સૂર્યાસ્ત બાદ આ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં, આ વસ્તુનું દાન કરવાથી બરકત રહેતી નથી

સનાતન ધર્મમાં દાનને ખૂબ જ પુણ્યકાર્ય ગણવામાં આવ્યું છે. દાન કરવાથી વ્યક્તિ ને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અને તેનાં ગ્રહો હંમેશા શાંત રહે છે. દાન આપવા માટે નો સૌથી ઉત્તમ સમય સવારનો છે તેથી જ્યારે પણ તમે દાન દેવા નો વિચાર આવે ત્યારે સ્નાન કર્યા બાદ દાન આપવું. શાસ્ત્રોમાં એવી વસ્તુઓ નું વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનું સૂર્યાસ્ત નાં સમયે દાન કરવું જોઈએ નહી. જો તમે આ વસ્તુઓનું સુર્યાસ્ત બાદ દાન કરો છો તો તમને ધન સંબંધી પરેશાનીઓ આવી શકે છે માટે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન કરવું નહીં.
દૂધનું દાન
સૂર્યાસ્ત થયા બાદ ક્યારેય પણ દૂધનું દાન કરવું નહિ. દૂધનું દાન કરવાથી માં લક્ષ્મી ને નજર લાગે છે અને જીવનમાં તમને ધન સાથે સંબંધી પરેશાનીઓ શરૂ થઈ જાય છે. આ ઉપરાંત દૂધ ચંદ્રમાં સાથે જોડાયેલ છે તેથી દૂધનું દાન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માન્યતા છે કે, જે લોકો સંધ્યા સમય હોય ત્યારે દૂધ નું દાન કરેછે તો ઘરમાં બરકત રહેતી નથી.
દહી નું દાન
દૂધની જેમ દહીં નું દાન કરવું પણ અશુભ ગણાય છે. તેનું દાન કરવાથી ધન વૈભવ અને ઐશ્વર્ય ને નુકસાન પહોંચે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દહીં નો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે શુક્ર ગ્રહ ધન વૈભવ અને ઐશ્વર્ય નાં પ્રતીક છે તેથી સૂર્યાસ્ત સમયે ધી નું દાન કરવું જોઈએ નહિ. એવું કરવાથી ભૌતિક સુખ સુવિધાઓ અને વૈભવ પર અસર પડે છે.
લસણ અને ડુંગળી નું દાન
ડુંગળી અને લસણ નું દાન પણ સુર્યાસ્ત બાદ કરવું જોઈએ નહિ. સાંજના સમયે આ વસ્તુનું દાન કરવાથી કેતુ ગ્રહ ભારે થઈ જાય છે. જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે તેથી ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ લસણ અને ડુંગળી નું દાન કરવું નહીં.
સૂર્યાસ્ત સમય દરમિયાન આ કાર્યો કરવાથી બચવું
- સૂર્યાસ્ત સમય દરમિયાન નીચે કાર્યો કરવાથી બચવું. આ કર્યો કરવાથી જીવનમાં પરેશાનીઓ આવી શકે છે.
- સૂર્યાસ્ત બાદ ઘરમાં ઝાડૂ ન મારવું એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનની કમી થવા લાગે છે સાથે જ ખર્ચાઓમાં વધારો થાય છે.
- સૂર્યાસ્ત સમય દરમિયાન ઉધવું અશુભ ગણાય છે. જે લોકો સૂર્યાસ્ત સમયે ઉઘે છે તેનાં ભાગ્ય સુઈ જાય છે અને ક્યારેય તેનું ભાગ્ય તેને સાથ આપતું નથી. તેથી સૂર્યાસ્ત સમયે સુવું જોઈએ નહીં.
- સૂર્યાસ્ત સમય દરમિયાન કોઈ સાથે વિવાદ કરવો નહીં.