શુગર નાં દર્દીઓ માટે વરદાન સમાન છે ધાણા, જાણો કઈ રીતે કરવું તેનું સેવન

કોથમીર ભોજન માં સુગંધ વધારે છે સાથે સાથે તેના ઉપયોગથી શાક નો દેખાવ સુંદર થઈ જાય છે અને સ્વાદમાં પણ વધારો થાય છે તેનાથી ફક્ત સ્વાદ માં જ વધારો થતો નથી પરંતુ તે સ્વાસ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.જણાવી દઈએ કે, કોથમીરમાં કેલ્શિયમ, આયર્ન, એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા ગુણો હોય છે એવામાં કોથમીર ખાવાથી વજન પણ ઓછુ થાય છે સાથે સાથે અન્ય બીમારીઓથી પણ બચાવ થાય છે. ખાસ કરીને ડાયાબિટીસ નાં દર્દી ને કોથમીર ખાવાથી ડાયાબીટીસ માં ખૂબ જ ફાયદો થાય છે. ચલો જાણીએ તેના ફાયદાઓ વિસ્તારથી
ડાયાબિટીસમાં કોથમીર છે ફાયદાકારક
શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા જ્યારે અસંતુલિત થાય છે ત્યારે ડાયાબિટીસનું જોખમ રહે છે એવા લોકો ને સંતુલિત ખોરાક ની સલાહ આપવામાં આવેછે. ઔષધીય અને પૌષ્ટિક ગુણો થી ભરપૂર કોથમીર નું સેવન કરવાથી ફાયદો થાય છે. કારણ કે, કોથમીર ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ 33 હોય છે આ ઇન્ડેક્સ થી ખાવામાં કાર્બોહાઇડ્રેટની માત્રા માપી શકાય છેતેનાથી શરીરમાં સુગર લેવલ ની માત્રાઅને અસર નો ખ્યાલ આવે છે સાથે જ ઓછા જીઆઈ લેવલ વાળી વસ્તુઓ વસ્તુ ખાવાથી જલ્દી પચી જાય છે સાથે જ વજન પણ ઓછું કરવાનું કામ કરે છે.
આ રીતે કરવું સેવન
ડાયાબિટીસ નાં દર્દીઓએ 10 ગ્રામ ધાણા લઈ આખી રાત પાણી માં પલાળી સવારે એ પાણી ખાલી પેટ લે. જો તમે ઈચ્છો તો આ પાણીનો ઉપયોગ આખો દિવસ કરી શકો છો.ધાણામાં પોલિફેનોલ્સ બી કેરોટીનોઈટ જેવા કમ્પાઉન્ડ હોય છે જેનાથી લોહીમાં હાઇપર ગ્લા ઈકેમિક ઇન્સ્યુલીન ડીસ ચાર્જિંગ અને ઈન્સ્યુલીન પ્રોડ્યુસ થાય છે. તેમજ કોથમીર નાં સેવન થી ગ્લુકોઝ લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
હૃદયની રાખે છે સ્વસ્થ
ધાણા નાં સેવન થી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને ફેટ પણ ઓછુ થાય છે તેનાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે અને હ્રદય સંબંધી પરેશાનીઓ નું જોખમ ઓછું રહે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે વધારે વજનથી પરેશાન હોવ અને વજન ઉતારવામાં ઈચ્છતા હોવ તો એક ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા નાખીને આખી રાત પલાળી રાખો ત્યારબાદ સવારે ધીમા ગેસ પર ઉકાળી ને દિવસમાં બે થી ત્રણવાર આ પાણીનું સેવન કરવાથી પેટ ભરેલું રહેશે અને વારંવાર ભૂખ નહિ લાગે.
મોઢાનાં ચાંદા માં રાહત
ઘણીવાર લોકો મોઢામાં ચાંદા થવાથી પરેશાન રહે છે. જો તમને પણ આ સમસ્યા વારંવાર થતી હોય તો તેમાં રાહત મેળવવા માટે ૨૫૦ મિલી લિટર પાણીમાં એક ચમચી ધાણા પાઉડર નાખી ત્યારબાદ તેને ગાળીને આ પાણી થી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી મોઢાના ચાંદા થી જલ્દી છુટકારો મળે છે.