળાની સિઝનમાં તમારા ચહેરા પર બેકિંગ સોડાનો ઉપયોગ કરવો નહિ. બેકિગ સોડાના ઉપયોગથી ચહેરા પર ડાર્ક પેચ થઈ શકે છે અને ચહેરા નો નિખાર ઓછો થઈ જાય છે અને સ્કિન સંબંધી અન્ય પરેશાનીનો સામનો પણ કરવો પડે છે.
ફુદીનો
શિયાળાની ઋતુમાં ફુદીનાને સ્કીન કેર માટે સારો ગણવામાં આવતો નથી. તેનાથી ત્વચા સુકી થઈ શકે છે અને કાળી થવાની સમસ્યા પણ થઈ શકે છે.
હવે તમને વિચાર આવશે કે તો શિયાળામાં સ્કિન કેર માટે કઈ ચીજોનો ઉપયોગ કરવો જોઈએ. તમારા આ સવાલ નો જવાબ તમને જણાવી દઈએ કે, શિયાળામાં સ્કિન કેર રૂટીન માટે આ ચીજોનો ઉપયોગ કરીને તમારી ત્વચાની દેખભાળ કરી શકો છો. કાચું દૂધ એલોવેરા જેલ, ઓલિવ ઓઈલ, મુલતાની માટી, ગ્લીસરીન, ગુલાબ જળ અને ચણાનો લોટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા ચહેરાની રંગત નિખારી શકો છો.