સ્ત્રીઓ ને સોરી કહેવામાં શા માટે અચકાય છે પુરુષો, સંશોધન દરમિયાન આ વાતનો થયો ખુલાસો

આઈ એમ સોરી આમ જોવા જઈએ તો ફક્ત ત્રણ શબ્દ છે. તેને બોલવા માટે નું મોટપ દરેક માં નથી હોતી. ખાસ કરીને પુરુષ સોરી બોલવા માટે હંમેશા ખચકાટ અનુભવે છે. ખાસ કરીને જ્યારે તેને પોતાના જીવનસાથી ને સોરી કહેવા નું હોય. તેને આ બાબત પસંદ નથી પડતી. અમુક પુરુષો ને છોડી ને મોટાભાગ ના પુરુષો સ્ત્રીઓ ને સોરી બોલવા નું પસંદ નથી કરતા આખરે શા માટે સોરી કહેવાનુ પસંદ નથી કરતા. ચાલો જાણીએ,પુરુષો તરફથી સોરી ના કહેવાનું મોટાભાગે કારણ તેનો મેલ ઈગો એટલે કે અહંકાર હોય છે. કેમ કે સોરી બોલવા માં તેઓ નાનપ અનુભવે છે. તેનાથી તેઓની શાન ઓછી થઈ જશે એવું તેમને લાગેછે.પુરુષો ને લાગે છે કે તેઓ માફી માંગશે તો તેમને કમજોર ગણવામાં આવશે. લોકો એવું સમજશે કે તે તેની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ નથી.
ઘણા પુરુષો ની એવી માન્યતા હોય છે કે તેઓ ક્યારેય ખોટા ના હોઈ શકે. તે પોતાની ભૂલ સ્વીકાર કરતા નથી તેમને લાગે છે તે જે કરી રહ્યા છે તે બધુ બરાબર જ છે. સામેવાળા જ ખોટા હોય છે. આટલા માટે જ ઘણા પુરુષો સોરી બોલવાનું તો દૂર પણ પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી.ઘણા પુરુષો એવા પણ હોય છે કે જે સોરી બોલવાને બદલે બીજા રસ્તા ઓ પણ ગોતી લેતા હોય છે .જેમ કે ,તે પોતાની પત્ની .ને મોંઘી ગિફ્ટ આપી દેતા હોય છે કશેક ફરવા લઈ જતા હોય છે. રોમેન્ટિક વાતાવરણ ઉભું કરી અને પ્રેમ વ્યક્ત કરે છે. જેથી તેમના જીવનસાથી સમજી જાય છે કે પુરુષ પોતે કરેલી ભૂલ માટે શરમ અનુભવે છે.
ઘણીવાર એવું પણ બને છે કે પુરુષ ગભરાહટ ના લીધે માફી ના માંગતા હોઈ. તેઓ ને લાગે છે કે કદાચ તેમની જીવનસાથી તેને માફ નહીં કરે તો ક્યાંક વાત વધુ બગડી જાય તો અથવા માફી માગતા સમયે તેનાથી કંઈ ભૂલ થઈ ગઈ તો?ઘણા પુરુષો એટલા માટે પણ માફી નથી માગતા કે માફી માંગવાના કારણે તેની પત્ની તેમને વધુ નીચું દેખાડશે, તેને કટાક્ષ કરશે અને બધાની સામે અપમાનિત કરશે. સોરી ન બોલવા પાછળનું કારણ રૂઢિચુસ્ત વિચારધારા પણ હોઈ શકે. પોતાની જૂની વિચારસરણી ને લીધે પણ તેઓ મહિલાઓ ને સોરી બોલવાનું યોગ્ય સમજતા નથી. તેઓ એક મેલ ડોમિંનેટિંગ પર્સનાલિટી માં રહેવાનું પસંદ કરે છે.
આમ તો સમયની સાથે હવે ધીમે ધીમે પુરુષો ની માનસિકતા માં પરિવર્તન આવી રહયું છે. આજ કાલ ની નવી જનરેશન ખૂબ જ સમજદાર છે. તેઓ સ્ત્રી અને પુરુષ ને એક સમાન જ સમજે છે. એટલા માટે તેને માફી માંગવામાં કોઈપણ પ્રકાર ની તકલીફ નથી થતી