સોમવાર શિવજી ની આરાધના માટે નો દિવસ છે, જાણો તે દિવસે શું કરવાથી ફાયદો થશે, અને કયા કામો થી રહેવું જોઈએ દૂર

શાસ્ત્રો અનુસાર સોમવાર નો દિવસ દેવો નાં દેવ મહાદેવ ની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોમવાર નો દિવસ ચંદ્ર ગ્રહ નો દિવસ પણ ગણવામાં આવે છે.એવું કહેવાય છે કે સોમવાર નાં દિવસે શિવજી ની આરાધના કરવાથી ભક્તો નાં જીવન ની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ભગવાન શિવજી ને બધા દેવો માં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેમજ ચંદ્રમા ને મન નાં કારક ગણવામાં આવે છે. ભગવાન શિવજીની કૃપા મેળવવા અને ચંદ્ર ગ્રહને મજબૂત કરવા માટે સોમવાર નો દિવસ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જો તમે સોમવાર નાં દિવસે કયું કામ કરવું અને અમુક કાર્ય થી દૂર રહેશો તો મહાદેવ નાં વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.ચાલો જાણીએ સોમવાર નાં દિવસે શું કરવાથી ફાયદો થશેશાસ્ત્રો અનુસાર જો સોમવાર નાં દિવસે શિવજી ની પૂજા-અર્ચના કરવામાં આવે તો વ્યક્તિ ની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવ બધા દેવતાઓ માં સૌથી પહેલાં પ્રસન્ન થાય છે. માટે જ તેને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. જો તમે મહાદેવ નાં આશીર્વાદ ઈચ્છતા હોવ તો સોમવાર નાં દિવસે મહાદેવ ની પૂજા અવશ્ય કરવી અને માથા પર ભસ્મનું તિલક કરવું.

શાસ્ત્ર મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ની કુંડળી માં ચંદ્રની સ્થિતિ ખરાબ હોય તો તે વ્યક્તિ નાં સ્વભાવ માં ઘણો પરિવર્તન જોવા મળે છે. વ્યક્તિ નો સ્વભાવ ઉગ્ર રહે છે. ચંદ્રમા ને મન નાં કારક ગણવામાં આવ્યા છે. સોમવાર નાં દિવસે ઉપવાસ રાખવાથી લાભ અવશ્ય મળે છે.સોમવાર નો દિવસ રોકાણ કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. જો તમારે કોઈ પણ પ્રકાર નું રોકાણ કરવું હોય તો તે સોમવાર નાં દિવસે કરવું જોઈએ. પછી તે રોકાણ સોના-ચાંદીમાં હોય કે શેર માર્કેટ માં તે તમામ રોકાણ કરવા માટે સોમવાર નો દિવસ ઉતમ છે. જો તમે કોઇ નવા કાર્ય ની શરૂઆત કરી રહયા છો તેનાં માટે પણ સોમવાર નો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. તદુપરાંત ઘર નિર્માણ નું કાર્ય શરૂ કરવું હોય અથવા નોકરી કે કોઈ હોદ્દો સંભાળવા નો હોય આ દરેક કાર્યો સોમવાર નાં દિવસે કરવાથી સફળતા મળશે.
જો તમે સોમવાર નાં દિવસે મુસાફરી કરવાનું આયોજન હોય તો બની શકે તો તમારે એ વાતનો ખ્યાલ રાખવો તે દિવસે અગ્નિ એટલે કે ઉત્તર દિશામાં મુસાફરી ના કરવી. સોમવાર નાં દિવસે તમે દક્ષિણ, પશ્ચિમ અને વાયવ્ય ની મુસાફરી કરી શકો છો. આ દિશા શુભ માનવામાં આવે છે. સોમવાર નાં દિવસે દૂધ કે દૂધથી બનેલી કોઈપણ સામગ્રી ની ખરીદી કે વેચાણ કરવું ન જોઈએ. તે શુભ માનવામાં આવતું નથી. પરંતુ તમે સોમવાર નાં દિવસે દૂધ કે સફેદ રંગ નાં વસ્ત્રો નું દાન કરી શકો છો. એવું કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.જો તમે ઈચ્છતા હો કે ચંદ્રમા નાં લીધે કોઈ પ્રકાર ની પરેશાની નો સામનો કરવો ન પડે. તો સોમવાર નાં દિવસે સાકર નો ઉપયોગ કરવો નહી. સાકર ને ચંદ્રમા નું ભોજન ગણવામાં આવે છે. તેથી સોમવારે સાકર નો પ્રયોગ કરવો વર્જિત ગણાય છે.