સંપત્તિમાં મુકેશ અંબાણીને પણ પાછળ રાખી ચૂક્યા છે આ વ્યક્તિ, કોરોનાકાળમાં સૌથી વધારે કમાયા નોટ

વર્ષ ૨૦૨૦ સમાપ્ત થવાની આરે છે. આ વર્ષમાં કોરોના મહામારી અને લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થામાં મોટો આંચકો આવ્યો છે. ઘણાં લોકોએ નોકરી ગુમાવી, ઘણાં લોકોનો પગાર કપાયો અને ઘણાં લોકોને વ્યાપારમાં પણ ભારે નુકસાન થયું, જ્યારે ઘણાં લોકો એવા પણ હતા કે જેમનાં પાસે ખાવા માટે પણ પૈસા નહોતા. જો કે, આ સ્થિતિ દરેક માટે નહોતી. દેશ માં કેટલાક લોકો એવા હતા જેમનાં માટે આ કોરોનાનો સમય પણ ચાંદી જેવો બની ગયો હતો અને આ સમયગાળામાં પણ તેઓએ કરોડો રૂપિયાનો નફો મેળવ્યો. ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માનાં પ્રમુખ દિલીપ સંઘવી પણ તેમાંથી એક છે.
કોરોના સમયગાળામાં ૧૨,૫૦૦ કરોડનો ફાયદો
દિલિપ સંઘવી દેશનાં એક એવા અબજોપતિ છે જેમણે વર્ષ ૨૦૨૦ માં ખુબજ પૈસો બનાવ્યો છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧૭ ટકાનો વધારો થયો છે. એટલે કે, રૂપિયા ૧૨,૫૦૦ કરોડનો વધારો થયો છે. કોરોનકાળ નાં આ સમયગાળા ને જોતાં આ આંકડો એકદમ આશ્ચર્યજનક છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, દિલીપ સંઘવીની કુલ સંપત્તિ ૮૪ હજાર કરોડ રૂપિયા છે.
કમાણીમાં મુકેશ અંબાણી ને રાખી ચૂક્યા છે પાછળ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ છે અને દુનિયાના ધનિક વ્યક્તિનાં લિસ્ટ માં તેમનું સ્થાન ૯ માં નંબરે છે. અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં ૧.૩0 લાખ કરોડ રૂપિયાથી વધારે ની વૃદ્ધિ થઈ ચૂકી છે , હાલમાં તેમની કુલ સંપતિ લગભગ ૭૬ બિલિયન ડોલર એટલે કે, ૫.૭૦ લાખ કરોડ છે. પરંતુ શું તમે જાણો છો કે, એક સમય એવો હતો જ્યારે દિલીપ સંઘવીએ કમાણીની બાબતમાં મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા હતાં.
વર્ષ ૨૦૧૫ માં મુકેશ અંબાણી પાછળ રહી ગયા હતા
આ વાત વર્ષ ૨૦૧૫ ની છે આ વર્ષમાં દિલીપ સંઘવીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાં માલિક મુકેશ અંબાણીને સંપત્તિની બાબતમાં પાછળ છોડી દીધા હતા. જણાવી દઈએ કે, સનફાર્મા વિશ્વની સૌથી મોટી જેનેરિક ઉત્પાદક કંપની છે. છેલ્લા ૬ મહિનામાં સનફાર્મા નો શેર ૬૦ ટકા વધ્યો છે. માર્ચ ૨૦૧૯ માં સનફાર્મા ને ૪.૧ બિલિયન ડોલરની આવક સાથે ભારતની સૌથી મૂલ્યવાન ફાર્માકંપની માં સ્થાન આપવામાં આવ્યું હતું.
દિલીપ સંઘવી કોણ છે
હવે તમારા માંથી ઘણા લોકો હજુ પણ વિચારી રહ્યા હશે કે, આખરે આ દિલીપ સંઘવી કોણ છે જેમણે એક સમયે મુકેશ અંબાણી જેવી વ્યક્તિને પણ પાછળ છોડી દીધાં હતા. ખરેખર ૧ ઓક્ટોબર ૧૯૫૫ નાં રોજ જન્મેલ ૬૫ વર્ષીય દિલીપ સંઘવી એક ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર નાં પુત્ર છે. તેમણે તેમનાં પિતા પાસેથી ૨૦૦ ડોલર ઉધાર લીધા હતા અને વર્ષ ૧૯૮૩ માં માનસિક ચિકિત્સાની દવાઓ બનાવવાનું શરૂ કર્યું હતુ. આ પછી તેમની સખત મહેનતનું પરિણામ આવવાનું શરૂ થયું અને તેમણે સનફાર્મા કંપનીની સ્થાપના કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે એનર્જી, નેચરલ ગૅસ અને ઓઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ નાણાનું રોકાણ કર્યું છે.