સ્પાઈસી ફૂડ તમારા શરીરને નુકશાન ની સાથે ફાયદો પણ આપે છે,જાણો તેનાં ફાયદાઓ વિશે

આજસુધી આપણે વડીલોને એ કહેતા સાંભળીયા છે કે, હંમેશા ફિક્કુ ભોજન કરવું જોઇએ. વધારે સ્પાઈસી ફૂડ ખાવું જોઈએ નહીં. મસાલાદાર ખાવાથી નુકસાન થઈ શકે છે. આપણે ટીવી અને ન્યૂઝપેપરમાં પણ આ જ વાંચ્યું છે કે મસાલા વાળું ખાવાથી બીમારીઓ આવી શકે છે. આપણે આ વાત પર અમલ કરી લઈએ છીએ. પરંતુ જ્યારે પણ આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે આપણી સામે મનપસંદ ચાટ, ગોલગપ્પા, સમોસા-કચોરી મસાલેદાર ઘણી વસ્તુ આવે છે અને આપણે કંટ્રોલ કરી શકતા નહીં અને ઝટપટ તેને ખાઈ લઈએ છીએ.
આ દરેક વસ્તુને ખાધા પછી કે ખાતા પહેલા મનમાં એક વિચાર હંમેશા આવે છે કે, આ વખતે થોડું ખાઈ લઈએ પરંતુ હવે તમારા માટે ખુશખબરી છે કે, તમે એ તો સાંભળ્યું જ હશે કે દરેક વસ્તુ લિમિટમાં કરવી. જો સીમિત માત્રામાં સ્પાઈસી ફુડ ખાવામાં આવે તો તે શરીર ને નુકસાન નહીં પરંતુ. શરીરને ફાયદો પહોંચાડે છે. વિજ્ઞાન અને આપણું આયુર્વેદિક એ વાતને માને છે કે, જો ભોજન માં યોગ્ય માત્રામાં ઈલાયચી, હળદર, લસણ, આદુ, મરચાં વગેરે મસાલા હોય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને સ્પાઈસી ફુડ થી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જીરું, હળદર જેવા મસાલામાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. આ મસાલા શરીરમાં મોજુદ બેડ બેક્ટેરિયા સામે લડીને શરીરની બહાર નીકળવામાં મદદ રૂપ થાય છે. તેનાં નિયમિત સેવનથી શરીરમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થતું નથી અને બીમારીઓથી તમે બચી શકો છો.આપણા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા લાલ મરચા માં કેપ્સેસિન નામનું એક કોમ્પેક્ટ હોય છે. જે કેન્સર નાં સેલ્સ ને ધીમા કરે છે અને સમાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. તે કેન્સર ને આગળ વધવાથી સરળતાથી રોકી શકે છે. એક શોધ અનુસાર ઉંદર પર એક સ્ટડી નાં સમયે જાણવા મળ્યું હતું કે, કેપ્સેસિન પ્રોસ્ટેટ કેન્સરની કોશિકાઓને ફેલાવવાથી રોકે છે સાથે જ હેલ્ધી કોશિકાને કોઇ પ્રકારનું નુકસાન પણ થતું નથી.
તમને જણાવી દઈએ કે, લસણ, આદુ અને હળદર જેવા મસાલાઓ માં એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. આ મસાલાઓ નો ઉપયોગ આયુર્વેદમાં ઓર્થ્રાઇટીસ, માથાનો દુખાવો ગભરાહટ અને ઓટો ઇમ્યુન બીમારીઓનો ઇલાજ લાંબા સમયથી કરવામાં આવેછે. આ ભારતીય મસાલા અને ઇન્ફ્લેમેશન સામે લડે છે અને માનવ શરીરની ઇમ્યુનિટી વધારે છે.તીખી અને મસાલેદાર સબ્જી ખાવાથી શરીરમાં સેરોટોનિન એટલે ફીલગુડ હોર્મોન્સ બહાર નીકળે છે અને તમારૂં સ્ટ્રેસ અને ડિપ્રેશન કંટ્રોલમાં રહે છે. તમારા શુગર લેવલ ને સામાન્ય બનાવી રાખવામાં સહાયતા કરે છે. કાળું મરચું, લાલ મરચું, હળદર તજ વગેરે મસાલા ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ રેટ સારો રહે છે અને ભૂખ ઓછી લાગે છે. જેના કારણે વજન ઓછું કરવામાં પણ મદદ મળી રહે છે.