સૌપ્રથમ કરવા ચોથ નું વ્રત કોણે રાખ્યું હતું, આ વ્રત ની પરંપરા કઈ રીતે શરુ થઇ હતી

કરવા ચોથ નું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વ રાખે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે પ્રાચીન કાળમાં દેવીઓ તેમનાં પતિઓ માટે આ વ્રત કરતી હતી. મહાભારત કાળમાં પણ આ વ્રત નો પ્રસંગ જોવા મળે છે. ચાલો જાણીએ કરવા ચોથ વ્રત ની પરંપરા કઈ રીતે શરુ થઇ હતી અને સૌથી પહેલા આ વ્રત કોણે રાખ્યું હતું.
આ રીતે કરવા ચોથ વ્રત ની શરૂઆત થઈ હતી
પુરાણો અનુસાર સૌપ્રથમ દેવી પાર્વતી એ પોતાનાં પતિ ભોળાનાથ માટે આ વ્રત રાખ્યું હતું. આ વ્રત નાં પ્રભાવ થી તેને અખંડ સૌભાગ્યવતી નું વરદાન મળ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનાં પતિ માટે આ વ્રત કરે છે અને તેનાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
બ્રહ્મદેવે પણ આ વ્રત કરવાની સલાહ આપી હતી
પૌરાણિક કથા અનુસાર એકવાર દેવતાઓ અને રાક્ષસો ની વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધ એટલું બધું ભયંકર હતું કે દેવતા હોય એ પોતાની પૂરી તાકાત લગાવી છતાં તેઓ જીતી શકતા ન હતા. દેવતાઓ પર રાક્ષસો ભારે પડતા હતા. ત્યારે બ્રહ્મદેવે દેવીઓ ને કરવા ચોથ વ્રત કરવાની સલાહ આપી તેઓએ જણાવ્યું કે આ વ્રત નાં પ્રભાવ થી તમારા પતિઓ દાનવો સાથે નાં યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશે. તેના આદેશ અનુસાર દેવીઓએ પોતાનાં પતિઓ માટે કારતક મહિના ની ચોથ નાં દિવસે આ વ્રત કર્યું. તેના પ્રભાવથી દેવતાઓ ને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થઇ. ત્યારથી કરવા ચોથ નાં વ્રત ની પરંપરા શરૂ થઈ.
દ્રૌપદી એ પણ કરવા ચોથ નું વ્રત કર્યું હતું
એકવાર અર્જુન નીલગીરી પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે પાંડવો પર સંકટ આવ્યું ત્યારે દ્રૌપદી એ શ્રીકૃષ્ણ ની મદદ માંગી ત્યારે શ્રીકૃષ્ણ એ તેને કહ્યું, કારતક મહિના ની ચોથ નાં દિવસે વ્રત કરો. શ્રીકૃષ્ણ આદેશ અનુસાર દ્રૌપદી એ વ્રત કર્યું અને તેના પ્રભાવ થી પાંડવો ને સંકટ માંથી મુક્તિ મળી.આ વ્રત નાં પ્રભાવ થી પતિ ને લાંબા આયુષ્ય ની સાથે તમામ મુશ્કેલીઓ માંથી પણ મુક્તિ મળે છે.