સ્કીન, હ્રદય અને પેટની સમસ્યામાંથી જલ્દીથી છુટકારો અપાવે છે, આ સામાન્ય દેખાતી લાકડી

સ્કીન, હ્રદય અને પેટની સમસ્યામાંથી જલ્દીથી છુટકારો અપાવે છે, આ સામાન્ય દેખાતી લાકડી

હંમેશા આપણે શરીરની ઘણી સમસ્યામાંથી પસાર થતા હોઈએ છીએ. આપણને જલ્દીથી તેનો કોઈ ઈલાજ મળી રહેતો નથી. હંમેશા હંમેશા યુવાનો નાં ચહેરા પર પીમ્પલ ની સમસ્યા સામાન્ય બની રહે છે. તેની સાથે જ આજકાલ બહાર નું વધારે ખાવાના કારણે પેટ ખરાબ થવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. માટે અમે તમારા માટે એક મામૂલી ઉપાય લાવ્યા છીએ. જે તમારા ઘરની રસોઈમાં જ રહે છે.

તમારી રસોઈમાંથી મળી રહેતા તજનાં નાના ટુકડા ગુણોથી ભરપૂર હોય છે. તેનું ઝાડ જેટલું નાનું હોય છે તેટલા જ તેના વધારે ગુણ હોય છે. અને તે વધારે અસરકારક હોય છે. ભોજન બનાવવામાં તો આપણે ઘણા સમયથી તેનો ઉપયોગ કરીએ છીએ. તે સ્વાદની સાથે-સાથે ભોજનની સુવાસમાં પણ વધારો કરે છે. તેની છાલ થોડી જાડી, ચીકણી અને હલકા ભૂરા રંગની હોય છે. જો તેના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે શરીર ની અંદર લોહી સાફ કરે છે. વજન ઘટાડે છે, સાથે જ શરીરમાં થનારી અનેક બીમારીઓને દૂર કરે છે. તમને દિવસભર નાં થાક ને કારણે થતો માથાનો દુખાવ થી લઈને માઈગ્રેન નાં દુખાવામાં રાહત અપાવે છે. આજે અમે તજ નાં એવા ફાયદાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

સ્કીન માટે ફાયદાકારક

આટલા બધા ફાયદાઓ આપનાર તજ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજકાલ સ્કિનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. જેમકે ખંજવાળ, પિમ્પલ, દાગ-ધબ્બા વગેરે તેના માટે તજ પાઉડર સાથે મધ મેળવીને આ પેક સ્કિન પર લગાવો આ ઉપરાંત તજનાં પાઉડરમાં લીંબુનો રસ મેળવીને પણ ચહેરા પર લગાવવાથી પીમ્પ્લ્સ દૂર થાય છે.

પેટની સમસ્યામાં રાહત

હંમેશા લોકોને પેટ ની ઘણી બીમારીઓ થાય છે. જેને કારણે તેનું પાચન તંત્ર ખરાબ થઈ જાય છે. અને તેનાથી નવી નવી બીમારીઓ થવા લાગે છે. પેટને આ બધી બીમારીઓથી બચાવવા માટે એક ચમચી મધની સાથે થોડો તજ પાઉડર મેળવી અને ખાવાથી પેટનાં દુખાવામાં અને એસિડિટીમાં રાહત થાય છે.

હૃદય માટે ફાયદાકારક

તજ ફક્ત તમારા પેટ અને ફેટ જ નહિ. પરંતુ તમારા હૃદયને પણ સ્વસ્થ રાખવા માં મદદ  કરેછે. તજ પાઉડરમાં મધ ઉમેરી તેને રોટલી સાથે ખાવાથી શરીર ની અંદર કોલેસ્ટ્રોલ એકત્રિત થતું નથી. હૃદયની બીમારી નો સામનો કરી રહેલ લોકો માટે આ રામબાણ ઉપાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ

આજના સમયમાં ખુરશી જોબ વધી ગઈ છે. તેના કારણે લોકોનું વજન વધવુ સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેના માટે તજ પાવડર તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેના માટે સવારે નાસ્તાની અડધી કલાક પહેલા ૧ ગ્લાસ પાણીમાં એક ચમચી તજનો પાવડર નાખી ઉકાળીને પછી એક કપમાં નાખીને બે ચમચી મધ સાથે લેવાથી તમાર વજનમાં ઝડપથી ઘટાડો થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *