સૂર્ય ને મજબૂત કરવાથી બધાં સંકટો દૂર થઈ જાયછે જો, સૂર્યને મજબૂત કરવા ઈચ્છતા હોવ તો પરિવાર નાં આ સભ્યનું આદર કરો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો નો સંબંધ આપણાં પ્રત્યક્ષ જીવન સાથે જોડાયેલ હોય છે. જેમકે, સૂર્ય ગ્રહ નો સંબંધ પિતા સાથે જોડાયેલ હોય છે. તે ચંદ્ર માં માતા સાથે કારક હોય છે. જ્યોતિષ આચર્યો નાં કહેવા પ્રમાણે મંગળ ગ્રહ નાના ભાઈ બહેનો સાથે સંબંધ ધરાવે છે. એવામાં અન્ય ગ્રહો નો સંબંધ આપણા કોઈ ને કોઈ સંબંધો સાથે જોડાયેલ હોય છે. ચાલો, આજે આપણે જાણીએ ગ્રહો આપણાં જીવન માં સંબંધો પર કઈ રીતે અસર કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાનાં પિતા સાથે તકરાર કરી અપમાનિત કરે છે, વાતવાત માં હડધૂત કરી સંબંધ બગાડે છે તો પરીણામે તે પોતાનાં સૂર્યને કમજોર કરી દે છે. કુંડળી માં સૂર્ય ની સ્થિતિ જાણીને જાતક નાં પિતા નાં વ્યક્તિત્વ નો પણ તાગ મેળવી શકાય છે. બની શકે છે. જો પિતા સખ્ત ગુસ્સે થઇ જતા હોય અથવા તો એમનો વ્યવહાર બરાબર ન હોવાને લીધે તેમના સંતાનો તેમને આદર નાં આપતા હોય અથવા પિતાથી દુરી બનાવી લે. એવામાં તે પોતેજ પોતાનો સૂર્ય નબળો કરે છે.
આનાં કારણે તેઓ બિમારીઓનો ભોગ બને છે, તણાવ માં વધારો થાય છે અને પછી આર્થિક મૂશ્કેલી ઓ ભોગવવી પડે છે. આવા સંજોગો માં લોકો હંમેશા જયોતિષની પાસે જાયછે, સૂર્ય ને ખૂશ કરવા નાં કોઈ ઊપાયો પણ કરે છે. કોઈ સૂર્યને જળ ચઢાવશે, અને તાંબાના પાત્રમાં પાણી પીશે કે પછી તાંબાનું કડુ પહેરશે. પરંતુ એનાથી લાંબો ફેર નહીં પડે જો તે પિતા સાથે વર્તન સુધારવા ની કોશિશ કરશે, તો ચોક્કસ સારું પરિણામ મળશે.વડિલો સાથે નાં અપમાનજનક વ્યવહારો ને કારણે સૂર્યગ્રહ ની અસર થવાનાં કારણે કુટુંબમાં પડતી ની શરુઆત થાય છે. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો વડિલો ને આદર આપો.