સુખ-સમૃદ્ધિ અને સફળતા મેળવવા માટે, જાણો મહાત્મા વિદુરે જણાવેલ ખાસ ઉપાયો

મહાભારત સમયમાં મહાત્મા વિદુરને સૌથી સમજદાર વ્યક્તિ માનવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે મહાત્મા વિદુર ની સમજદારી અને શ્રીકૃષ્ણજી નાં સાથને કારણે જ પાંડવો એ મહાભારત નાં યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી. મહાત્મા વિદુરજી ની વિદુરતા તેમની ખાસિયત ગણવામાં આવતી હતી. વિદુરતા એટલે કે સમજદારી હોવા છતાં પણ તેમને પોતાની સમજદારી નું અભિમાન ન હતું. વિદુર નીતિમાં મહાભારતકાળ નાં વિદુરજી નાં વિચારો વિશે વાત કરવામાં આવે છે. આ નીતિમાં કેટલાક એવા ખંડો છે જેમાં વિદુરજી અને મહારાજ ધૃતરાષ્ટ્ર ની વાતચીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાજ ધૃતરાષ્ટ્ર દરેક મહત્વપૂર્ણ બાબત પર વિદુરજી સાથે ચર્ચા કરતા. એટલી સમજદારી હોવા છતાં પણ વિદુરજી રાજા ન બની શક્યા કારણ કે તે એક દાસી પુત્ર હતા. તેઓએ પોતાની નીતિ પુસ્તક માં સુખ-સમૃદ્ધિ માટેનાં ઘણાં ઉપાયો જણાવ્યા છે. જે આ મુજબ છે.
- મહાત્મા વિદુર નીતિ અનુસાર જો પૈસા માવા માટે જો વ્યક્તિ ને અધર્મ નાં રસ્તા પર ચાલવું પડે કે કોઈ ખોટું કામ કરવું પડે ત્યારે તે વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.
- વિદુરજી ની નીતિ મુજબ કોઈપણ વ્યક્તિ પર વધારે ભરોસો કરવો જોઈએ નહીં. તેમનાં મુજબ લાલચી, સ્વાર્થી, આળસુ વ્યક્તિઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ નહિ. જે વ્યક્તિ વિશ્વાસપાત્ર ન હોય તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં.
- કહેવામાં આવે છે કે પાઠ પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે માન્યતા છે કે જે ઘરમાં નિયમિત પાઠ પૂજા કરવામાં આવે તો તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે એ ઘર માં દેવી લક્ષ્મીજી હંમેશા પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. અને ત્યાં સુખ સમૃદ્ધિ આવે છે માટે નિયમિત રૂપ થી ઘરમાં પૂજા પાઠ કરવા જોઈએ.
- વિદુરનીતિ મુજબ જે લોકોનાં મનમાં અસંતોષ, ક્રોધ, શંકા, બીજા પર આધારિત રહેનાર અને બીજા ને નફરત કરનાર લોકો હમેશા દુઃખી રહે છે. માટે આવા લોકોથી દૂર રહેવુ. એ વા વ્યક્તિ થી દુર રહીને જ મનુષ્ય સુખી રહી શકે છે.
- મહાત્મા વિદુર લોકોને કેટલીક આદતો નો ત્યાગ કરવાની સલાહ આપે છે. જેનાથી તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહેશે જે વ્યક્તિને અભિમાન હોય, જરૂરતથી વધારે દાન કરવું આવી આદતો નો ત્યાગ કરવો જોઈએ. વધારે બુદ્ધિમાન વ્યક્તિ પર પણ માં લક્ષ્મીની કૃપા રહેતી નથી.
- વિદુરનીતિ મુજબ કામ, ક્રોધ અને લાલચથી બચવું જોઇએ તેનાથી બચીને વ્યક્તિ પ્રસન્ન રહી શકે છે. જે લોકો કામ ક્રોધ અને લાલચ રાખે છે તે પોતે જ પોતાના માટે પતન નો માર્ગ નક્કી કરે છે.