સ્નાન કરતી વખતે ન કરવી જોઈએ આ ભૂલો, આ ભૂલોને કારણે થઈ શકે છે નુકસાન

સ્નાન કરતી વખતે ન કરવી જોઈએ આ ભૂલો, આ ભૂલોને કારણે થઈ શકે છે નુકસાન

સ્વસ્થ અને ફિટ રહેવા માટે રોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. રોજ સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને શરીરની સફાઈ થાય છે રોજ સ્નાન કરવાથી ઘણા પ્રકારની બીમારીઓથી સુરક્ષિત રહી શકાય છે. જોકે સ્નાન કરતી વખતે કેટલાક લોકો એવી ભૂલો કરે છે જેના કારણે તેના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આજે અમે આ લેખ નાં માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ જે ભૂલો સ્નાન સમયે કરવી જોઈએ નહીં. જે ભૂલો ને કારણે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ખોટા સાબુનો ઉપયોગ

નાહવા માટે સાબુ આવવો હોવો જોઈએ. જેમાં તેલ અને ક્લીજર નાં ગુણ મોજૂદ હોય. ખોટા સાબુ નો ઉપયોગ કરવાથી તમારે સ્કિન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ટુવાલ ને સમય-સમય પર ધોતા રહેવું

ન્હાવા નાં ટુવાલને સમય-સમય પર ધોતા રહેવું જોઈએ. તેને રોજ તડકામાં સૂકવવો જોઈએ અને ઓછામાં ઓછો અઠવાડિયા માં એક વાર જરૂર ધોવો. ભીના ટુવાલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

નાહવા નાં બ્રશ ની સફાઈ કરતા રહેવી

બોડી સ્ક્રબ માટે જે બ્રશ નો ઉપયોગ કરવામાં આવે છે તેને અઠવાડિયામાં એકવાર જરૂરથી સાફ કરવું જોઈએ અને ત્રણ અઠવાડિયા બાદ બ્રશને બદલવું જોઈએ.

બાથરૂમનો ફેન બંધ ન રાખવો

નાહવાના સમય દરમિયાન બાથરૂમ નાં ફેન ને થોડીવાર માટે ચાલુ કરવો. એવું કરવાથી બાથરૂમની ભીનાશ ઓછી થઈ જાય છે અને બાથરૂમ નો ફેન બંધ રાખવાથી ધીમે ધીમે બાથરૂમની દીવાલો ને નુકસાન પહોંચી શકે છે.

વધારે ગરમ પાણીથી સ્નાન ન કરવું

શિયાળામાં દિવસોમાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. પરંતુ વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી નુકસાન થઈ શકે છે. જરૂરતથી વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.

વાળમાં રોજ શેમ્પુ ન કરવું

વાળમાં રોજ શેમ્પૂ કરવું જોઈએ નહીં વાળને રોજ ધોવાથી વાળ રૂક્ષ અને બેજાન થઈ શકે છે.

સ્નાન બાદ તુરંતજ મોઇશ્ચરાઇઝ લગાવવું

સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવા માટે સ્નાન બાદ તુરંત જ મોઇશ્ચરાઇઝ નો ઉપયોગ કરવો. સ્નાન બાદ થોડીવાર બાદ તેનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો થતો નથી.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *