સુતા પહેલા કરો આ કામ ખૂબ જ જલદી દૂર થશે, તમારી દરેક પરેશાની

ભારત એક અત્યંત પ્રાચીન સભ્યતાવાળો દેશ છે. ભારતમાં ઘણી માન્યતાઓ અને રીતરિવાજો પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે. આજે પણ ધણા લોકો માન્યતા અનુસાર દરેક કાર્ય કરે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર ભારતીય સંસ્કૃતિ નું એક મહત્વપૂર્ણ અંગ છે હંમેશા લોકો તેનું પાલન કરે છે આજના આધુનિક યુગમાં પણ ઘણા એવા લોકો છે કે જેને તેના પર ખૂબ જ વિશ્વાસ છે.ઘણા એવા લોકો હોય છે જે ભારતીય સંસ્કૃતિ અને જૂની માન્યતાઓને માનતા નથી એવા લોકોના જીવનમાં ભારે મુશ્કેલીઓ આવ્યા કરે છે. જીવનની દરેક પરેશાની પૈસાથી જ હલ થઈ શકે છે એવું નથી ઘણા પૈસા વાળા લોકો પણ પોતાના જીવનમાં ખૂબ જ પરેશાન રહે છે. ફક્ત પૈસાનાં આધારે જ ખુશ રહી શકાતું નથી. સમય સૌથી વધારે બળવાન છે સાથે જ તે સ્થિર રહેતો નથી. આજે પરિસ્થિતિઓ તમારા અનુકૂળ છે તો તો કાલે પરિસ્થિતિ વિપરીત પણ થઈ શકે છે ઘણા લોકો એવા છે જે પોતાના જીવનમાં સફળતા નો બધો જ શ્રેય ભાગ્યને આપે છે. સફળતા એ લોકોને જ મળે છે જે સાચા મનથી ઈમાનદારીથી મહેનત કરે છે.
પરંતુ ઘણા લોકો જીવનમાં ઈમાનદારીથી ખૂબ જ મહેનત કરે છે છતાં પણ અસફળતા જ પ્રાપ્ત થાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેના માટે ઘણા કારણો અને ઉપાયો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ ઉપાયો કરે છે તો તેને જીવનમાં ક્યારેય પણ અસફળતા પ્રાપ્ત થશે નહીં. આ ઉપાયો કરીને વ્યક્તિ પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે. એવું કહેવામાં આવે છે કે, ઘણા એવા કામો છે જે સૂતા પહેલા કરવા જોઈએ એવું કરવાથી તમારી પરેશાનીઓ દૂર થાય છે. રાતનાં સુવા જતા પહેલા એક તાંબાનાં લોટામાં પાણી ભરીને તકિયા ની પાસે રાખવું. સવારે ઊઠીને તે પાણી કોઈ છોડને ચડાવવું. આમ કરવાથી તમારું દુર્ભાગ્ય દૂર થાય છે.
દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવવાથી ખરાબ સમય દૂર થાય છે.તમારા મનમાં કોઈ માટે નકારાત્મક વિચાર ન રાખવા અને કોઈને નુકસાન કે દુઃખ પહોંચાડવું નહી. જે પણ કાર્ય કરીએ તે પૂરી ઇમાનદારી અને મહેનત સાથે કરવાથી થોડા દિવસોમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે. અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો રાતના તમને ખરાબ સપના આવતા હોય તો સૂતી વખતે તકિયા નીચે હનુમાન ચાલીસા રાખીને સુવાથી હનુમાનજીની કૃપાથી તમને ખરાબ સપના અને ડર ઓછો લાગશે.