સપનામાં સાપ નું દેખાવું શુભ ગણાય છે કે અશુભ ? સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જાણો તેનો તમારા જીવન પર પ્રભાવ

સપનામાં સાપ નું દેખાવું શુભ ગણાય છે કે અશુભ ? સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જાણો તેનો તમારા જીવન પર પ્રભાવ

રાત્રિનાં સમયે સપના આવવા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. ઊંઘ માં આપણને ઘણા પ્રકાર નાં સપનાઓ આવે છે ઘણીવાર આપણે તે સપનાઓ ને જોઈને તેને ભૂલી જઈએ છીએ પરંતુ સ્વપ્નશાસ્ત્ર માનવામાં આવે છે કે, દરેક સપના ની પાછળ કોઈ અર્થ હોય છે તે સ્વપ્ન તમને ભવિષ્યમાં થનારી ઘટનાઓ પ્રત્યે સચેત કરે છે એવામાં આજે અમે તમને સપનામાં સાપ નો દેખાવાનો મતલબ સમજવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે, જો તમે સપનામાં સાપ દેખાય તો તમારા જીવનમાં રાહુ ની શરૂઆત થવાનો સંકેત છે. તેનો મતલબ છે કે, તમારા જીવનમાં રાહુ તમને તમારા કરેલા કર્મનું ફળ આપશે. હવે તે ફળ કોઈ માટે શુભ હોઈ શકે છે તો કોઈ નાં માટે તેનું પરિણામ અશુભ પણ હોઈ શકે છે.

સાપ નું ડંખ મારવું

જો સપનામાં સાપ ડંખ મારે છે તો તે સારો સંકેત હોતો નથી સપના શાસ્ત્ર અનુસાર તેનો મતલબ છે કે નજીક નાં ભવિષ્યમાં તમારે કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. એવામાં આવું સપનું આવવાથી તમારે મોટી પરેશાની માટે તૈયાર રહેવું જોઈએ.

મરેલો સાપ દેખાવો

સપનામાં જો તમને મરેલો સાપ જોવા મળે તો તેનો મતલબ છે તમારા જીવનમાં જેટલી પરેશાનીઓ છે તે બધી દુર થવાની છે. તમાર જીવનની દરેક સમસ્યાઓ સમાપ્ત થશે.

સાપ નો પીછો કરવો

જો તમે સપનામાં સાપ નો પીછો કરતા હોવ તેવું દેખાય તો તે અશુભ સંકેત છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર તેનો અર્થ થાય છે કે, તમારા જીવનમાં કોઈ મોટી પરેશાની આવી શકે છે.

ઉડતો સાપ દેખાવો

તમને સપનામાં સાપ ઉડતો હોય તેવું દેખાય તો તે એક ખરાબ સંકેત ગણવામાં આવે છે. તેનો મતલબ છે કે, તમને જલ્દી જ પૈસાની હાનિ થવાની છે આ એક આર્થિક નુકશાનનો સંકેત છે. આવું સપનું આવવા પર તમારે પૈસા નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

સફેદ રંગનો સાપ દેખાવો

 

સપનામાં સફેદ રંગ નો સાપ દેખાય તો તે શુભ ગણવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર તેનો મતલબ છે કે, તમને ધનલાભ થવાનો છે અને નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં લાભ થઈ શકે છે.

સાપ અને નોળિયાની ફાઇટ

જો તમને સપનામાં સાપ અને નોળિયા ની ફાઈટ દેખાય તો તે અશુભ સંકેત ગણવામાં આવે છે તેનો મતલબ છે કે, તમે કારણ વગર કોઈ પરેશાની માં ફસાઈ શકો છો.

સપનામાં સાપ નાં દાંત દેખાવા

સપનામાં સાપ ના દાંત દેખાય તે એક અશુભ સંકેત છે. તેનો મતલબ છે કે તમારા કોઈ નજીક નાં મિત્ર કે સંબંધી તમારો વિશ્વાસઘાત કરી શકે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *