સૌથી મોટો સવાલ દરેક પ્રશ્નનાં જવાબ શા માટે અને કેવી રીતે આપે છે ગૂગલ, જાણો તેનાં વિશે

જ્યારે પણ આપણા મગજમાં કોઈ સવાલ આવે છે ત્યારે આપણે કોઈને પૂછ્યા વગર સીધા જ ગુગલ કરીએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે ગુગલ આપણા બધા પ્રશ્નોનાં જવાબ આપે છે. ફક્ત એક જ ક્લિક થી તમે તમારા બધા પ્રશ્નોનાં જવાબ મેળવી શકો છો. પરંતુ ઘણી વખત એ સવાલ આપણા મગજમાં ઉદભવે છે કે, ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ કઈ રીતે હોય છે. અહીંયા અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ગુગલ દરેક સવાલનાં જવાબ કઈ રીતે આપે છે.
ક્રોલીંગ
જ્યારે આપણે કંઇપણ સર્ચ કરીએ છીએ સૌપ્રથમ ગુગલ ક્રોલ કરે છે. એટલે કે, ગુગલ તે જુએ છે કે વેબપેજ પર શું ઉપલબ્ધ છે. ત્યારબાદ તે નવા પેજ ઇન્ડેક્સ સાથે જોડી દે છે. આને ક્રોલિંગ કહેવામાં આવે છે. વેબ ક્રોલિંગ આ માટે ગુગલ બોટનો ઉપયોગ કરે છે. સૌથી પહેલા ક્રોલર્સ વેબ પેજ ને શોધે છે. વેબ પેજ શોધીને ક્રોલર્સ લીંક ને ફોલો કરે છે. જણાવી દઈએ કે, ક્રોલર્સ એક લીંક પરથી બીજી લિક પર ડેટા કલેક્ટ કરે છે અને તેઓ તેને ગૂગલના સર્વર પર લાવે છે.
ઈન્ડેક્સીંગ
ક્રોલર્સ ને વેબપેજ મળ્યા બાદ કંપની સિસ્ટમ પર માહિતી તપાસે છે. માહિતીમાં ફોટો, વિડીયો, ટેક્સ્ટ હોય છે. ગુગલ એ પણ શોધે છે કે, જે પેજ ને ક્રોલ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી શું છે. જણાવી દઈએ કે, ગુગલ પર કરેલી શોધ ઇન્ડેક્સ માં ઉપલબ્ધ બધી માહિતીને ટ્રેક કરે છે. ત્યારબાદ ડુપ્લીકેટ માહિતીને રદ કરવામાં આવે છે. બધી માહિતી ગુગલ ઇન્ડેક્સમાં સ્ટોર થઈજાય છે . તેને લઈને ડેટાબેઝ બનાવવામાં આવે છે.
સર્વિંગ પરિણામ
આપણે ઘણી વખત જોયું હશે કે, જ્યારે આપણે કોઈ પ્રશ્ન શોધીએ છીએ ત્યારે તેની સાથે સૂચનો અને જવાબો મેળવીએ છીએ. તે ઘણી વસ્તુઓ પર આધારિત છે તે ઘણી વાતો પર નિર્ભર કરે છે. જેના પર પેજ સ્થાન હોય છે. તેનાથી આપણને આપના સવાલોના જવાબ જલ્દી મળી જાય છે. આ સિવાય ગુગલ ઈન્ટરનેટ પ્રોચેસ્સોર નો પણ ઉપયોગ કરે છે.