સોહા અને કૃણાલ નો લીવ ઇન માં રહેવાનો અનુભવ કંઈક આવો રહ્યો, શું પરેશાની આવે છે જાણો આ કપલ પાસેથી

પહેલા નાં જમાના માં લગ્ન પહેલા વર-કન્યા એક બીજાનો ચહેરો પણ જોઈ શકતા ન હતા. પરંતુ આજના જમાના માં ઘણા લોકો લગ્ન પહેલા જ લીવ ઈનમાં રહેતા હોય છે. કાયદાકીય રીતે કાયદેસર હોવા છતાં પણ આપણા સમાજમાં હજી પણ લિવ ઇનમાં રહેવું તે જાહેર માં સ્વીકાર્ય નથી. સામાન્ય લોકો થી લઈને સેલિબ્રિટી સુધી લગ્ન પહેલાં લિવિંગ માં રહે છે. એકબીજા ને વધુ સારી રીતે સમજ્યા પછી લગ્ન કરવાનું નક્કી કરે છે.
લગ્ન પહેલા કૃણાલ અને સોહા લિવ ઈન માં હતા
આ યાદીમાં “લૂટકેસ” અભિનેતા કૃણાલ ખેમુ અને નવાબ ગર્લ સોહા અલી ખાન પણ શામેલ છે. સોહા અને કૃણાલ એ વર્ષ ૨૦૧૫ માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા આ દંપતી લીવ-ઈનમાં રહી ચુક્યું હતું. તેમનાં સંબંધની સૌથી સુંદર વાત એ હતી કે તેઓ આ સંબંધને ક્યારેય છુપાવતા ન હતા અને તેઓએ લીવ ઈન ની વાતને પણ નકારી ન હતી.જણાવી દઈએ કે, સોહા અને કૃણાલ ને બોલિવૂડ નાં કયૂટ કપલ્સ માં એક માનવામાં આવે છે. ઉમર ની દ્રષ્ટિએ સોહા કૃણાલ કરતાં લગભગ પાંચ વર્ષ મોટી છે. છતાં પણ બંને વચ્ચે ખૂબ જ સમજણ છે. તેઓએ જાહેરમાં પણ તેમનાં સંબંધોને સ્વીકાર્યા છે. કોઈપણ ઈન્ટરવ્યૂ અને ઇવેન્ટમાં પણ જ્યારે તેમના લીવ ઇન રિલેશન વિશે કોઈ સવાલ થયા ત્યારે બંનેએ પોતાના અનુભવ ખૂબ જ સરળતાથી શયેર કર્યા હતાં. ચાલો જાણીએ તેના અનુભવ પરથી લીવ ઇન માટેની ખાસ વાતો
આકર્ષણ, પ્રેમ થી વિશેષ શું છે
સોહા અલી ખાને જણાવ્યું હતું કે કૃણાલ પ્રત્યે તેઓ આકર્ષિત થયા હતા. તે ને કૃણાલ જોતા ની સાથે જ પ્રેમ નહોતો થયો. જ્યારે બંને એકબીજા માટે ફીલ કરવા લાગ્યા ત્યારે બંનેએ લીવ ઈન માં રહેવા માટેનો નિર્ણય લીધો. સોહાએ કહ્યું કે આ નિર્ણય તેના માટે સરળ ન હતો. તેઓએ ખૂબ જ વિચારીને આ નિર્ણય લીધો હતો. સોહા નો કહેવાનો મતલબ એ હતો કે બંને પ્રેમમાં ડૂબી ગયા હોય છતાં લીવ ઈન માં રહેવાનો નિર્ણય એકદમ મોટો છે. કોઈ વિચાર કર્યા વિના આ વિશે નિર્ણય લેવો જોઈએ નહીં.
શહેર પણ મહત્વ ધરાવે છે
જ્યારે બે લોકો લીવ ઈન માં રહેવાનું નક્કી કરેછે. ત્યારે તેનાં માટે આસપાસ નું વાતાવરણ પણ મહત્વનું છે. જેમ કે બે લોકો ખૂબ નાના શહેરમાં અથવા ગામમાં લગ્ન વિના સાથે રહે છે, તો લોકો તેમની તરફ ખોટી નજરથી જુએ છે. તેમજ મુંબઈ અને અન્ય શહેરો માં લીવ-ઈનમાં રહેવું એકદમ સરળ છે. સોહા એ કહ્યું હતું કે કુણાલે લિવ ઇન માટે ખૂબ સ્પષ્ટ મત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તે અને સોહા મુંબઈ માં રહેશે જ્યાં લોકો ખુલ્લા વિચાર ધરાવતા હોય છે. જેથી તેઓ લિવ ઇનમાં આરામ થી રહી શકે. કુણાલે આ નિર્ણય પર કહ્યું હતું કે તેમનાં પરિવારની વિચારસરણી પણ આધુનિક છે. તેથી મુંબઈ જેવા શહેરમાં રહેવું સરળ હતું.
