સૂર્ય નમસ્કાર કરવાથી કંટ્રોલમાં રહે છે ડાયાબિટીસ જાણો, શા માટે બાળકોએ પણ કરવા જોઇએ આ આસનો

ડાયાબિટીસ અનિયમિત અને ખરાબ જીવનશૈલીને કારણે થતી ખતરનાક બિમારી માંની એક છે. એક મેડિકલ રિપોર્ટ મુજબ દુનિયામાં ૬ ડાયાબિટીસ નાં રોગીઓમાંથી એક ભારતીય છે. આ મુજબ ભારતમાં લગભગ ૭૭ ટકા લોકો આ બીમારીથી પીડિત છે. જણાવી દઈએ કે, જ્યારે શરીરમાં બ્લડ શુગર નું સ્તર અનિયમિત થઈ જાય છે ત્યારે ડાયાબિટીસનું જોખમ વધારે રહે છે. ઘણી મોટી બીમારીઓને દુર કરવામાં યોગ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. આ જ કારણે ડાયાબિટીસ નાં દર્દીઓ ને ડોક્ટર દવાની સાથે યોગ કરવાની સલાહ પણ આપે છે. સૂર્ય નમસ્કાર ડાયાબિટીસ નાં રોગીઓ માટે ફાયદાકારક રહે છે.
શું છે સૂર્ય નમસ્કાર
૧૦ આંગળીઓની મદદથી કરવામાં આવતા સૂર્ય નમસ્કાર માં કુલ ૧૨ પ્રકારનાં આસનો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એમાં જે આસનો ને કરવામાં આવે છે તેમાં ખાસ નામ જણાવીએ તો હસ્ત પદાસન, અશ્વસંચાલન, ચતુરંગ દંડાસન, અષ્ટાંગ નમસ્કાર ભુજંગાસન, અધોમુખ સ્વનાસ્ન, અશ્વ સંચાલનાસન, હસ્તપદાસન, જેવા આસનોનો સમાવેશ છે.
વજન ઓછું કરવામાં મદદ કરે છે
આ ૧૨ આસનોને જો ઝડપથી કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર ખુબજ ફાયદાકારક વર્ક આઉટ છે. જેનાથી પેટ ની માંસ પેશીઓમાં ખેંચાણ આવે છે જેથી પેટની ચરબી ઓછી થાય છે સાથે જ આ યોગ કરવાથી શરીરનું વજન પણ નિયંત્રણમાં રહે છે.
દૂર થાય છે સ્કિન પ્રોબ્લેમ
ડાયાબિટીસ નાં રોગીઓ ને સ્કિન પ્રોબ્લેમ ની પરેશાની રહે છે એવામાં સૂર્ય નમસ્કાર કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. માનવામાં આવે છે કે, રોજ સૂર્ય નમસ્કાર કરવાથી તમારી ત્વચા વધારે સમય સુધી જુવાન રહે છે. આ યોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે અને સ્કિનમાં ગ્લો આવે છે. તમારી રૂટિન લાઇફમાં તેનો સમાવેશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જેનાં કારણે તમારા ચહેરા પર નિખાર આવે છે.
બાળકો પણ કરી શકે છે સૂર્ય નમસ્કાર
આ યોગ કરવાથી મન શાંત રહે છે અને બાળકો ની ફોકસ ક્ષમતામાં વધારો થાય છે. તેથી એકાગ્ર થઈને તે પોતાનું કાર્ય કરી શકે છે. સાથે જ સૂર્ય નમસ્કાર કરવાથી બાળકોમાં સહન શક્તિમાં વધારો થાય છે. એટલું જ નહીં એક્ઝામ ટાઈમ પર જે બાળકોને સ્ટ્રેસ રહેતો હોય તેને દૂર કરવામાં સૂર્યનમસ્કાર મહત્વની ભૂમિકા ભજવે છે. જાણકારો મુજબ પાંચ વર્ષ થી ઉપર નાં બાળકો આ આસન કરી શકે છે.