સુતા પહેલા મોઢામાં એક ઈલાયચી રાખવાથી, સવાર સુધીમાં શરીરને મળેછે આ લાભ

ભારતીય કિચન માં ઇલાયચીનો ઉપયોગ ભોજન નાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે તે એક સુગંધિત મસાલો છે. મોટાભાગે લોકો ચા, ખીર, હલવા જેવી વસ્તુઓમાં તેનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત નાં સૂતા પહેલા ઈલાયચી નો એક ટુકડો મોઢામાં રાખવાથી તમને ઘણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લાભો થાય છે.
મોઢાની દુર્ગંધ દૂર કરે છે
ઈલાયચી એક નેચરલ માઉથ ફ્રેશનર નું કામ કરે છે તેને રાતનાં દાંત નીચે રાખવાથી સવાર સુધીમાં મોઢાની દુર્ગંધ જતી રહે છે.
કબજિયાતમાં આરામ
જો તમને કબજિયાતની બીમારી હોય તો ઇલાયચીનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે રોજ એક ઈલાયચી ખાવાથી કબજિયાતની બીમારીમાં થી રાહત મળે છે. યાદ રહે કે, કબજિયાત બીજી અન્ય બીમારીઓને પણ આમંત્રિત કરે છે તેથી તેનો જલદીથી ઈલાજ કરવો જોઈએ.
ઉલટી રોકવામાં મદદગાર
કેટલાક લોકોને ગાડીમાં મુસાફરી કરતી વખતે ઊલટીની સમસ્યા હોય છે એવામાં જો તમે બસ કે ટ્રેન અથવા ફ્લાઈટમાં મોઢામાં ઈલાયચી રાખીને મુસાફરી કરશો તો તમને ઉલટી ની સંભાવના ઓછી રહેશે.
એસિડિટીને કરે છે દૂર
એસીડીટીની સમસ્યા હોય તેના માટે ખૂબ જ કામની વસ્તુ છે. રાતના સૂતી વખતે દાંત નીચે એક ટુકડો રાખવાથી તેમાં મોજુદ એક ખાસ પ્રકાર નું તેલ રિલીઝ થઈને બોડીમાં જાય છે જેનાથી એસીડીટી દૂર થાય છે સાથે જ પેટની અંદરની લાઇનિંગ સ્ટ્રોંગ બને છે.
અસ્થમા માં રાહત
જે લોકોને અસ્થમા ની બીમારી છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તે લોકોને ઈલાયચી દ્વારા ખાસ આરામ મળી શકે છે. તેની તાસીર ગરમ હોવાને કારણે અસ્થમા માં ફાયદો પહોંચાડે છે. તમારે તેનું રોજ સેવન કરવું જોઈએ.
વજન ઘટાડવા મદદ
વધારે વજનની સમસ્યા થી આજે દરેક પરેશાન છે એવામાં એક એલચીનું સેવન કરીને તમે વજન ઓછું કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વ તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
તણાવ દૂર કરે છે
જો તમે રોજ એક ઈલાયચી ખાવ છો તો તમને તેનાથી માનસિક તણાવમાં રાહત મળે છે. તેથી તમારે મોઢામાં ઈલાયચી રાખવી જોઈએ. તેમાં મોજુદ તત્વ તમારા સ્ટ્રેસ લેવલને ઓછું કરવાનું કાર્ય કરે છે.