કોઈ વચન કે ડર નહીં
લોકો આજે પણ લગ્નને એક મોટું કમિટમેન્ટ માને છે. પરંતુ સોહા નાં વિચાર આનાથી કંઇક અલગ છે. એક ઇવેન્ટમાં સોહા ને લિવિંગ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેના જવાબ માં તેણે કહ્યું હતું કે લિવ ઇન માં રહેવું પણ લગ્ન જેવું જ મોટું કમિટમેન્ટ છે. તેમણે કહ્યું કે લગ્ન કર્યા વિના સાથે રહીને તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. સોહા એ કહ્યું કે આ રીતે સાથે રહેતા હોવ ત્યારે તમે તમારા સ્પેશ્યલ વ્યક્તિ માટે ઘરે પાછા આવો છો નહીં કે જેની સાથે તમે મજબૂરી માં બંધાયેલા છો. તેણે કહ્યું કે કુણાલ તેની જિંદગી નો એક મહત્વનો ભાગ છે. અને તે તેની સાથે રહેવાનું પસંદ કરે છે.
એકબીજા ને સમજવું ખૂબ જરૂરી છે
જ્યારે સોહા અને કુણાલ એક સાથે રહેવા લાગ્યા ત્યારે તેઓ એકબીજાને સમજવા લાગ્યા. કુણાલે એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે લિવ ઇન થી મને મારા જીવનસાથી ને વધુ સારી રીતે સમજવામાં અને જાણવામાં મદદ મળી. જો કે દરેક નો અનુભવ અલગ હોય છે કારણ કે દરેક વ્યક્તિ માટે એક જ વસ્તુ કામ કરે તે શક્ય નથી.
લગ્ન પછી નથી આવતું ખાસ પરિવર્તન
લોકો નાં મનમાં વારંવાર વિચાર આવે છે કે જે લોકો લિવ ઇન માં રહ્યા પછી લગ્ન કરે છે તેમાં કંઈ અલગ લાગે છે કે નહીં. તેનાં જવાબ માં સોહા એ કહ્યું હતું કે લગ્ન પછી તેમનાં માટે કાંઈ બદલાયું નહીં. કારણ કે તેઓ લિવ ઇન દરમિયાન એકબીજા ને વધુ સારી રીતે સમજે છે. તેઓ સાથે રહેતા હતા ત્યારે એકબીજા ની ખામીઓ અને લાગણીઓ ને સમજી ગયા હતા. જયારે બંને સાથે હતા ત્યારે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પરંતુ ત્યારે પણ તેઓ એ દેખાડો કરવાની જગ્યા એ પોતાનો વાસ્તવિક સ્વભાવ બતાવ્યો હતો. આનાથી તેમને એકબીજા ને વધુ સારી રીતે સમજવા અને સુધારવા માં મદદ મળી હતી.
દબાણમાં આવીને લગ્ન ન કરવા
સોહા એ કહ્યું હતું કે તેઓ લિવ ઇન માં રહેતા હતા પરંતુ તેઓ તેનો પ્રચાર નથી કરતા. સુહા એ કહ્યું દબાણ માં આવીને ક્યારેય લગ્ન ન કરો. ત્યાંજ કુણાલ નું કહેવું હતું કે, મારા માટે પર્સનલ કમિટમેન્ટ સૌથી અગત્યની છે. એકબીજા ને વચન આપવું કે આપણે જીવનભર સાથે રહીશું એ મહત્વનું છે. આનો અર્થ એ છે કે તમે લીવ ઈન માં રહીને પણ એકબીજા ને સમજવા માટે અસમર્થ છો તો લગ્ન માં ઉતાવળ ન કરો. લગ્ન પહેલા કે પછી ખુશ રહેવું એ સૌથી મહત્વનું છે.