સુતેલાં ભાગ્ય ચમકાવવા અજમાવો બસ આ ઉપાય, પૂર્ણ થશે દરેક કાર્ય

સુતેલાં ભાગ્ય ચમકાવવા અજમાવો બસ આ ઉપાય, પૂર્ણ થશે દરેક કાર્ય

જે લોકો ને તેનું ભાગ્ય સાથ આપતું ન હોય તેઓએ ને દરેક કાર્યમાં હંમેશા અસફળતા મળતી હોય એવા લોકો જેનું ભાગ્ય તેનાથી રૂઠેલુ હોય અને મહેનત કર્યા બાદ પણ જીવનમાં ફક્ત અસફળતા જ પ્રાપ્ત થતી હોય તો તે લોકો એ આ આર્ટીકલ અંત સુધી જરૂર વાંચવો. કારણ કે, આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ  જેનાથી તમારું ભાગ્ય જાગી શકે છે અને દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. જે કાર્યને તમે શરૂ કરશો તેમાં અવશ્ય તમારી વિજય થશે. જ્યોતિષ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ આ ઉપાયો ખૂબ જ સરળ છે તો જાણો આ ઉપાયો વિશે.

Advertisement

દરરોજ હથેળી ને જુવો

દરરોજ સવારે ઊઠીને સૌથી પહેલાં હથેળીને જુઓ. જે લોકો રોજ પોતાની હથેળી પર બનેલી રેખાઓને જુએ છે તે લોકોના ભાગ્ય નો ઉદય થાય છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. તેઓંને ધનની કમી ક્યારેય થતી નથી. કારણકે હથેળીના અગ્ર ભાગમાં  લક્ષ્મી મધ્યભાગમાં દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન છે. તેથી દરરોજ હથેળીને જોવાથી ભગવાનની કૃપા તમારા પર બની રહે છે. માં લક્ષ્મી તમને ધનની કમી થવા દેતી નથી દેવી સરસ્વતી તમારી કળા ને નિખારે છે. એ જ પ્રકારે ભગવાન વિષ્ણુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. દરરોજ સવારે ઉઠીને બંને હથેળીઓને એકસાથે રાખીને બંને હથેળીઓ ની રેખા જોવી. ત્યારબાદ હથેળી વડે તમારી આંખો ને સ્પર્શ કરવી.

ફૂલ અર્પણ કરવા

શાસ્ત્રો અનુસાર ભગવાનને દરરોજ તાજા અને સુંદર ફૂલ અર્પણ કરવા તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. માટે દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પૂજા કરવી અને ભગવાનને રોજ તાજા અને સુંદર ફૂલોની માળા અર્પણ કરવી. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ખુલી શકે છે.

 કીડીઓને સાકર નાખવી

દરરોજ કીડીઓ ને સાકર અને લોટ આપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવું કરવાથી ગ્રહ શાંત થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે તમારા દરેક વિઘ્નો દૂર થાય છે અને તમારું ભાગ્ય ખુલી જાય છે. તમારા દરેક કાર્ય આપોઆપ જ પૂર્ણ થવા લાગે છે.

માછલીઓ ને દાણા આપવા

દર બુધવારે કોઈ તળાવ કે નદી પાસે જઈને માછલીઓને દાણા આપવા એવું કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે અને તમારા દરેક કાર્યમાં તમને સફળતા મળે છે.

દાન કરવું

શાસ્ત્રોમાં દાનને સૌથી મોટું પુણ્ય ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે, ગરીબ લોકોને દાન કરવાથી ગરીબ લોકોની સહાયતા કરવાથી ગ્રહો અનુકૂળ રહે છે અને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અમાસ, પૂનમ કે તહેવાર નાં દિવસે ગરીબ લોકોને વસ્તુઓ દાન કરવી. દાનમાં તમે દાળ, ચોખા, લોટ વગેરે વસ્તુઓ આપી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે, આ વસ્તુઓ મન થી દાન કરવી. કારણ કે, મનથી કરવામાં આવેલ દાન જ સફળ થાય છે.

ગાયની સેવા કરવી

રોજ ગાયની સેવા કરવાથી દેવી-દેવતાઓ નાં આશીર્વાદ મળેછે અને તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થાય છે. રોજ ગાયને ઘાસ અથવા તો ગોળ વાળી રોટલી ખવડાવવી આ ઉપાય કરવાથી તમારા ભાગ્ય નો તમને સંપૂર્ણ સાથ પ્રાપ્ત થાય છે.

 

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *