સોમવાર નાં દિવસે આ કામ કરવાથી મળેછે શુભ ફળ, જાણો કહ્યા કામ કરવાથી બચવું

હિન્દુ ધર્મમાં સોમવારથી લઈને રવિવાર સુધીનાં સાત દિવસોનું પોતાનું અલગ મહત્વ હોય છે. દરેક દિવસે કંઈ વિશેષ કામ કરવાથી અને ન કરવાથી લાભ અને હાનિ થાય છે એવામાં આજે અમે તમને સોમવાર નાં દિવસ સાથે જોડાયેલ સારા અને ખરાબ કામો ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવાર નાં સ્વામી ચંદ્ર દેવ છે તેથી જે જાતકની કુંડળીમાં ચંદ્ર અશુભ સ્થાન પર હોય તેઓએ આ દિવસે ઉપવાસ રાખીને ચંદ્રદેવ સાથે જોડાયેલ આ ઉપાયો કરવા જોઈએ. લાલ કિતાબમાં પણ જણાવવામાં આવ્યું છે કે, સોમવાર ચંદ્રમા સાથે જોડાયેલ કેટલાક વિશેષ કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે કેટલાક કામ કરવાથી ચંદ્ર દોષના ચાલતા અશુભ ફળ પણ મળી શકે છે. તો ચાલો જાણીએ તેનાં વિશે કે આ દિવસે કયા કામ કરવા જોઈએ અને કયા કામો કરવાથી બચવું જોઈએ.
સોમવાર નાં દિવસે આ કામ જરૂર કરો
- ઇન્વેસ્ટમેન્ટ નાં હિસાબી સોમવારનો દિવસ ખૂબ જ શુભ ગણવામાં આવે છે આ દિવસે સોનું-ચાંદી કે શેરમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે.
- જો તમે કોઈ યાત્રા પર જવાના છો તો સોમવારન નાં દક્ષિણ પશ્ચિમ અને વાયવ્ય દિશામાં યાત્રા કરવી એ તરફ યાત્રા કરવાથી યાત્રા સુખમય અને સફળ રહે છે.
- જો તમે કોઈ નવું કાર્ય કે નવી નોકરી જોઈન્ટ કરવા માંગો છો તો સોમવારનો દિવસ ખૂબ જ શુભ ગણવામાં આવે છે. આ દિવસે કામ કરવાથી તમારી કારકિર્દીમાં સારો પ્રભાવ પડે છે.
- તમારી કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો સોમવા રનાં દિવસે દૂધનું દાન કરવું જોઈએ આ દાન તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કે કોઈ જાનવર ને કરી શકો છો.
- સોમવાર નાં દિવસે મોતી રત્ન ધારણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે કારણકે મોતી ચંદ્ર ગ્રહનું રત્ન છે.
સોમવાર નાં દિવસે ન કરો આ કામ
- સોમવાર નાં દિવસે ઉત્તર પૂર્વ અને અગ્નિ દિશામાં ભૂલથી પણ યાત્રા કરવી જોઈએ નહીં.
- સોમવાર નાં દિવસે સાકર યુક્ત ભોજન કરવું ન કરવું જોઈએ તે દિવસે સાકાર યુકત ભોજનનો ત્યાગ કરવાથી શુભ સમાચાર મળી શકે છે અને દિવસ સારો જાય છે.
- સોમવારનાં દિવસે માં ને કડવા વચન ન બોલવા જોઈએ નહીં તે દિવસે ભૂલીને પણ માં નું અપમાન કરવું જોઈએ નહીં જો તમે એવું કરો છો તો તમને તેનાં ખરાબ પરિણામો ભોગવવા પડે છે. તેનું કારણ છે ચંદ્રમાં માતા સાથે સંબંધિત ગ્રહ છે. સોમવાર જ નહીં પરંતુ ક્યારેય પણ તમારી માતાને દુઃખ થાય તેવું કરવું જોઈએ નહીં.