સોયાબીન તમને પ્રોટીન અને પોષક તત્વ આપે છે, પરંતુ તેનાથી થાય છે આ નુકસાન

સોયાબીન એક એવું અનાજ છે જે ખૂબ જ કામ નું છે. તેનો દરેક ભાગ કામમાં આવે છે. બધાને ખ્યાલ છે કે, સોયાબીન પોષક તત્વોથી ભરપુર હોય છે. સોયાબીન પ્રોટીન માટે નો એક સારો સ્રોત ગણવામાં આવે છે. સોયાબીન એક એવી વસ્તુ છે જે લોકો ચોખા, રોટલી અને પરોઠા સાથે ખાઈ શકે છે. તેમાં મિનરલ્સ ઉપરાંત વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન્સ ઈ ભરપૂર માત્રામાં હોય છે. તેના કારણે જીમ કરનાર લોકો માટે પ્રોટીન ની જરૂરીયાત માટે સોયાબીન એક સારો સ્ત્રોત માનવામાં આવે છે.
સોયાબીનને લોકો ઘણી રીતે ખાઈ શકે છે. સોયાબીનની સબ્જી, પરાઠા વગેરે રૂપમાં પણ તેનું સેવન કરવામાં આવે છે. તે ઉપરાંત કટલેસ અથવા તો દૂધમાં નાખીને પણ તેને ખાવામાં આવે છે. સોયાબીન સ્નેક્સ પણ માર્કેટમાં ખૂબ જ ઉપલબ્ધ છે. સોયાબીનમાં પ્રોટીન ઉપરાંત ફાઇબર અને મિનરલ હોય છે. તેમાં સેચરેટેડ ફેટ ની માત્રા ઓછી હોય છે. સોયાબીન નાં અન્ય ગુણોની વાત કરીએ તો, તેમાં કલેસ્ટ્રોલ અને લૈકટોસ હોતા નથી. તેથી તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. સોયાબીનમાં કોપર, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ ફોસ્ફરસ અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે.
જાણો સોયાબીન થી થતા નુકસાન
સોયાબીન ને પ્રોટીન માટેનો સારો સ્તોત્ર છે. તે શરીરને ઘણા પોષક તત્વો પૂરા પાડે છે પરંતુ તે તમારી પાસેથી એવું છીનવી લે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ઘણી બાબત માટે તે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. સોયાબીન ખાવાથી વધારે એનર્જીની સમસ્યા થાય છે. સોયાબીનખાવાથી મહિલાઓને હોર્મોન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સોયાબીન માં રહેલ કમ્પાઉન્ડ ફીમેલ હોર્મોન ઇસ્ટ્રોજન ની કોપી કરવા લાગે છે. સોયાબીન વધારે ખાવાથી પુરુષોમાં સ્પમ કાઉન્ટ ની માત્રામાં ઉણપ આવી જાય છે. સોયાબીન માં રહેલ ટ્રાન્સ ફૈટ નાં કારણે વજન વધી શકે છે. હૃદય સંબંધી બીમારી વાળા લોકોએ સોયાબીન નું સેવન કરવું જોઇએ નહીં. માઈગ્રેન અને થાઇરોઇડ વાળા લોકોએ સોયાબીન થી દૂર રહેવું જોઈએ.
સોયાબીન નાં અન્ય ફાયદાઓ
સોયાબીન થી હાડકા મજબુત થાય છે મહિલાઓના સાંધાના દુખાવા, કમરના નાં દુખાવાની ફરિયાદ હોય તેમાં સીમિત માત્રામાં સોયાબીન નું સેવન કરવામાં આવે તો આ બિમારીઓથી રાહત મેળવી શકાય છે. સોયાબીનમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા તત્વો ભરપૂર હોય છે. તેથી હાડકા મજબૂત બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. સોયાબીન બર્થ ડિફેક્ટ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તે માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. ગર્ભવતી મહિલાઓએ સોયાબીન નું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ઘણાં પ્રકારનાં કેન્સરથી પણ તે બચાવ કરે છે.