સપનામાં બિલાડીનું દેખાવું શુભ હોય છે કે અશુભ, જાણો સપનામાં દેખાતી વસ્તુઓ નું મહત્વ

સપનામાં બિલાડીનું દેખાવું શુભ હોય છે કે અશુભ, જાણો સપનામાં દેખાતી વસ્તુઓ નું મહત્વ

સપનાઓ ખુબજ અજીબ હોય છે. આંખ લગતા જ સપનાઓની દુનિયામાં ક્યારે શું દેખાય તેની ખબર પડતી નથી. એવા એવું કહેવામાં આવે છે કે, સપનાઓ આપણા રોજ ની લાઈફ સાથે જોડાયેલ હોય છે. ઘણીવાર આપણા અંદર દબાયેલી ઈચ્છાઓ પણ સપનામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી દરેક વસ્તુઓ નો અલગ અર્થ થાય છે. તે આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ પ્રતિ આગ્રહ કરે છે.

સપનામાં તારા નો સ્પર્શ કરવો

 

જો સપનામાં તમે આકાશમાં તારાઓ નો સ્પર્શ કરતા હોવ તેવું દેખાય તો ખુશ થઈ જવું.આ એક સારું સપનું છે. સપનામાં તારાઓનો સ્પર્શ કરવો ખૂબ જ શુભ ગણવામાં આવે છે તેનો અર્થ છે કે આવનાર સમયમાં તમને ખૂબ જ સન્માન મળવાનું છે એનો મતલબ થાય છે કે, તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું તમને ફળ જલદીથી પ્રાપ્ત થવાનું છે. અભ્યાસ નોકરી અને વેપારમાં સફળતા અને લાભ પ્રાપ્ત થાય છે.

બિલાડીનું દેખાવું

બિલાડી ને પહેલા નાં સમયમાં અશુભ ગણવામાં આવતી. જેમ કે બિલાડી તમારા રસ્તેથી આડી ઊતરે તો વ્યક્તિ પોતાનો રસ્તો બદલી નાખતો હતો એવામાં જો બિલાડી સપનામાં આવે તો તે એક અશુભ સંકેત ગણાય છે. તેનો મતલબ છે કે, ભવિષ્યમાં કોઇ નુકસાન થવાનું છે જેથી સપનામાં બિલાડી દેખાય તો સતર્ક થઈ જવું અને સાવધાનીથી દરેક કાર્ય કરવું.  ખાસ કરીને કેટલાક દિવસો સુધી ધન રોકાણ કરવાથી બચવું.

સપનામાં તમે મગ ખાતર ખાતા હોવ તેવું દેખાય

સપનામાં તમે મગ ખાતા હોવ તેવું દેખાય તો તે શુભ સંકેત છે. મતલબ છે કે, તમને ધનની પ્રાપ્તિ થવાની છે. તમારું રોકાયેલ દરેક કાર્ય પૂર્ણ થવાનું છે અને તમને લાભ જ લાભ થવાનો છે. આ સંકેત એ છે કે, તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત રંગ લાવવાની છે. ખાસ કરીને ધનની બાબતમાં ભાગ્ય તમને સાથ આપશે.

સપનામાં કાળા તલ ખાતા હોવ એવું દેખાય

સપનામાં જો તમે કાળા તલ ખાતા હોવ એવું સપનું આવે તો તે સારી વાત નથી તે અશુભ સંકેત ગણવામાં આવે છે. તેનો મતલબ છે કે, તમારી બદનામી થવાની છે. સમાજમાં તમારી ઇજ્જત પર દાગ લાગવાનો છે. એવી સ્થિતિમાં તમારા આચાર-વિચાર ને લઈને સાવધાન રહેવું. કોઈ પણ જાતની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *